(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇન્સ્ટાગ્રામનો ક્રિએટિવ ઉપયોગ કરો, આ રીતે…

ઇમેજ શેરિંગ પર વધુ ફોકસ ધરાવતી ઇન્સ્ટાગ્રામમાં ઇમેજ સામે રમવાનાં જુદાં જુદાં ટૂલ્સ પણ મળે છે.

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ – આ ત્રણેય આમ સોશિયલ મીડિયા એપ્સ કહેવાય, પણ ત્રણેયના પ્રકારના એકમેકથી ખાસ્સા જુદા. ત્રણેયમાં ફેસબુક સૌથી જૂની સર્વિસ અને ફેસબુકને પોતાની ‘વધતી ઊંમર’ ધ્યાનમાં આવી એટલે જ તેણે વર્ષ ૨૦૧૨માં ઇન્સ્ટાગ્રામ સર્વિસ ખરીદી અને ત્યાર પછી વર્ષ ૨૦૧૪માં વોટ્સએપ ખરીદી લીધી.

આ ત્રણેય એપ અંતે તો લોકોને એકમેકના લાઇવ કોન્ટેક્ટમાં રહેવાની તક આપે છે, પણ ત્રણેયનું ટાર્ગેટ ઓડિયન્સ ખાસ્સું જુદું છે. અત્યારે ફેસબુક પર મિક્સ પ્રકારના લોકો, વોટ્સએપ પર ફેમિલી ઓડિયન્સ અને ઇન્સ્ટાગ્રામ પર યંગ ક્રાઉડ વધુ સક્રિય છે. ચર્ચાનો લાંબો દોર ચલાવવો હોય એ લોકોની ફેસબુક પર ભીડ જામે, ટૂંકી વાતચીત કે ફોરવર્ડેડ કન્ટેન્ટ આપલેથી સંતોષ માનવો હોય એ લોકો વોટ્સએપ પર વધુ સક્રિય રહે, પણ દુનિયાના અલગ અલગ ટ્રેન્ડ્સ સાથે રહેવું હોય એવા લોકો ઇન્સ્ટાગ્રામ પર વધુ એક્ટિવ રહે.

અગાઉ, ઇન્સ્ટાગ્રામમાં સાદા ઇમેજી શેરિંગ પર ભાર હતો. ફેશનનો નવો લૂક અપનાવ્યો? જુદી કેક બનાવી? રેસ્ટોરાંમાં અલગ ડીશ ટ્રાય કરી? હિલસ્ટેશન પર સનસેટની ઇમેજ ક્લિક કરી? ઇન્સ્ટાગ્રામ પર ઇન્સ્ટન્ટલી શેર કરો, સૌની લાઇક્સ મેળવો અને આગળ વધી જાઓ. હવે ઇન્સ્ટાગ્રામ આ જૂની ઘરેડમાંથી બહાર આવી ગઈ છે. તે બ્રાન્ડ બિલ્ડિંગ અને માર્કેટિંગ, પ્રમોશન વગેરે માટેનું હેપ પ્લેસ બની ગયું છે. એ કારણે તેમાં ફક્ત ઇમેજને બદલે, વિવિધ રીતે કન્ટેન્ટ ક્રિએશનનાં વિવિધ ટૂલ્સ મળવા લાગ્યાં છે. ઇન્સ્ટા પર ફોકસમાં તો હજી પણ ઇમેજ જ છે, પણ તેની સાથે જુદી જુદી ઘણી રીતે એંગેજિંગ કન્ટેન્ટ બનાવીને શેર કરી શકાય છે.

લેઆઉટ ક્રિએશન

ઇન્સ્ટાગ્રામમાં થોડા સમય પહેલાં અલગ અલગ પ્રકારનું કન્ટેન્ટ એક જ પોસ્ટમાં શેર કરવું મુશ્કેલ હતું પરંતુ હવે વાત બદલાઈ ગઈ છે. હવે ઇન્સ્ટાગ્રામમાં સ્લાઇડ શો બનાવવો શક્ય છે અને એક જ પોસ્ટમાં એકથી વધુ ઇમેજિસ ઉમેરી શકાય છે. ઇન્સ્ટાગ્રામની લેઆઉટ એપનો પણ ઉપયોગ કરો તો રોજિંદી ઇમેજ, એકથી વધુ ઇમેજના કોલાજ, વીડિયો, ટેકસ્ટ વગેરે બધાનો ઉપયોગ કરીને તમારા ફોલોઅર્સને વધુ રસ પડે તેવી એવી પોસ્ટ બનાવી શકાય છે.  કોઈ સોફ્ટવેરનો ઉપયોગ સમજાવવો હોય કે પછી રેસિપી, મેકઅપ વગેરેની વાત કરવી હોય તો આ પ્રકારનું અલગ અલગ મીડિયાનું કોમ્બિનેશન કરી શકાય.

