(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

તમારા ગૂગલ એકાઉન્ટમાં પૂરતી વિગતો આપી છેને?

આપણા સૌ માટે ગૂગલ એકાઉન્ટ પોતાની ડિજિટલ લાઇફનું કેન્દ્ર છે. ખાસ કરીને આપણે એન્ડ્રોઇડ સ્માર્ટફોન વાપરતા હોઇએ ત્યારે તેમાં ગૂગલ એકાઉન્ટથી દાખલ થયા હોવાથી આ એકાઉન્ટ જાળવી રાખવું બહુ મહત્ત્વનું બની જાય છે.

અગાઉ જ્યારે માત્ર પીસી પર જીમેઇલ કે અન્ય જગ્યાએ ગૂગલ એકાઉન્ટનો ઉપયોગ કરવાનો થતો હતો ત્યારે એક સારી વાત એ હતી કે આપણે વારંવાર તેમાં સાઇન-ઇન થવું પડતું હતું પરિણામે આપણને આપણા ગૂગલ એકાઉન્ટનો પાસવર્ડ સહેલાઇથી આપમેળે યાદ રહી જતો હતો.

હવે ઘણા લોકો એવા હોય છે જે પીસીનો ઉપયોગ કરતા જ નથી પરંતુ એમનું બધું કામકાજ સ્માર્ટફોન ચલાવે છે. સ્માર્ટફોનમાં નવો ફોન ખરીદ્યા પછી આપણે પહેલીવાર ગૂગલ એકાઉન્ટમાં સાઇન-ઇન થઇએ એ પછી લગભગ ક્યારેય તેમાં ફરી સાઇન-ઇન થવાની જરૂર પડતી નથી. પરિણામે સમય જતા આપણે પોતાના ગૂગલ એકાઉન્ટનો પાસવર્ડ ભૂલી જઇએ એવું બની શકે.

કોઈ પણ અણધાર્યા સંજોગમાં જો આપણે ગૂગલ એકાઉન્ટનો પાસવર્ડ રીસેટ કરવાનો થાય એવા સમયે આપણે ગૂગલને પૂરતા પ્રમાણમાં વૈકલ્પિક સંપર્ક માહિતી આપેલી હોય તો તે બહુ ઉપયોગી થાય છે. આવી માહિતી પહેલેથી આપી ન રાખી હોય તો પોતાના જ ગૂગલ એકાઉન્ટમાં દાખલ થવું અત્યંત મુશ્કેલ બની શકે છે.

આથી તમે પોતાના ગૂગલ એકાઉન્ટમાં હજી લોક્ડઇન હો કે પાસવર્ડ યાદ હોય ત્યારે જ પૂરક માહિતી આપી રાખો. આ માટે તમારા સ્માર્ટફોનમાં કે પીસીમાં myaccount.google.com પર જાઓ. તેમાં મથાળે, `સિક્યોરિટી’ ટેબમાં જાઓ. અહીં `વેઝ ધેટ વી કે વેરિફાય ધેટ ઇટ્સ યુ’ એટલે કે આપણ ઓળખ સાબિત કરવાના રસ્તાઓ ગૂગલને જણાવવાના વિભાગમાં પહોંચો.

અહીં નીચેની બે માહિતી તમે ભરેલી હોવી જોઇએ.

૧. રિકવરી ફોન : એવો ફોન નંબર જેનો તમે ઉપયોગ કરતા હો અને જેના પર તમે ગૂગલનો પાસવર્ડ મેળવી શકો.

૨. રિકવરી ઇમેઇલ : તમારું પોતાનું કે નિકટના સ્વજનનું એવું બીજું ચાલુ ઇમેઇલ એકાઉન્ટ જેના પર તમે ગૂગલનો પાસવર્ડ રીસેટ કરવાની લિન્ક મેળવી શકો.

ગૂગલ ઉપરાંત તમારે માટે મહત્ત્વના હોય તેવા અન્ય તમામ ઓનલાઇન એકાઉન્ટ માટે આ પ્રકારે પૂરક માહિતી પહેલેથી આપી રાખશો તો ક્યારેક તેનો પાસવર્ડ રીસેટ કરવાનો સંજોગ ઊભો થાય તો વાત બહુ સહેલી બનશે. આ માહિતી પરિવારમાં સૌને પણ જણાવી રાખો તે ઇચ્છનીય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!