(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ડ્રગ સંબંધિત ચેટ મેસેજ બહાર કેવી રીતે આવ્યા?

હમણાં બોલીવૂડ સ્ટાર્સની, ડ્રગના ઉપયોગ સંબંધિત વોટ્સએપ ચેટ્સના સ્ક્રીનશોટ્સ  મીડિયામાં લીક થયા પછી એક નવો પ્રશ્ન ચર્ચામાં આવ્યો છે – વોટ્સએપના દાવા મુજબ જો તેની ચેટ્સ ‘એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ’ હોય, મેસેજ મોકલનાર તથા મેળવનાર સિવાય વચ્ચે કોઈ તેને વાંચી શકે તેમ ન હોય તો આ મેસેજના સ્ક્રીનશોટ્સ કેવી રીતે બહાર આવ્યા?

અલબત્ત કારણ સાવ સરળ છે. તપાસ સંસ્થાને આ કેસની એક આરોપીનો સ્માર્ટફોન મળ્યો છે. તપાસ સંસ્થાઓ પાસે એવાં ટૂલ્સ હોય છે જેની મદદથી ફોન લોક્ડ હોય તો પણ તેઓ તેમાં સરળતાથી એન્ટ્રી મેળવી શકે છે (એપલના આઇફોનના કિસ્સામાં અમેરિકાની એફબીઆઈને ખાસ્સી મુશ્કેલી પડી હતી). આ પછી ફોનનો એક ડિજિટલ ક્લોન તૈયાર કરવામાં આવે છે, જેમાં ફોન ખરીદાયા પછી પહેલીવાર ઓન થયો હોય છેક ત્યારથી તમામ પ્રકારનો ડેટા રિટ્રીવ કરી શકાય છે.

વોટ્સએપનો ડેટા એન્ક્રિપ્ટેડ હોય છે એ વાત સાચી પરંતુ કંપની પોતે ફોનની મેમરીમાં તથા (જો આપણે એ ફીચર ઓન કર્યું હોય તો) ક્લાઉડમાં પણ તેનો ડેટા સ્ટોર કરે છે. આ ડેટા એન્ક્રિપ્ટેડ હોતો નથી. તપાસ સંસ્થાઓ ઉપરાંત સાદી ટેકનિકલ જાણકારી ધરાવતા લોકો પણ વોટ્સએપના બેકઅપ અને ફોનની સિસ્ટમની તારીખ બદલીને વોટ્સએપમાં ડીલીટ કરવામાં આવેલા મેસેજ પણ પરત મેળવી શકે છે. ટૂંકમાં ફોનને સખત ફિઝિકલ ડેમેજ થયું ન હોય તો તપાસ સંસ્થાઓ માટે તેમાંથી પુરાવા મેળવવા મુશ્કેલ નથી – ખાસ કરીને એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાંથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!