ઇન્ટરનેટની મજા એ છે કે હવે સંશોધનો માત્ર વૈજ્ઞાનિકો પૂરતાં સીમિત રહ્યાં છે. આપણે પણ તેમાં વિવિધ રીતે ભાગ લઈ શકીએ છીએ અને સંશોધનોની પ્રક્રિયા, પરિણામો વગેરે વધુ નજીકથી જોઈ શકીએ છીએ.
દરિયાઈ સૃષ્ટિનો અભ્યાસ કરતા રોબોટ્સ વિશેનો આ લેખ વાંચીને લીધે અંદરનો વૈજ્ઞાનિક જાગી ઉઠ્યો હોય તો જિજ્ઞાસા સંતોષવા માટે ઉત્તમ વાત એ કે આર્ગો ફ્લોટના ડેટા બધાને માટે ઉપલબ્ધ છે!
અહીં ઇન્કોઇસ દ્વારા ગુજરાતની એક્દમ નજીક ગયા વર્ષે છોડવામાં આવેલા આર્ગો ફ્લોટ (WMO ID: 2902275)નું ઉદાહરણ લઇએ.
સૌથી પહેલાં બ્રાઉઝરમાં તેનું ડેશબોર્ડ https://fleetmonitoring.euro-argo.eu/dashboard ખોલો.
અહીં સૌથી ડાબી તરફની પેનલમાં અનેકવિધ ઓપ્શન આપેલા છે તેમાંથી એક્ટિવ ચેક-બોક્સ પર ટિક કરો.
વચલી પેનલ આર્ગો ફ્લોટની વિગત બતાવે છે, જ્યારે જમણી તરફ નકશો આપમેળે અપડેટ થતો રહેશે. ડાબે ‘ઇન્ડિયન ઓશન’ પસંદ કરવાથી માત્ર હિંદ મહાસાગરના ફ્લોટનું લિસ્ટ મળશે. નકશા/મેપને મોટો કરવા કેસરી સ્લાઇડરને ડાબે પણ સરકાવી શકાય છે.
હવે મેપને ગૂગલ મેપની જેમ જ ઉપયોગ કરી ગુજરાત સુધી ઝૂમઇન કરો. અંદાજે પોરબંદરની સામે એક પીળો આઇકન દેખાશે તેના પર ક્લિક કરવાથી એક બોક્સ ખુલશે.
લીલો કલર બતાવે છે કે ફ્લોટ એક્ટિવ છે. તેમાં ફ્લોટની અત્યાર સુધીની સફર જોવા માટે ‘Show Trajectory’ પર ક્લિક કરો. છેલ્લી ડેટા પ્રોફાઇલ (આ લખાય છે ત્યારે) ૬૭ નંબરની છે જે ૧૦ એપ્રિલના રોજ લેવામાં આવી હતી.
હવે વચ્ચેની પેનલમાંથી ID નંબર 2902275 શોધી કાઢો. તેના માટે WMO ઉપર ક્લિક કરી ID મુજબ સોર્ટ કરીને 2902275 સુધી સ્ક્રોલ કરો. એ ક્લિક કરતાં જ માહિતીઓ જાણે પટારો ખુલ્યો!
ઉપરથી નીચે સુધી સ્ક્રોલ કરો એટલે ફ્લોટે અત્યાર સુધી એકઠા કરેલા દરેક ડેટા તમારા સ્ક્રીન ઉપર!
કોઈ એક પ્રોફાઇલ (દા.ત. નં ૬૭) ના ડેટા જોવા હોય તો તેના પર ક્લિક કરતાં એ પણ ગ્રાફ હાજર.
આમાંથી કોઇ એક પ્રોફાઇલ (કે પછી બધી) ડાઉનલોડ કરવા માટે પણ ASCII કે પછી NetCDF જેવા ઓપ્શન મળે.
આવું જ બીજું એક રસપ્રદ પોર્ટલ http://www.jcommops.org/board?t=argo છે જે નેવિગેટ કરવું ગૂગલ મેપ જેવું જ છે એટલે ઉપર આપેલા WMO ID માટે તેને એક્સ્પ્લોર કરવું એ અમારા તરફથી વાચકો માટેની બ્રેઇનસ્ટોર્મિંગ એક્સરસાઇઝ!
રસ પડ્યો? વધુ વાંચો :

