(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સફરના પ્રારંભે, ફેબ્રુઆરી ૨૦૧૨માં કરેલી વાત…

`સાયબરસફર’ની દેખીતી શરૂઆત જાન્યુઆરી ૨૦૦૮માં `દિવ્ય ભાસ્કર’ દૈનિકની બુધવારની `કળશ’ પૂર્તિમાં થઈ, પણ એનાં વિચારબીજ એથી ઘણાં વર્ષ પહેલાં રોપાયું હતું.

કોમ્પ્યુટર સાથે પહેલવહેલી નિકટની ઓળખાણ ૧૯૯૩માં થઈ. નવી દિલ્હીમાં ઇન્ડિયા ટુડે (ગુજરાતી)ની ઓફિસમાં પંજાબી ઓપરેટર્સ ગુજરાતી મેગેઝિનનું પેજસેટિંગ કરતા અને અમે ગુજરાતી ટ્રેઇનીઝ બાજુની ચેરમાં બેસીને એમનું માથું ખાતા. બંને એકબીજાની વાત સમજે નહીં. જાતે જ કોમ્પ્યુટર પર કામ કરતાં શીખ્યા વિના કોઈ રસ્તો નહોતો. એ દિવસોથી કોમ્પ્યુટર સાથે ગાઢ નાતો બંધાયો. ૨૦૦૦માં પહેલી વાર મારા ઘરના એક ખૂણામાં કોમ્પ્યુટર ગોઠવાયું ત્યારે ડાયલ અપ નેટ કનેક્શનનો જમાનો હતો. નેટ કનેક્શન ચાલુ કરી, બ્રાઉઝરમાં ઈમેઇલ પ્રોગ્રામ ઓપન કરીને ફક્ત ટેક્સ્ટ ધરાવતો મેઇલ મોકલવો એ પણ એક ભગીરથ કામ બને એવો એ સમય હતો. સમય જતાં કારકિર્દી એવી જુદી જુદી દિશામાં ફંટાઈ કે જુદી જુદી ભાષા, અને જુદા જુદા પ્રોગ્રામ્સમાં કામ કરવાનું થતું રહ્યું.

આ બધાને કારણે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનાં વિવિધ પાસાંમાં વધુ ને વધુ ઊંડા ઊતરવાનું થયું. સદ્ભાગ્યે મિત્રો પણ એવા મળ્યા જેમણે સમજણ કેળવવામાં સીધી મદદ કરી, અથવા ઉકેલ શોધવા પડે એવા નવા પ્રશ્નો આપ્યા!`સાયબરસફર’ની શરૂઆત પહેલાંની આ આખી સફરમાં એક વાત બરાબર સમજાઈ કે જે મજા પ્રશ્નો અને તેના ઉકેલ શોધવામાં છે, એ પ્રશ્નોની ગેરહાજરી કે સહેલા ઉપાયોમાં નથી. જિજ્ઞાસા જીવંત રાખવાનું પહેલું પગથિયું પ્રશ્નો છે. `સાયબરસફર’ કોલમ, વેબસાઇટ કે હવે એ મેગેઝિન સ્વરૂપે વિસ્તરી રહી છે ત્યારે પણ એના હાર્દમાં, કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ સાથેની ઓળખાણ વધુ ગાઢ બનાવવા માગતા લોકોને મદદરૂપ થવાનો અને ગમતાંનો ગુલાલ કરવાનો હેતુ રહ્યો છે.`સાયબરસફર’ માત્ર ઇન્ટરનેટને લગતી ટિપ્સ કે ટેક્નોલોજીને લગતા બધા પ્રશ્નોના ઉત્તર નહીં આપે (કે આપી શકશે નહીં), પણ નવા પ્રશ્નો જરૂર ઊભા કરશે!

તમે જો `સાયબરસફર’ના નિયમિત સહયાત્રી હશો તો કદાચ નોંધ્યું હશે કે તેમાં વાત ભલે ઇન્ટરનેટની થતી હોય, પણ તેના મૂળમાં શિક્ષણને શાળાની બહાર વિસ્તારવા પર ભાર આપવામાં આવે છે – હળવાશથી!હમણાં ઇન્ટરનેટ પર જ એરિક હોફર નામના લેખક-વિચારકના શબ્દો વાંચ્યા, “શિક્ષણનું મુખ્ય કાર્ય શીખવાની ઇચ્છા જગાવવાનું અને એની સુવિધા ઊભી કરી આપવાનું છે, શિક્ષણનું કામ શિક્ષિત નહીં, પણ શીખતા રહેતા લોકો પેદા કરવાનું છે. ખરેખરો માનવીય સમાજ એ જ કહેવાય જેમાં દાદા-દાદી, માતા-પિતા અને બાળકો સૌ વિદ્યાર્થી હોય.

`સાયબરસફર’ આ શબ્દોને અનુસરવાની મથામણ છે. ઇન્ટરનેટ એટલું વિશાળ અને વ્યાપક માધ્યમ છે કે એમાં સૌને માટે કંઈક તો છે જ. શાળામાં શિક્ષકોને ઉપયોગી થાય એવું અને એેની બહાર, દરેક વયના સાચા વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવું ખૂબ બધું છે ઇન્ટરનેટ પર. પહેલાંના સમયમાં માહિતી જ આટલી હાથવગી નહોતી, હવે માહિતી તો છે, આપણે માહિતીથી જ્ઞાન સુધીની અને જ્ઞાનથી વ્યાપક-વિસ્તૃત સમજ સુધીની સફર આરંભવાની છે.આશા છે, આપણી સહિયારી સફર આનંદદાયી રહેશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!