(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફાઇલ્સનું જુદા જુદા ફોર્મેટમાં કન્વર્ઝન

આજના ડિજિટલ સમયમાં આપણે અનેક પ્રકારના ફાઇલ ફોર્મેટસાથે કામ કરવાનું થતું હોય છે. ઘણી વાર એવું બને કે આપણને કોઈ વર્ડ, એક્સેલ ફાઇલ મળી હોય અને તેની આપણે પીડીએફ બનાવવાની હોય અથવા જેપીજી ઇમેજમાંથી પીડીએફ બનાવવાની હોય કે પીડીએફમાંથી માત્ર ટેકસ્ટ જોઇતી હોય. અથવા એવું પણ બની શકે કે આપણને કોઈ પીડીએફ ફાઇલ મળી હોય અને આપણે તેને તેના મૂળ ફોર્મેટ વર્ડ કે એક્સેલમાં ફેરવવાની હોય.

આ પ્રકારના ફાઇલ કે ફોર્મેટ કન્વર્ઝન માટે ઇન્ટરનેટ પર સંખ્યાબંધ ટૂલ ઉપલબ્ધ છે.

આ બધાં ટૂલ લગભગ એક સરખી રીતે કામ કરે છે. આપણે તેમાં આપણી ફાઇલ અપલોડ કરવાની અને તેને કયા ફોર્મેટમાં જોઇએ છે તે કહેવાનું. એ ઓનલાઇન સર્વિસ ફાઇલ કન્વર્ટ કરી આપે અને પછી ત્યાંથી જ ડાઉનલોડની લિન્ક આપે અથવા આપણું ઇમેઇલ માગીને તેમાં કન્વર્ટેડ ફાઇલ મોકલી આપે.

ફાઇલ કન્વર્ઝન કેટલું સફળ થશે તેનો આધાર જે તે મૂળ ફાઇલ કેવી રીતે તૈયાર કરવામાં આવી છે તેના પર છે. આથી એ દૃષ્ટિએ કઈ ઓનલાઇન સર્વિસ વધુ સારી એ કહેવાનો અર્થ નથી કારણ કે લગભગ બધી સર્વિસમાં પરિણામ એકસરખું મળે છે.

આમ છતાં, તમે easypdf.com જેવી સર્વિસ તપાસી શકો. તેમાં કોઈ પણ પ્રકારની જાહેરાત નથી એટલે ભૂલથી ખોટી લિન્ક પર ક્લિક કરવાનું જોખમ નથી. ઉપરાંત આ સર્વિસ ઓસીઆર ટેકનોલોજીનો ઉપયોગ પણ કરતી હોવાથી તેમાં સ્કેન કરેલ પીડીએફ ડોક્યુમેન્ટને પણ કન્વર્ટ કરી શકાય છે. ‘સાયબરસફર’ના ટેસ્ટમાં અન્ય સર્વિસ કરતાં તેનું પરિણામ બહેતર હતું.

2 responses

  1. મારી જરૂરિયાત છે કોઈપણ ફાઇલ ને પીડીએફ ફાઇલ માં કન્વર્ટ કરવી છે પણ રીડ ઓન્લી ( સામે વાળા મારી ફાઇલ ને કોપી અથવા તો text સિલેક્ટ ના કરી શકે) અને .પીડીએફ ફાઇલ પાસવર્ડ પ્રોટેક્ટ કેવી રીતે થાય તેની જાણકારી જોઈએ છે
    આભાર.

    1. નિરજભાઈ, વિવિધ ફ્રી અને ઓનલાઇન સર્વિસની મદદથી તમે કોઈ પણ ફાઇલને પીડીએફમાં કન્વર્ટ કરી શકો છો. https://www.dopdf.com/ અને તેના જેવી બીજી ઘણી સાઇટ્સ પર ઉપલબ્ધ સોફ્ટવેર ડાઉનલોડ કરીને તમે તેમાંથી પીડીએફ ક્રિએટ કરી શકો છો. આવી ઘણી ખરી સર્વિસમાં પીડીએફ ક્રિએટ કરતી વખતે પાસવર્ડ પ્રોટેક્શન આપી શકાય છે. પરંતુ, જો તમારી ફાઇલ મેળવનાર વ્યક્તિ ફાઇલ અને તેની સાથોસાથ પાસવર્ડ પણ શેર કરો તો તેનો કોઈ અર્થ રહેતો નથી.
      પીડીએફ ફાઇલને કોપી ન કરી શકાય એવું કરવું લગભગ અશક્ય છે. ડિજિટલ રાઇટ્સ મેનેજમેન્ટથી એ શક્ય થઈ શકે, પણ એ બહુ જ અટપટું છે, ફાઇલ ક્રિએટ કરનાર માટે તથા વાંચનાર બંને માટે.
      હા, જો તમે કોરલડ્રો જેવા સોફ્ટવેરમાં બનાવેલ ટેક્સ્ટની પીડીએફ ફાઇલ બનાવો, તો તેમાં ટેક્સ્ટને કન્વર્ટ-ટુ-કર્વ કરવાની સગવડ હોય છે. અથવા દરેક પેજની ઇમેજ બને અને તેમાંથી પીડીએફ બનાવો તો તેમાંની ટેક્સ્ટ કોપી ન થઈ શકે એવું શક્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!