(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જ્યાં જવું છે તે જગ્યા ખુલી છે કે નહીં તે જાણો

તમારે કોઈ દુકાન, રેસ્ટોરાં કે ઓફિસે જવાનું હોય અને લોકડાઉન-અનલોકની ગૂંચવણમાં, એ જગ્યા અત્યારે ખુલ્લી હશે કે નહીં એની મૂંઝવણ થાય છે?

એ જગ્યાનો ફોન નંબર હોય તો સીધો ફોન કરીને પૂછી શકાય, બીજો એક ઉપાય ગૂગલને પૂછવાનો છે. એમાં પણ, સીધી મેપ્સ એપ ઓપન કરીને તેમાં એ જગ્યા સર્ચ કરશો તો મોટા ભાગે તેનું લિસ્ટિંગ મેપ્સમાં હશે જ અને તેમાં અત્યારે એ જગ્યા ખુલ્લી છે કે નહીં અને સાંજે ક્યારે બંધ થશે એ જાણી શકાશે.

કોરોનાની અસરથી, એ જગ્યા કામચલાઉ બંધ હોય તો એ પણ જાણી શકાશે. હા, એ બિઝનેસ પોતાના કામકાજના કલાકો અપટેડ કરે તો એ જાણી શકાશે, તેમ જ અન્ય લોકો તેમની જાણીકારી મુજબ ફેરફાર જણાવે (જેમ કે કોઈ બિઝનેસ હવે તદ્દન બંધ થઈ ગયેલ હોય તો તેમ), તો એ પણ મેપ્સમાં જોઈ શકાશે.

ડિસેમ્બર ૨૦૧૬ના અંકમાં વાત કરી હતી તેમ, ગૂગલ મેપ્સમાં ‘પોપ્યુલર ટાઇમ્સ’ નામની સુવિધા છે, જેની મદદથી, જે તે જાણીતા સ્થળે અઠવાડિયા દરમિયાન અને આ ઘડીએ કેટલી ભીડ હોય છે કે અત્યારે છે એ પણ જાણી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!