(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઓનલાઇન રકમ ટ્રાન્સફર કરતી વખતે ભૂલથી આઇએફએસસી કોડ ખોટો લખાય તો શું થાય?

ઓનલાઇન ટ્રાન્ઝેક્શન સહેલું છે, પણ ભૂલ ન થાય એ જોવાની જવાબદારી આપણી જ છે.

આગળ શું વાંચશો?

  • બેન્ક સાચી, પણ બ્રાન્ચ ખોટી

  • બેન્ક અને બ્રાન્ચ બંને ખોટાં

દેખીતું છે કે આપણે આપણી બેન્કની એપ કે સાઇટ પરથી બીજી કોઈ વ્યક્તિના ખાતામાં ઓનલાઇન મની ટ્રાન્સફર કરતી વખતે દરેક વિગતો સાચી હોવાની ખાતરી કરવી પડે.

સીધા બેન્ક ખાતામાંથી ઓનલાઇન મની ટ્રાન્સફરના હવે ચાર રસ્તા ઉપલબ્ધ છે.

  1. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT)
  2. રીયલ ટાઇમ ગ્રોથ સેટલમેન્ટ (RTGS)
  3. ઇમીડિયેટ પેમેન્ટ સર્વિસ (IMPS)
  4. યુનિફાઇડ પેમેન્ટ સર્વિસ (UPI).

આ ચારેય સર્વિસ થોડી થોડી જુદી પડે છે, પરંતુ હવે એકબીજાની નજીક આવી રહી છે. ખાસ કરીને આઇએમપીએસ અને યુપીઆઇ લગભગ એક જ પ્રકારની સર્વિસ છે.

પહેલા ત્રણ પ્રકારની સર્વિસમાં, પોતાના ખાતામાંથી આપણે કોઈ પણ વ્યક્તિને રૂપિયા મોકલતી વખતે સામેની વ્યક્તિનું નામ, ખાતા નંબર, ખાતાનો પ્રકાર અને ઇન્ડિયન ફાયનાન્સિયલ સિસ્ટમ કોડ (આઇએફએસસી) લખવાનો હોય છે. યુપીઆઇથી પેમેન્ટ કરતી વખતે સામેની વ્યક્તિ યુપીઆઇ આઇડી ધરાવતી હોય તો માત્ર એ લખવાથી ચાલી જાય. પરંતુ આપણે સામેની વ્યક્તિનું યુપીઆઇ જાણતા ન હોઇએ તો ફરીથી ઉપર જણાવેલી બધી વિગતો લખીને ઓનલાઇન ટ્રાન્સફર કરી શકાય છે.

ઓનલાઇન ટ્રાન્સફર કરવા માટે મોટા ભાગે આપણે બેન્ક એપ કે નેટ બેન્કિંગમાં સામેની વ્યક્તિની ઉપરની વિગતો જણાવીને તેને બેનિફિશિયરી તરીકે ઉમેરવાની રહે છે. આઈએમપીએસના કિસ્સામાં કેટલીક બેન્ક બેનિફિશિયરી ઉમેર્યા વિના વન ટાઇમ ટ્રાન્સફરની પણ સગવડ આપે છે. યુપીઆઇના સંજોગમાં આવી જરૂર હોતી નથી.

હવે મૂળ સવાલ પર આવીએ તો, ઉપર જણાવેલી યુપીઆઇ સિવાયની રીતમાં સામેની વ્યક્તિનો ખાતા નંબર અને આઇએફએસસી કોડ સાચો હોવો અનિવાર્ય છે. આ બંને વિગતોથી આપણી બેન્કને ખબર પડે છે કે તેણે કઈ બેન્કની કઈ બ્રાન્ચમાં કયા ખાતામાં રકમ મોકલવાની છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ના નિયમો અનુસાર ઓનલાઇન ફંડ ટ્રાન્સફર કરતી વખતે રકમ સ્વીકારનારનું નામ ઉમેરવું જરૂરી છે. પરંતુ એ ખાસ નોંધવા જેવું છે કે રકમ ટ્રાન્સફર કરતી વખતે કેટલીક બેન્ક બેનિફિશિયરીનું નામ, ખાતા નંબર અને આઇએફએસસી કોડ એકમેક સાથે મેળવ્યા પછી રકમ ટ્રાન્સફર કરે છે, પરંતુ આવું કરવું બેન્ક માટે ફરજિયાત નથી.

આ સ્થિતિમાં આપણે સામેની વ્યક્તિનો ખાતા નંબર કે આઇએફએસસી કોડ ખોટો લખીએ તો રકમ આપણા ખાતામાંથી કોઈ જુદી જ વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર થઈ જવાની પૂરી શક્યતા છે.

