(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, વોટ્સએપની મદદથી!

વોટ્સએપ પેમેન્ટ ભલે અટવાઈ ગયું, તેમાં આર્થિક લેવડદેવડના નવા રસ્તા શોધાવા લાગ્યા છે!

ફોન રિચાર્જ કરવો, લાઇટનાં બિલ ભરવાં, ઇન્સ્યોરન્સનાં પ્રીમિયમ ભરવાં વગેરે બધાં કામ હવે બહુ સહેલાઈથી ઓનલાઇન થઈ શકે છે. એ માટે આપણે પેટીએમ કે ફોન પે કે યુપીઆઈ જેવી કોઈ એપની મદદ લેવી પડે એ તો આપણે જાણીએ છીએ.

એ જ રીતે, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પણ ઓનલાઇન થઈ શકે છે, પણ એ કામ વોટ્સએપની મદદથી થઈ શકે તો?!

વિવિધ ઓનલાઇન પેમેન્ટ્સ એપનો ઉપયોગ કરવામાં હજી પણ ઘણા લોકોને ઘણી તકલીફ પડે છે, પણ વોટ્સએપમાં મેસેજની ધડાધડ આપ-લે કરતાં તો દાદા-દાદી સહિત સૌ કોઈને આવડે છે!

વોટ્સએપમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ)ની મદદથી મેસેજની જેમ જ રકમની આપ-લે થઈ શકે તેવી વ્યવસ્થા તદ્દન તૈયાર છે, પણ કેટલીક કાયદાકીય ગૂંચવણોને કારણે તે અટવાઈ પડી છે. એ દરમિયાન ‘વિનફિન’ નામની કંપનીએ ગયા વર્ષથી અને ‘મોતીલાલ ઓસવાલ એસેટ મેનેજમેન્ટ’ કંપનીએ હમણાં  વોટ્સએપની મદદથી મ્યુચ્યુઅલ ફંડની ખરીદી શક્ય બનાવતાં પ્લેટફોર્મ શરૂ કરી દીધાં છે.

આ પ્લેટફોર્મની મદદથી કંપનીના વર્તમાન કે નવા ગ્રાહકો એક સામટી કોઈ નિશ્ચિત રકમથી અથવા સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ્સ પ્લાન (એસઆઇપી સ્વરૂપે) મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે.

એ ખાસ નોંધવા જેવું છે કે આ વ્યવસ્થા આવી રહેલી વોટ્સએપ પેમેન્ટ સર્વિસનો કોઈ ભાગ નથી.

મોતીલાલ ઓસવાલની પદ્ધતિ

  • વોટ્સએપ પર મોતીલાલ ઓસવાલ કંપની દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની પદ્ધતિ આ મુજબ છેઃ
  • આપણે મોબાઈલમાં મોતીલાલ ઓસવાલ એસેટ મેનેજમેન્ટ કંપનીનો નંબર (+૯૧ ૯૩૭૨૨૦૫૮૧૨) સેવ કરવાનો રહેશે.
  • વોટ્સએપમાં જઇને આ નંબર પર ‘હાઇ’ જેવો કોઈ મેસેજ મોકલવાનો રહેશે.
  • અહીંથી આગળ કંપની દ્વારા એક પછી એક સૂચનાઓ મળતી જશે.
  • આપણો પાન નંબર આપ્યા પછી કેટલું રોકાણ કરવું છે, ક્યા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું છે વગેરે બાબતો પસંદ કરી શકાશે.
  • આ વિધિ પૂરી થયા પછી કંપની તરફથી આપણને એક પેમેન્ટ લિંક મોકલવામાં આવશે. જેને ક્લિક કરીને આપણે સામાન્ય રીતે ઓનલાઇન પેમેન્ટ કરીએ છીએ, એ જ રીતે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે પેમેન્ટ કરવાનું રહેશે.

વિનફિન કંપનીની પદ્ધતિ

  • https://www.wishfin.com/mutual-fund/how-to-start-sip-via-whatsapp-chat/ પેજ પર જઈને આપણો ફોન નંબર આપવાનો અને શરતો સ્વીકારવાની.
  • આથી કંપની વોટ્સએપ પર આપણો સંપર્ક કરશે અને અહીં ફરી શરતો સ્વીકારવાની!
  • પોતાનો પાન આપવાનો, રોકાણ માટેનું લક્ષ્ય અને રકમ જણાવી, જે ફંડ સૂચવવામાં આવે તેમાંથી કોઈ એક પસંદ કરવાનું.
  • એસઆઇપી શરૂ કરવાની તારીખ પસંદ કરવાની.
  • પોતાની વ્યક્તિગત માહિતી, ઇ-મેઇલ, વાર્ષિક આવક, બેન્ક વિગતો જણાવવાની.
  • આપેલી વિગતો સાચી હોવાનું કન્ફર્મ કરવાનું.

આટલું કરવાથી આ કંપની દ્વારા, આપણે પસંદ કરેલ મ્યુચ્યુઅલ ફંડમાં આપણી એસઆઇપી શરૂ થાય છે અને આપણા બેન્ક ખાતામાંથી એ માટે રકમ કપાવાનું શરૂ થાય છે.


આ પ્રકારની સર્વિસીઝ વોટ્સએપનો ઉપયોગ માત્ર કસ્ટમર સાથેના પ્રાથમિક સંપર્ક માટે કરે છે. ત્યાર પછી ચેટબોટ (ચેટબોટ વિશે વધુ જાણો ‘સાયબરસફર’ નવેમ્બર ૨૦૧૬ અંકમાં)  દ્વારા કંપની આપણને વોટ્સએપ પર જ મ્યુચ્યુઅલ ફંડના વિવિધ વિકલ્પો દર્શાવે છે અને આપણી વિગતો મેળવે છે. ત્યાર પછીનું મૂળ પેમેન્ટનું કામ વોટ્સએપની બહાર થાય છે.

અત્યાર સુધી આ પ્રકારે ચેટબોટ દ્વારા સંભવિત ગ્રાહકોનો સંપર્ક કરીને તેમને જુદી જુદી ચીજવસ્તુઓ ઓફર કરીને ઓનલાઇન શોપિંગ કરાવવા માટે ફેસબુકની મેસેન્જર એપનો વધુ ઉપયોગ થતો આવ્યો છે.

આવનારા સમયમાં વોટ્સએપ પર આ રીતે જુદી જુદી અનેક ચીજવસ્તુનું શોપિંગ શક્ય બનશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!