(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ભારતમાં એપલનો પહેલો સ્ટોર ગયા મહિને એટલે કે ૨૩ સપ્ટેમ્બરના રોજ શરૂ થઈ ગયો. અલબત્ત આ ઓનલાઇન સ્ટોર છે, ફિઝિકલ સ્ટોર નહીં. ભારતમાં એપલના સંખ્યાબંધ રીસેલર્સ સ્ટોર છે પરંતુ કંપનીનો પોતાનો કોઈ પણ ફિઝિકલ સ્ટોર હજી ભારતમાં કાર્યરત થયો નથી. આવતા વર્ષ સુધીમાં મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં એક પોશ મોલમાં એપલનો ભારતનો પહેલો રીટેઇલ સ્ટોર શરૂ થાય એવી શક્યતા છે. મુંબઈની સાથોસાથ બેગલુરુનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે.

એપલે હંમેશા તેની પ્રોડક્ટ્સની આગવી ડિઝાઇનથી લોકોના દિલ પર રાજ કર્યું છે. આઇકેચિંગ ડિઝાઇનનો કન્સેપ્ટ એપલના રીટેઇલ સ્ટોર સુધી પણ વિસ્તર્યો છે.

એપલ દુનિયાના ૨૫ દેશોમાં ૫૦૦થી વધુ રીટેઇલ સ્ટોર્સ ઓપરેટ કરે છે. આ દરેક સ્ટોરમાંથી એપલ યુએસના અન્ય કોઈ પણ રીટેઇલર કરતાં દરેક ચોરસ ફૂટ દીઠ વધુ ડોલર કમાય છે. એપલની પ્રોડક્ટમાં અને તેના રીટેઇલ સ્ટોર્સમાં ગ્લાસ અને મેટલનો દબદબો જોવા મળે છે. અંદરથી એપલના દરેક સ્ટોર લગભગ એકસરખા હોય છે. પરંતુ બહારની બાજુએથી દરેક સ્ટોર અત્યંત આકર્ષક અને આગવી ડિઝાઇન ધરાવે છે. કંપનીએ ૨૦૧૩માં તેના સ્ટોરના લે-આઉટનો ટ્રેડમાર્ક મેળવી લીધો હતો. એપલના ઘણા સ્ટોર જુદા જુદા શહેરની સૌથી વિખ્યાત અથવા ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી ઇમારતોમાં જોવા મળે છે. આવો વિશ્વના સૌથી અનોખા એપલ સ્ટોર્સની એક ઉડતી સફર કરીએ.

દુબઇના જગવિખ્યાત બુર્જ ખલિફાની બિલકુલ નજીક આવેલા આ એપલ સ્ટોરની ખૂબી એ છે કે તેમાં વિન્ડોની જગ્યાએ સોલર વિંગ મૂકવામાં આવી છે જે શહેરની ગરમીમાં થતી વધઘટ મુજબ  આપોઆપ ખુલે અને બંધ થાય છે.

ગયા મહિને એપલે સિંગાપોરમાં પાણીમાં તરતો રીટેઇલ સ્ટોર ખુલ્લો મુક્યો. કાચના ગોળાનો બનેલો સ્ટોર સિંગાપોર શહેરનો પેનોરમિક વ્યૂ આપે છે. સ્ટોરમાં પાણીની સપાટીથી નીચેના ભાગમાં અન્ડરવોટર મીટિંગ રૂમ બનાવવામાં આવ્યો છે. આ સ્ટોરનો સ્ટાફ ૨૩ ભાષાઓ બોલી શકે છે.

ચીનના શાંઘાઈમાં એપલે કાચનો વિશાળ સિલિન્ડર ઊભો કર્યો છે જે ભૂગર્ભમાંના સ્ટોરમાં દોરી જાય છે. વળાંકવાળા ગ્લાસની આ ડિઝાઈન માટે એપલને પેટન્ટ પણ મળી છે.

ઇટાલીના મિલાન શહેરમાં એપલનો સ્ટોર શહેરના સૌથી વિખ્યાત રોડ પર આવેલો છે. આ સ્ટોરની ખૂબી એ છે કે તેમાં ઉપરના ભાગે કાચનો ક્યુબ છે, જેમાં પાણી વરસતું રેહ છે અને નીચે ઉતરતી વખતે કાચની વિશાળ પેનલમાંથી પડતા પાણીમાંથી પસાર થવાનો અનુભવ થાય છે.

ન્યૂયોર્કના બ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલમાં સ્ટોર બનાવવા માટે એપલે ૫૦ લાખ ડોલર ખર્ચ્યા અને પછી તેને રીનોવેટ કરવા માટે બીજા ૨૫ લાખ ડોલર ખર્ચ્યા.  ન્યૂયોર્ક શહેરમાં જ એપલના આઠ વિશાળ સ્ટોર છે.

જર્મનીના બર્લિન શહેરમાંનો આ સ્ટોર પણ ઐતિહાસિક ઇમારતને યથાવત જાળવીને બનાવવામાં આવ્યો છે

પેરિસમાં એપલે વિખ્યાત ઓપેરા હાઉસની નજીક સ્ટોર ઓપન કર્યો છે. આ સ્ટોર માટે તેણે બેન્ક તરીકે ઉપયોગમાં લેવાતી એક ઐતિહાસિક ઇમારતને બહારથી યથાવત રાખી છે.


લંડનની જગવિખ્યાત શોપિંગ સ્ટ્રીટમાંનો આ સ્ટોર યુરોપના સૌથી વિશાળ સ્ટોર્સમાંનો એક છે.

અમેરિકાના ચિકાગોમાંનો એપલનો સ્ટોર, તેનાં રીટેઇલ લોકેશન્સમાં એક નવી જનરેશન શરૂ કરતો હોવાનું કહેવાય છે. અહીં કાચની દીવાલ પણ કાર્બન-ફાઇબરની છત રચવામાં આવી છે. અહીં પણ સ્ટોરની અંદર-બહારની સીમા શક્ય એટલી ભૂંસવાનો પ્રયાસ કરાયો છે.

ન્યૂયોર્ક શહેરમાં એપલના આઠ શોરૂમ છે તેમાંનો આ સૌથી વિખ્યાત છે. આ ગ્લાસક્યૂબ સંપૂર્ણપણે કાચના આધારે જ ઊભો છે.

સિંગાપોરના આ સ્ટોરની વિશેષતા એ છે કે તેમાં ૧૨૦ ફીટના કાચના આવરણની તદ્દન નજીક જાળવી રખાયેલાં વૃક્ષો સ્ટોરની બહાર અને અંદર બંને બાજુ હોવાનો આભાસ રચે છે

બીજિંગમાંનો આ સ્ટોર એપલના અન્ય સ્ટોર્સ કરતાં ખાસ્સો જુદો પડે છે. તેમાં કાચ કરતાં સ્ટેનલેસ સ્ટીલનો વધુ ઉપયોગ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!