અલબત્ત, ખાતા નંબર કે આઇએફએસસી કોડ ખોટો લખાવાની શક્યતા ઓછી છે. ખાતા નંબર આપણે બે વાર ટાઇપ કરવો પડે છે. એમાં એક વાર તે જાણી જોઇને એસ્ટ્રિક (ફૂદડી) સ્વરૂપે રાખવામાં આવે છે. જેથી આપણે ખાતા નંબર આપણા મૂળ સ્રોતમાંથી જોઈને જ લખીએ અને બંને વાર સાચા લખીએ, જેથી તે મેચ થાય. આઇએફએસસી કોડમાં મોટા ભાગની બેન્ક, બેન્ક અને બ્રાન્ચ પસંદ કરવા માટે ડ્રોપ ડાઉન મેનૂ આપે છે. પરંતુ કેટલીક બેન્ક સીધો કોડ ટાઇપ કરવાનો વિકલ્પ આપે છે.


આ બંને રીતમાં નીચેની ભૂલ થવાની થોડી શક્યતા રહે છે. તેવી સ્થિતિમાં શું થાય તે જાણી લઈએ.

ડ્રોપ ડાઉન મેનૂની મદદથી આપણે બેન્ક સાચી પસંદ કરીએ પણ બ્રાન્ચ ખોટી પસંદ કરીએ કે જાતે ટાઇપ કરતી વખતે બ્રાન્ચનો કોડ ખોટો લખીએ તો મોટા ભાગે આપણી રકમ સાચી વ્યક્તિના ખાતામાં જવાની શક્યતા છે. કારણ કે આપણે આપેલો ખાતા નંબર એ બેન્ક માટે યુનિક હશે.

બેન્ક વ્યક્તિનું નામ પણ તપાસે ને જો ખાતા નંબર તથા વ્યક્તિનું નામ બંને સાચાં હોય તો બ્રાન્ચ કોડ ખોટો હોવા છતાં બેન્ક રકમ ટ્રાન્સફર કરી આપે છે.

આવી ભૂલ થવાની શખ્યતા ઘણી ઓછી છે, પરંતુ જો ભૂલ થઈ જાય તો બધો આધાર આપણે જે બેન્કનો આઇએફએસસી કોડ લખ્યો હોય તેના પર રહે છે. માની લો કે આપણે એચડીએફસી બેન્કમાંના ખાતામાં રકમ મોકલવાની છે પરંતુ આપણે ભૂલથી આઇડીએફસી બેન્કનો કોડ લખી નાખ્યો.

એવું સંભવ છે કે આપણે લખેલા એચડીએફસી બેન્કના ખાતા નંબર જેવો જ નંબર ધરાવતું ખાતું આઇડીએફસી બેન્કમાં પણ હોય. બધી બેન્ક ખાતાધારકના નામની ખાતરી કરતી ન હોવાથી આવી સ્થિતિમાં આપણે મોકલેલી રકમ ખોટા ખાતામાં ટ્રાન્સફર થઈ જવાની પૂરી શક્યતા છે. આપણે લખેલા ખોટા આઇએફએસસી કોડવાળી બેન્કમાં આપણે લખેલા ખાતા નંબરનું કોઈ એકાઉન્ટ ન હોય તો રકમ ટ્રાન્સફર થતી નથી.

રકમ ખોટા ખાતામાં ટ્રાન્સફર થઈ જાય પછી તેને પરત મેળવવી એ લાંબી પ્રક્રિયા છે. કેટલાક સંજોગમાં રકમ પરત મળે નહીં એવું પણ બની શકે છે.

આથી મોટી રકમ ટ્રાન્સફર કરવાની હોય તો હંમેશા સામેની વ્યક્તિને બેનિફિશિયરી તરીકે ઉમેરી, પહેલાં નાની રકમ ટ્રાન્સફર કરીને બધી વિગતો સાચી હોવાની ખાતરી કરી લેવી હિતાવહ છે.

આઇએફએસસી કુલ ૧૧ ડિજિટનો આલ્ફા ન્યૂમરિક યુનિક કોડ છે. ભારતની દરેક બેન્કની દરેક શાખાને આવો આગવો કોડ ફાળવવામાં આવ્યો છે. કોડના પહેલા ચાર કેરેકટરથી બેન્કની ઓળખ થાય છે. પાંચમો અંક હંમેશા શૂન્ય હોય છે અને છેલ્લા છ અંક શાખાનો ક્રમ જણાવે છે.

આઇએફએસસી કુલ ૧૧ ડિજિટનો આલ્ફા ન્યૂમરિક યુનિક કોડ છે. ભારતની દરેક બેન્કની દરેક શાખાને આવો આગવો કોડ ફાળવવામાં આવ્યો છે. કોડના પહેલા ચાર કેરેકટરથી બેન્કની ઓળખ થાય છે. પાંચમો અંક હંમેશા શૂન્ય હોય છે અને છેલ્લા છ અંક શાખાનો ક્રમ જણાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!