(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

દુનિયાની સૌથી વિશાળ ગુફામાં સફર

તમને કદાચ યાદ હશે બે વર્ષ પહેલાં, થાઇલેન્ડમાં એક ગૂફામાં બાર છોકરાઓ ફસાયા હતા. તેમનું રેસ્ક્યુ ઓપરેશન ૨૩ જૂનથી ૧૦ જુલાઈ સુધી ચાલ્યું હતું. આપણને સવાલ થાય કે એક ગૂફા એવી તે કેવી મોટી હોઈ શકે કે તેમાં ફસાયેલા છોકરાઓને બચાવવાની જહેમત આટલી લાંબી ચાલે?!

આ સવાલનો જવાબ આપણને થાઈલેન્ડની જ, પણ બીજી એક ગૂફામાં મળી શકે છે. ચારેક કિલોમીટર લાંબી આ ગૂફા  વિશ્વની સૌથી વિશાળ ગૂફા છે અને થેંક્સ ટુ ઇન્ટરનેટ, આપણે તેના અનોખા કુદરતી વાતાવરણને ૩-ડી પેનોરમા, ડ્રોન વીડિયો અને એનિમેટેડ ફિલ્મ સ્વરૂપે ઘેરબેઠાં માણી શકીએ છીએ!

માંડ ૧૧ વર્ષ પહેલાં દુનિયાની નજરમાં આવેલી આ ગુફા ખરેખર એટલી મહાકાય છે કે આખેઆખું બોઇંગ ૭૪૭ પ્લેન તેની પહોળી પાંખ સાથે આ ગુફામાં સમાઈ જાય. ઊંચાઈની રીતે ૪૦-૫૦ માળ ઊંચી ઇમારતો પણ આખેઆખી આ ગુફામાં સમાય તેમ છે.

આમ છતાં, આ ગુફાની વિશાળતાનો અંદાજ આવ્યો ન હોય, તો અંદર દાખલ થઈને જાતે જોઈ લો કે તેમાં ઊભેલો માણસ કેવડો દેખાય છે!

નેશનલ જ્યોગ્રાફિક સોસાયટી અને માર્ટીન એડસ્ટ્રોમ નામના એક ફોટોજર્નિલિસ્ટે આપણા માટે આ શક્ય બનાવ્યું છે.

આ ગુફા તરફ હવે આખી દુનિયાની નજર ખેંચાઈ છે અને અહીંની સરકાર તેને ટુરિસ્ટ ટેસ્ટિનેશન બનાવી શકાય અને લોકો સહેલાઈથી ગુફા એક્સપ્લોર કરી શકે એ માટે ગુફામાં કેટલુંક કાયમી બાંધકામ કરવાનું વિચારી રહી છે. જોકે એમ કરવા જતાં, ગુફાની નૈસર્ગિક સ્થિતિ જોખમાય તેમ છે.

માર્ટીનને લાગ્યું કે ગુફામાં બાંધકામ થાય એ પહેલાં તેનું કુદરતી સ્વરૂપ કોઈક અનોખી રીતે, કાયમ માટે સાચવી લેવું જોઈએ. તેમાંથી સર્જાઈ આ ગુફાની વર્ચ્યુઅલ સફર.

માર્ટીન અને તેમની ટીમે ગુફામાંનાં અલગ અલગ લોકેશનના અત્યંત હાઇ-રેઝોલ્યુશનના ૩૬૦ ડિગ્રી પેનોરમા તૈયાર કર્યા. આ બધા જ પેનોરમા આપણે નેશનલ જ્યોગ્રાફિકની વેબસાઇટ પર એક વર્ચ્ચુઅલ ટુર સ્વરૂપે જોઈ શકીએ છીએ. વર્ચ્યુઅલ સફર માટે સર્ચ કરો : Fly Through A Colossal Cave: Son Doong in 360°

(‘સાયબરસફર’ના ઓગસ્ટ, ૨૦૧૬ અંકમાંથી  ટૂંકાવીને. આખો લેખ વાંચો  ‘સાયબરસફર’ની વેબસાઇટ પર)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!