(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ડીએનએમાં ડેટા બીજમાં વૃક્ષ સમાવવાનો પ્રયાસ

ઓનલાઇન ડેટાનું પ્રમાણ અત્યંત તેજ ગતિએ વધી રહ્યું છે ત્યારે દુનિયાભરના ડેટા સાયન્ટિસ્ટ્સ હવે માનવના ડીએનએમાં ડેટા સ્ટોર કરવાની મથામણમાં પડ્યા છે.

લોકડાઉન દરમિયાન દેખીતી રીતે ઇન્ટરનેટનો ઉપયોગ વધી ગયો. વર્ક-ફ્રોમ-હોમ કરતા લોકો ઉપરાંત, ધરાર મળેલી ફુરસદને કારણે આપણે સૌ ગૂગલ, ફેસબુક, વોટ્સએપ વગેરે પર વધુ ને વધુ પ્રવૃત્ત રહેવા લાગ્યા છીએ. પરંતુ ઇન્ટરનેટનો વધતો ઉપયોગ કંઈ આજકાલની વાત નથી.

વાસ્તવમાં કે જગતભરના ડેટા સાયન્ટિસ્ટ્સને આપણે સર્જેલા, ખરેખર પારાવાર, ડેટાને કેમ ઓછી જગ્યામાં લાંબા સમય માટે કેમ સાચવવો તેની ચિંતા થઈ રહી છે.

પાંચેક  વર્ષ પહેલાંની સ્થિતિ પ્રમાણે, ત્યારે આપણે અત્યાર સુધીમાં કુલ ૪.૪ ઝેટ્ટાબાઇટ ડેટા પેદા કરી લીધો હતો. એક ઝેટ્ટાબાઇટ એટલે અંદાજે એક અબજ ટેરાબાઇટ. તેની સામે વિજ્ઞાનીઓ માને છે કે વર્ષ ૨૦૨૫ સુધીમાં આપણે દર વર્ષે ૧૬૦ ઝેટ્ટાબાઇટ ડેટા સર્જવા લાગીશું!

બાઇટની ગડમથલમાં પડ્યા વિના, સાદી વાત એટલી છે કે ડેટાની ત્સુનામી ઉપર ત્સુનામી આવી રહી છે. આખી દુનિયામાં પથરાયેલી, ડેટા સંગ્રહની જે કંઈ સુવિધાઓ છે, એ આ ત્સુનામી સામે સાવ પાંગળી સાબિત થાય તેમ છે.

બીજી પણ એક તકલીફ છે.

મોટા ભાગનો ડિજિટલ ડેટા, આપણી વોટ્સએપમાંની કાલીઘેલી વાતોથી માંડીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને વધુ ને વધુ ધારદાર બનાવવા માટે સર્જાતો બિગ ડેટા મોટા ભાગે જે રીતે સ્ટોર થાય છે, એ રીત સસ્તી તો છે, પણ ખાસ્સી જગ્યા રોકે છે. ઉપરાંત, તેની આવરદા માંડ દસ વર્ષની છે.

એટલે વખતોવખત, જેમ માનવશરીર જીર્ણશીર્ણ થતાં જીવ નવું ખોળિયું શોધે તેમ સ્ટોર કરેલા ડેટાને પણ ચિરંજીવી રાખવા નવેસરથી, નવી જગ્યાએ સ્ટોર કરવો પડે.

તો આનો ઉપાય શો?

વિજ્ઞાનીઓ આનો ઉપાય, માનવશરીરનાં ઊંડાં રહસ્યોમાં જ શોધી રહ્યા છે! તમે કહો, આપણું શરીર અને કોઈ વેબ એપ્લિકેશનમાં તમને કોઈ સમાનતા લાગે છે?


બંને એક નિશ્ચિત કોડને આધારે આકાર લે છે! આપણું શરીર કેવો આકાર લેશે તેનું રજેરજનું પ્લાનિંગ આપણા ડીએનએમાં સ્ટોર થયેલું હોય છે. વિજ્ઞાનીઓ હવે આ જ ડીએનએમાં ડેટા સ્ટોર કરવાની મથામણમાં પડ્યા છે અને તેમાં ખાસ્સા આગળ પણ વધી ગયા છે!

મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ ટેક્નોલોજીના વિજ્ઞાનીઓએ ‘કેટેલોગ’ નામે એક રિસર્ચ પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને બેક વર્ષ પહેલાં તેમને, રોબર્ટ ફ્રોસ્ટની ૧૪૪ શબ્દની એક નાની અમથી કવિતાને ડીએનએમાં સ્ટોર કરવામાં સફળતા મળી હતી (કવિતાનું શીર્ષક જુઓ – ‘ધ રોડ નોટ ટેકન’! તમને ટેક્નોલોજી કરતાં કવિતામાં વધુ રસ હોય તો આ કવિતા સર્ચ કરીને અચૂક વાંચવા જેવી છે).

નિષ્ણાતો કહે છે કે જો જગતમાં અત્યાર સુધી બનેલી તમામ મૂવીઝને ડીએનએમાં સ્ટોર કરવામાં આવે તો તે માંડ એક સુગર ક્યૂબ જેટલી જગ્યા રોકે. આ રીતે સ્ટોર કરેલો ડેટા પૂરાં દસ હજાર વર્ષ સુધી ટકે!

નિષ્ણાતો કહે છે કે જો જગતમાં અત્યાર સુધી બનેલી તમામ મૂવીઝને ડીએનએમાં સ્ટોર કરવામાં આવે તો એક સુગર ક્યૂબ જેટલી જગ્યા રોકે અને પૂરાં દસ હજાર વર્ષ સુધી આ ડેટા ટકે! સરસ, પણ એનો ખર્ચ અત્યારના ડેટાગંજને સાચવવા  જેવો જ તોતિંગ છે.

અત્યારે માઇક્રોસોફ્ટ અને ઇન્ટેલ જેવી કંપનીઝ પણ ડીએએનએમાં ડેટા સ્ટોરેજના સંશોધનમાં ખાસ્સી આગળ વધી ગઈ છે. હવે હરીફાઇ ડીએનએ સ્ટોરેજનો ખર્ચ ઘડાટીને તેમાં સહેલાઈથી ડેટા સ્ટોર કરીને, ચાહો ત્યારે પાછો મેળવી શકાય એવી સ્થિતિ સર્જવાની છે.

ફૂલ પવનમાં પતંગને ફૂલ ઢીલ આપી દઈએ તો ક્યારેક તો ફીરકીમાં દોરીનો છેડો આવે, પણ ટેક્નોલોજી એવી દોરી છે, જેમાં ગમે તેટલી ઢીલ પછી પણ છેડો આવે તેમ નથી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!