અલગ એપ્સ ટ્રાય કરો

તમારા ફોટોઝને કંઈક આગવું સ્વરૂપ આપવા માટે ખાસ ઇન્સ્ટાગ્રામ માટે બનેલી અલગ અલગ એપનો પણ ઉપયોગ કરી શકાય. જેમ કે જાયન્ટ સ્કવેર નામની એક એપ એક જ ફોટોને ૩, ૬ કે ૯ ચોરસ ખાનાની ગ્રિડમાં ફેરવી નાખે છે. આ રીતે એક જ ફોટાના અલગ અલગ ટુકડા કર્યા પછી તેને તમારે ઇન્સ્ટાગ્રામ પર અલગ અલગ અપલોડ કરવા પડશે. પરંતુ પરિણામ મજાનું હશે.

ઇમેજીસની ચોક્કસ થીમ

ઇન્સ્ટાગ્રામ પર જો તમે જુદા જુદા અનેક પ્રકારના લોકો કે એકાઉન્ટ્સને ફોલો કરતા હશો તો તેમાં જોશો તેમ અમુક એકાઉન્ટમાં શેર થયેલી ઇમેજિસ તમારા મનમાં એ એકાઉન્ટની એક અલગ ઓળખ ઊભી કરે છે. કારણ એ છે કે એ એકાઉન્ટના ક્રિએટરે ધડાધડ ઇમેજિસ લઈને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવાને બદલે દરેક ઇમેજ પર કાળજીપૂર્વક કામ કર્યું હોય છે. આથી આવા એકાઉન્ટ પર પોસ્ટ થતી ઇમેજિસમાં અમુક આગવા પ્રકારની સીનર્જી કે સમાનતા જોવા મળે છે. ઇન્ટરનેટ પર હવે ડિઝાઇનિંગ કે ઇમેજિસ ક્રિએશન માટેના સંખ્યાબંધ ફ્રી અને પેઇડ ટૂલ્સ ઉપલબ્ધ છે. તમે તેમાંથી કોઈની મદદ લઈને તમારી ઇમેજિસ માટે આવી આગવી ઓળખ ઊભી કરી શકો છો. થોડા થોડા સમયે ઇમેજિસનું સ્ટાઇલિંગ બદલતા રહેશો તો યૂઝર્સમાં હવે કેવું સ્ટાઇલિંગ જોવા મળશે તેની ઉત્કંઠા જાગશે.

સ્લાઇડ શો

ઇન્સ્ટાગ્રામ પર સ્લાઇડ શો ખાસ્સા પોપ્યુલર થઈ રહ્યા છે. આ ફીચરની મદદથી દરેક પોસ્ટમાં ફક્ત એક ઇમેજ મૂકવાને બદલે ૧૦ ની મર્યાદામાં ફોટો, વીડિયો કે બુમરેંગ્સ ઉમેરી શકાય છે. ઘણા લોકો બિફોર અને આફટર (જેમ કે અલગ હેરસ્ટાઇલ કે પછી મેકઅપ કે વજનમાં વધ-ઘટ બતાવતા) ફોટોઝ શેર કરવા માટે સ્લાઇડ શો ફીચરનો સરસ રીતે ઉપયોગ કરી જાણે છે.

એકમેકનું પ્રમોશન

લોકડાઉન દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર ઘણા બધા લોકોએ અલગ અલગ ક્ષેત્રોમાં એક્ટિવ લોકોના ઇન્ટરવ્યુ ઇન્સ્ટાગ્રામ પર લાઇવ શેર કરવાનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. એ જ રીતે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝનો પણ ઘણા લોકો એકદમ ક્રિએટીવ ઉપયોગ કરે છે. ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર એકબીજાના એકાઉન્ટને પ્રમોટ કરવા માટે આવા લોકો પોતાના એકાઉન્ટથી કોઈ મજાની વાત વીડિયો સ્વરૂપે શેર કર્યા પછી તેના અંતે કંઈક સસ્પેન્સ ઊભું કરે છે અને એ જોવા માટે પોતાના કોઈ મિત્રના એકાઉન્ટ પર મોકલે છે. ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીઝમાં અન્ય યૂઝર્સને ટેગ કરી શકાતા હોવાથી આવું થઈ શકે છે. તમે ઇન્સ્ટાગ્રામ પર પોતાનુું પર્સનલ  અને બિઝનેસ માટેના અલગ અલગ એકાઉન્ટ્સ ધરાવતા હો તો એનો પણ આવી ક્રિએટીવ રીતે ઉપયોગ કરી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!