(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

દુબઈનું જરા જુદું દૂરદર્શન

૩૬૦ ડિગ્રી પેનોરમા હવે કોઈ ખાસ નવી વાત રહી નથી. વિશ્વની અનેક લક્ઝરી હોટેલ્સથી માંડીને રીયલ એસ્ટેટ ડેવલપર્સ પોતાના પ્રોજેક્ટનો લોકોને ઘેરબેઠાં નિકટનો પરિચય કરાવવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરવા લાગ્યા છે. ગૂગલ મેપ્સ પર જઈને આપણે કેટલીય રેસ્ટોરાં અને રીટેઇલ શોરૂમમાં પણ આ જ ટેક્નોલોજીથી ‘ડોકિયાં’ કરી શકીએ છીએ. પણ પહેલી નજરે જૂની લાગતી આ વાતમાં કંઈક વિશેષ નવીનતા આવે તો આપણે એની નોંધ લેવી પડે.

અખાતના દેશો પાસે અઢળક નાણાં છે અને આ દેશો જુદા જુદા ક્ષેત્રના વિશ્વભરના નિષ્ણાતોને પોતાને ત્યાં તેડાવીને અવનવી અજાયબીઓ સર્જતા રહે છે, પછી વાત વિશ્વની સૌથી ઊંચી ઇમારતો સર્જવાની હોય કે પછી ચંદ્ર પરથી પણ દેખાય એવા દરિયાનાં પાણીને આંતરીને રીયલ એસ્ટેટ પ્રોજેક્ટ ડેવલપ કરવાની હોય.

હવે આવી અજાયબીઓ આખી દુનિયાને બતાવવાની રીત પણ અજબ હોવી જોઈએને?! કદાચ એટલે જ દુબઈના ક્રાઉન પ્રિન્સે એક અનોખી વેબસાઇટ તૈયાર કરાવી છે : http://dubai360.com/ આ વેબસાઇટમાં દુબઈ શહેરનાં જાણીતાં ટુરિસ્ટ આકર્ષણોના ૩૬૦ ડિગ્રી પેનોરમિક વ્યૂ જોવા મળે છે. તમે ઇચ્છો તો દુબઈ શહેરનાં વિવિધ આકર્ષણો સર્ચ કરીને તેને નવી નજરે જોઈ શકો છો.

હાલના સમયમાં દુબઈ ખરેખર જવું શક્ય નથી, પણ જઈ શકાતું હોત તો પણ આ રીતે આ શહેરની મજા જોઈ શકાત નહીં. આ વેબસાઇટની સાથોસાથ, ટાઇમ-લેપ્સ વીડિયો અને ૩૬૦ ડિગ્રી પેનોરમિક વ્યૂનું મિશ્રણ કરીને દુબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ૨૪ કલાક દરમિયાન થતી ગતિવિધિઓને માંડ સાડા ચાર મિનિટના એક વીડિયોમાં આવરી લેવામાં આવી છે. એરપોર્ટના બિલ્ડિંગના બિલકુલ કેન્દ્રમાંથી ઊંચાઈએથી, સતત ૩૦ કલાક સુધી કેપ્ચર કરાયેલા આ વ્યૂ  દરમિયાન ૧,૦૦૦થી વધુ પ્લેન્સને એરપોર્ટ પર ઉતરતાં કે ચઢતાં જોઈ શકાય છે. પરિણામે એક બિઝી એરપોર્ટ પર એક આખો દિવસ અને રાત કેવી રીતે વીતે છે એ આપણે જોઈ શકીએ છીએ – ફક્ત સાડા ચાર મિનિટના વીડિયોમાં.

(‘સાયબરસફર’ના ઓક્ટોબર, ૨૦૧૪ અંકમાંથી  ટૂંકાવીને. આખો લેખ વાંચો  ‘સાયબરસફર’ની વેબસાઇટ પર)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!