(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

નબળા સ્પેસિફિકેશનવાળા ફોનમાં બહેતર પર્ફોર્મન્સ મળશે

સ્માર્ટફોનનો નવો નવો ઉપયોગ શરૂ કરનારા બહુ મોટા વર્ગ માટે ખાસ્સી ઓછી કિંમતના સ્માર્ટફોનનું પણ મોટું માર્કટ છે. આવા સ્માર્ટફોનમાં ૫૧૨ એમબી અથવા એક કે બે જીબી જેટલી રેમ હોય છે.

આટલી રેમ એન્ડ્રોઇડના નવા વર્ઝન અને તેને ધ્યાનમાં રાખીને બનેલી એપ્સની જરૂરીયાતોને કોઈ રીતે પહોંચી વળે તેવી હોતી નથી. આના ઉપાય તરીકે ડિસેમ્બર ૨૦૧૭થી એન્ડ્રોઇડનું ‘એન્ડ્રોઇડ ગો’ નામનું વર્ઝન વિકસાવવામાં આવ્યું છે. નબળાં સ્પેસિફિકેન્સવાળા મોડેલ્સમાં ‘એન્ડ્રોઇડ ગો’ તથા ગો સીરીઝની ગૂગલની ઘણી ખરી એપ્સ (મૂળ એપ્સનાં લાઇટ વર્ઝન) સારી રીતે ચાલી શકે છે.

એન્ડ્રોઇડના નવા નિર્ણય અનુસાર હવે પછી એન્ડ્રોઇડ ૧૦ અથવા એન્ડ્રોઇડ ૧૧ વર્ઝન ધરાવતા જે નવા સ્માર્ટફોન લોન્ચ થશે તેમાં ઓછામાં ઓછી ૨ જીબી રેમ હોવી જરૂરી બનશે. ૨ જીબીથી ઓછી રેમ ધરાવતા મોડેલ્સમાં ફરજિયાત એન્ડ્રોઇડ ગો વર્ઝનનો ઉપયોગ થશે.

અત્યાર સુધી એક જીબીથી ઓછી રેમવાળા ફોન માટે એન્ડ્રોઇડ ગોનો ઉપયોગ થતો હતો પરંતુ તે ફરજિયાત નહોતો. ઉપરાંત એન્ડ્રોઇડ ગો માટે હવે સ્માર્ટફોનની રેમ ઓછામાં ઓછી ૧ જીબી હોવી ફરજિયાત બની છે, એથી ઓછી એટલે કે ૫૧૨ એમબી રેમના ફોન હવે નવા બને જ નહીં તેવી શક્યતા છે. ગ્રાહકની રીતે જોઇએ તો આપણને ફાયદો એ થશે કે એન્ડ્રોઇડ ગો ધરાવતા વધુ સ્માર્ટફોન બજારમાં મળતા થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!