(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલ ડ્રાઇવમાં તમારી ફાઇલનું સેવ સ્ટેટસ સહેલાઈથી જાણો

અગાઉ ફાઇલ ક્લાઉડમાં સેવ થઈ રહી છે કે નહીં તેની ગૂંચવણ રહેતી હતી, હવે વાત સહેલી બની છે. નવી સુવિધાથી, ફાઇલનો ઓફલાઇન ઉપયોગ પણ સહેલો બન્યો છે.

‘સાયબરસફર’માં આપણે અવારનવાર ગૂગલ ડ્રાઇવ કે વનડ્રાઇવ જેવી ક્લાઉડ સ્ટોરેજ + પ્રોડક્ટિવિટી સર્વિસની વાત કરી છે. તમે તેનો ઉપયોગ હમણાં શરૂ કર્યો હોય કે પહેલેથી કરતા હો તો હમણાં તેમાં ઉમેરાયેલી એક નાની પણ કામની સુવિધા તમારે જાણવા જેવી છે.

એન્ડ્રોઇડ ફોનને પ્રતાપે આપણા સૌનું ગૂગલ એકાઉન્ટ હોય જ છે અને ફોનમાં ડ્રાઇવ એપ પણ મોટા ભાગે પ્રી-ઇન્સ્ટોલ્ડ હોય છે. ગૂગલ ડ્રાઇવમાં વર્ડ જેવી ડોક્સ, એક્સેલ જેવી શીટ્સ ને પાવરપોઇન્ટ જેવી સ્લાઇડ્સ એવી ત્રણ સર્વિસનો લાભ મળે છે. આ ત્રણેય પ્રકારની ફાઇલ ગૂગલ ડ્રાઇવમાં સ્ટોર કરી શકાય. તેમાં કામ પણ કરવું હોય તો ત્રણેયની અલગ અલગ એપ ઇન્સ્ટોલ કરવી પડે.

આ સ્માર્ટફોનની વાત થઈ, પીસી પર વાત વધુ સહેલી છે. તેમાં drive.google.com પર જઇને આપણે તેમાં સ્ટોર કરેલી બધી ફાઇલ્સ એક્સેસ કરી શકીએ અને અહીંથી જ ડોક્સ, શીટ્સ કે સ્લાઇડ્સ ડોક્યુમેન્ટ બનાવી શકીએ.

ગૂગલ ડ્રાઇવમાં વર્ડ જેવી ડોક્સ, એક્સેલ જેવી શીટ્સ ને પાવરપોઇન્ટ જેવી સ્લાઇડ્સ એવી ત્રણ સર્વિસનો લાભ મળે છે. આ ત્રણેય પ્રકારની ફાઇલ ગૂગલ ડ્રાઇવમાં સ્ટોર કરી શકાય.

ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોઇએ ત્યારે અહીં ક્રિએટ કરેલી ફાઇલ્સમાં જે પણ ફેરફાર કરીએ તે સીધા ક્લાઉડમાં સ્ટોર થતા હોય છે. એ ઉપરાંત આપણે ઇચ્છીએ તો ડોક્યુમેન્ટને ઓફલાઇન ઉપયોગ માટે સેવ કરી શકીએ છીએ. જ્યારે ઇન્ટરનેટ કનેકશન ન હોય ત્યારે પણ આપણે ઓફલાઇન ઉપયોગ માટે સેવ કરેલી ફાઇલ ઓપન કરીને તેને એડિટ કરી શકીએ છીએ.

આવી સ્થિતિમાં ફાઇલમાં જે ફેરફાર કર્યા હોય તે ડિવાઇસમાંની ફાઇલમાં સેવ થાય છે. ડિવાઇસને જ્યારે ફરી ઇન્ટરનેટ કનેકશન મળે ત્યારે તે ફેરફાર ક્લાઉડમાંની ફાઇલવ સાથે સિન્ક થાય છે અને આપણી ફાઇલ ક્લાઉડમાં સચવાઈ જાય છે.

અત્યાર સુધી આ સુવિધા તો સરસ રીતે કામ કરતી હતી પરંતુ આપણી ફાઇલ સીધી ક્લાઉડમાં સેવ થઈ રહી છે કે પછી ઓફલાઇન સેવ થઈ રહી છે તે સ્પષ્ટ રીતે જોઈ શકાતું નહોતું.

હવે થયેલા ફેરફાર મુજબ પીસીમાં આપણા ડોક્યુમેન્ટના નામની બાજુમાં ક્લાઉડની નિશાનીથી ડોક્યુમેન્ટ ક્યાં સેવ થઈ રહ્યું છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે.

તમે કદાચ જાણતા હશો કે ગૂગલ ડ્રાઇવમાં આપણી તમામ ફાઇલ આપોઆપ સેવ થતી હોય છે. એટલે કે દર બે ત્રણ મિનિટે કંટ્રોલ+એસ કી પ્રેસ કરવાની કોઈ જરૂર જ નહીં! આ નવા ફેરફારથી, ફાઇલ સેવ થઈ કે નહીં તેની ગૂંચવણ રહેતી નથી.

આ ફેરફારનો બીજો એક ફાયદો પણ છે! તમે કદાચ જાણતા હશો કે ગૂગલ ડ્રાઇવમાં આપણી તમામ ફાઇલ આપોઆપ સેવ થતી હોય છે. એટલે કે દર બે ત્રણ મિનિટે કંટ્રોલ+એસ કી પ્રેસ કરવાની કોઈ જરૂર જ નહી!  આપણને ડોક્યુમેન્ટ મેન્યુઅલી સેવ કરવાની વર્ષો જૂની આદત હોવાને કારણે ગૂગલ ડ્રાઇવમાં આપણું કામ સેવ થઈ રહ્યું છે કે નહીં એ બાબતે થોડી ગૂંચવણ રહેતી હતી.  હવે થયેલા ફેરફારને કારણે આપણને આ બાબતની પૂરી ધરપત રહે છે. આ આઇકન પર ક્લિક કરીને તમે તેને ઓફલાઇન ઉપયોગ માટે રેડી કરવાનું કામ પણ ફક્ત એક ક્લિકથી કરી શકો છો.

આ પછી તમારા પીસી કે લેપટોપમાં નેટ કનેક્શન ન હોય ત્યારે પણ તમે ડ્રાઇવમાં એ ફાઇલ ઓપન કરી, તેમાં કરી શકો છો!


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!