(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

તમે જીવનસાથીને પાસવર્ડ કહો છો?

ખાનગી પાસવર્ડ પોતાના જીવનસાથીને સહેલાઈથી મળી શકે, એવી સાદી કાળજી ન રાખવાને કારણે  કેનેડાની એક કંપની અને તેના ઇન્વેસ્ટર્સના લાખો ડોલર લેપટોપમાં સલવાઈ ગયા!

તમને તમારા જીવનસાથીના સ્માર્ટફોન અને પીસી/લેપટોપના પાસવર્ડ ખબર છે? ખરેખર તો, આની પહેલાંનો સવાલ એ હોઈ શકે કે તમારા જીવનસાથી તેમનાં સ્માર્ટ ડિવાઇસીઝ પાસવર્ડ પ્રોટેક્ટેડ રાખે છે ખરા? જો ન રાખતા હોય, તો પહેલાં તો એ કામ કરાવો અને પછી એ પાસવર્ડ તમે પણ નોંધી રાખો!

હજી થોડા મહિના  પહેલાં જ આપણે ‘સાયબરસફર’માં ડિજિટલ વીમો ઉતરાવવાની આ સાવ સાદી પદ્ધતિની વાત કરી હતી – પતિ-પત્નીએ એકબીજાના પાસવર્ડ જાણી રાખવા!

તમે એ લેખ વાંચ્યો હોય અને એના પર અમલ ન કર્યો હોય તો આગળ વાંચો – થોડા સમય પહેલાં કેનેડામાં ‘ક્વોડ્રીગાસીએક્સ’ નામની એક ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ કંપનીના ડિરેક્ટરની પત્નીએ કોર્ટમાં એફિડેવિટ કરી કે તેના પતિના એન્ક્રિપ્ટેડ (એટલે કે પાસવર્ડ પ્રોટેક્ટેડ) લેપટોપનો પાસવર્ડ તેને ખબર નથી અને તેને કારણે કંપનીના ૧૩૭ મિલિયન ડોલર (અંદાજે ૯૬૦ કરોડ રૂપિયા!) સલવાઈ ગયા છે! આવું કેમ બન્યું એ સમજવા જેવું છે.

આ કંપની ‘ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ’ તરીકે કામ કરતી હતી. જેમ વિવિધ કંપની કે વ્યક્તિગત શેરદલાલ બીજા લોકોના રૂપિયાનું શેર્સમાં રોકાણ કરી આપે અને એનો વહીવટ પોતે કરે, એમ કેનેડાની આ કંપની નવા સમયની ડિજિટલ કરન્સી – ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાની સવલત આપતી હતી.

સંખ્યાબંધ લોકોએ આ કંપની મારફત આવી રીતે રોકાણ કર્યું હતું, પણ કંપનીનો ડિરેક્ટર ફક્ત એક જ હતો, એ પણ ૩૦ વર્ષનો ગેરી કોટેન નામનો યુવાન.

જેમ આપણાં સાદાં-સરળ બેન્ક ખાતામાંથી કોઈ ને કોઈ રીતે રૂપિયા ઉપાડી જવાની ઘટનાઓ બનતી રહે છે એવું ક્રિપ્ટોકરન્સીની દુનિયામાં પણ બહુ બને છે. એટલે જાણકાર લોકો પોતાની ક્રિપ્ટોકરન્સી ‘કોલ્ડ વોલેટ’માં સાચવતા હોય છે.

કોલ્ડ વોલેટ એટલે એવું કમ્પ્યુટર જે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ ન હોય, એટલે તે ‘હોટ વોલેટ’ (નેટ સાથે કનેક્ટેડ સિસ્ટમ્સ)ની જેમ હેક થવાની કોઈ ચિંતા જ નહીં.

મામલો મિલિયન્સ ડોલરનો હોય એટલે આવા કોલ્ડ વોલેટને પણ બરાબર સાચવવું પડે. એટલે ગેરી કોટેને પોતાના લેપટોપમાં બીજું કોઈ ઘૂસી જ ન શકે એવું જડબેસલાક એન્ક્રિપ્શનનું તાળું માર્યું હતું. હવે એનું અચાનક અવસાન થતાં, લેપટોપનો પાસવર્ડ તેની સાથે જ ગયો!

તેની પત્નીએ કોર્ટમાં એફિડેવિટમાં જણાવ્યું છે કે તેણે લેપટોપનો પાસવર્ડ ક્યાંય લખેલો મળી આવે તો શોધવા માટે પૂરતી કોશિશ કરી છે અને એક્સ્પર્ટ્સની મદદ લઇને લેપટોપમાં એન્ટ્રી મેળવવાના પ્રયાસ પણ ચાલુ છે. પરંતુ હજી સુધી તેમાં સફળતા મળી નથી. હવે આ કંપનીના લાખથી વધુ લેણદાર છે!


તમને યાદ હશે કે થોડા સમય પહેલાં અમેરિકામાં એક આરોપીના પાસવર્ડ પ્રોટેક્ટેડ આઇફોનમાં ઘૂસવામાં એફબીઆઈને પણ આંખે પાણી આવી ગયાં હતાં. ત્યારે એપલ કંપનીએ પોતાના યૂઝર્સની પ્રાઇવસીનો મુદ્દો આગળ ધરીને એ આઇફોન ક્રેક કરવામાં એફબીઆઈને સહયોગ આપ્યો નહોતો.

કેનેડામાં બનેલો કંઈક આવો જ મામલો લાખો ડોલર્સનો હોવાથી તેમાં બીજી કંઈ ગરબડ હોવાની પણ શક્યતા છે. પરંતુ આપણે સાદો બોધપાઠ એ લેવાનો છે કે આપણા પાસવર્ડ પ્રોટેક્ટેડ એકાઉન્ટ્સ કે ડિવાઇસીસમાં આપણી ગેરહાજરીમાં એક્સેસ મેળવવી આપણા સ્વજનો માટે અત્યંત મુશ્કેલ બની શકે છે.

આ તલવારની બીજી ધાર પણ જાણી લેવા જેવી છે – અત્યારે ડિજિટલ દુનિયામાં હેકિંગનું પ્રમાણ એટલું બધું વધી રહ્યું છે કે આપણે તેનો સામનો કરવા માટે પ્રોટેકશનની શક્ય એટલી બધી જ સુવિધાઓનો બરાબર સમજીને લાભ લેવો પણ અનિવાર્ય છે – સંતુલન સાધતાં શીખવું જ રહ્યું!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!