માઇક્રોસોફ્ટ ઓફિસના લાંબા સમયથી ઉપયોગ કરતા લોકોનો અનુભવ હશે કે માઇક્રોસોફ્ટ ઓફિસના ૨૦૦૭ વર્ઝનથી તેમાં સાદા મેનૂને બદલે મથાળે રિબનનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો.
રિબનથી આ પ્રોગ્રામ્સનો ઉપયોગ ખાસ્સો સરળ બન્યો અને આપણે જે કંઈ ફેરફાર કરવા હોય તે વિઝ્યુઅલ ફોમમાં જોઈ શકાય એવું શક્ય બન્યું. જોકે શરૂઆતમાં રિબનનો ઉપયોગ યૂઝરને ગૂંચવણભર્યો લાગ્યો હતો.
એમએસ ઓફિસ પ્રોગ્રામ્સમાં લાંબા સમય સુધી ટક્યા પછી હવે રિબન પણ વિદાય લે તેવી શક્યતા છે. કંપની ‘ફ્લ્યુઅન્ટ ડિઝાઇન’ તરીકે ઓળખાતી હાલની ડિઝાઇન લેંગ્વેજ અનુસાર માઇક્રોસોફ્ટના વિવિધ પ્રોગ્રામ્સની ડિઝાઇનમાં મોટા ફેરફાર લાવી રહી છે. એમએસ ઓફિસના ડેસ્કટોપ પ્રોગ્રામ્સ અને મોબાઇલ એપ્સનો યૂઝર ઇન્ટરફેસ (યુઆઈ) બદલાશે. આ નવા યુઆઇમાં રિબનને સ્થાને અલગઅલગ ટૂલબાર્સ આવશે અને આ ટૂલબાર્સની જગ્યા યૂઝર પોતાની મરજી અનુસાર બદલી શકશે.
અલબત્ત આ ફેરફારો આપણા સુધી ક્યારે પહોંચશે તે વિશે હજી સ્પષ્ટતા નથી.102
