(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

નોટપેડ અને વર્ડપેડ વચ્ચે શું તફાવત છે?

ઘણી વાર ‘સાયબરસફર’ના વાચકો તરફથી એવા રસપ્રદ સવાલો આવી પડે છે કે એ વાંચીને ખરેખર ખુશાલી થાય! કમ્પ્યુટરનો ઉપયોગ કરતા સરેરાશ લોકો નોટપેડ સુધી પહોંચતા જ નથી ત્યારે નોટપેડ અને વર્ડપેડ વચ્ચેનો તફાવત જાણવાની જિજ્ઞાસા દર્શાવે છે કે હવે લોકો રોજબરોજની ટેકનોલોજીમાં ખરેખર ઊંડા ઊતરી રહ્યા છે.

નોટપેડ અને વર્ડપેડમાં નોટપેડનો ઉપયોગ વધુ સામાન્ય છે તેમ છતાં ઘણા લોકો તેનાથી પણ અજાણ હોય છે. કમ્પ્યુટરમાં કંઈ પણ ટાઇપ કરવાની વાત આવે ત્યારે મોટા ભાગના લોકો એમ જ માનતા હોય છે કે એ માટે માઇક્રોસોફ્ટ વર્ડ પ્રોગ્રામ એ જ એક વિકલ્પ છે.

પરંતુ એવું નથી. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ ટેકસ્ટ ટાઇપ કરવા અને એડિટ કરવા માટે આપણને નોટપેટ અને વર્ડપેડ સ્વરૂપે બે પાયાની સુવિધા આપે છે.

નોટપેડ

નોટપેડ એટલે કમ્પ્યુટરમાં ટેકસ્ટ ટાઇપ કરવાની કે એડિટ કરવાની સૌથી પાયાની સુવિધા. કી-બોર્ડ પર વિન્ડોઝ કી દબાવીને સર્ચ બોક્સમાં નોટપેડ લખીને કે સ્ટાર્ટ મેનૂમાં પ્રોગ્રામ્સ લિસ્ટમાં નોટપેડ શોધીને તેના પર ક્લિક કરીએ એટલે તદ્દન કોરું પેજ ઓપન થાય.

તેમાં મથાળે માત્ર ફાઇલ, એડિટ, ફોરમેટ, વ્યૂ અને હેલ્પ એમ પાંચ જ મેનૂ આઇટમ જોવા મળે. તેમાં વર્ડ જેવા ટેકસ્ટ ફોર્મેટિંગ કે અન્ય ફીચર્સનો તદ્દન અભાવ છે. નોટપેડનું મુખ્ય કામ માત્ર અને માત્ર, કોઈ અંતરાય વિના ફટાફટ ટાઇપ કરવાની સુવિધા આપવાનું છે.

તેના ફોર્મેટ મેનૂમાં આપણને આપણે લખેલી ટેકસ્ટને ‘વર્ડ રેપ’ કરવાની સુવિધા મળે છે. તેને ઓન રાખીએ તો ટેકસ્ટ વિન્ડોનો જમણો છેડો આવ્યા પછી પણ આગળ ટાઇપ થવાનું ચાલુ રહે છે. આપણે એન્ટર કી પ્રેસ કરીએ એ પછી નવા પેરેગ્રાફમાં નવી લીટી શરૂ થાય છે.

કોઈ ફીચર્સ વિનાની નોટપેડની કોરી કટ સર્વિસ હેતુપૂર્વકની છે. જ્યારે આપણે તેમાં ટેકસ્ટ ટાઇપ કર્યા પછી ફાઇલને સેવ કરીએ ત્યારે તે .txt  એવા ફોર્મેટમાં સેવ થાય છે. આ પ્લેઇન ટેકસ્ટ માટેનું ફાઇલ ફોર્મેટ છે એટલે કે નોટપેડમાંની ટેકસ્ટ કોઈ પણ પ્રકારના ફોર્મેટિંગ વગર સેવ થાય છે. તેનો ફાયદો એ છે કે આ ફાઇલમાંની ટેકસ્ટ ગમે તે સોફ્ટવેર કે ઓપરેટિંગ સિસ્ટમમાં સહેલાઇથી ઇમ્પોર્ટ કરી શકાય છે.

અગાઉ પ્રોગ્રામર્સ તેમના પ્રોગ્રામનો સાદો કોડ લખવા નોટપેડ વાપરતા, પરંતુ હવે એ માટે noteped++ કે માઇક્રોસોફ્ટના જ વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ જેવા સોફ્ટવેરનો વધુ ઉપયોગ થાય છે.

પ્રોગ્રામર્સ સિવાયના સરેરાશ લોકો કંઈ પણ ફટાફટ નોંધી લેવું હોય તો એ માટે નોટપેડનો ઉપયોગ કરે છે. તમે એક પ્રોગ્રામમાં ટાઇપ કરેલી ટેકસ્ટ બીજા કોઈ પણ પ્રોગ્રામમાં કોઈ પણ ફોર્મેટિંગ વગર કોપી-પેસ્ટ કરવા ઇચ્છતા હો ત્યારે નોટપેડ કામ લાગે. એ માટે પહેલા પ્રોગ્રામમાંથી ટેકસ્ટ કોપી કરીને તેને નોટપેડમાં પેસ્ટ કરી, ત્યાંથી ફરી બીજા પ્રોગ્રામમાં લઈ જવાથી ટેકસ્ટમાં ફોર્મેટિંગને કારણે આવતા વિવિધ અવરોધો ટાળી શકાય છે.


વર્ડપેડ

વર્ડપેડ છેક વિન્ડોઝ ૯૫ના સમયથી વિન્ડોઝનો ભાગ છે, છતાં તે લોકો માટે નોટપેડ કરતાં પણ વધુ અજાણી સુવિધા છે. વર્ડપેડ એ અત્યંત ફીચરરીચ માઇક્રોસોફ્ટ વર્ડનું બેઝિક સ્વરૂપ છે.

જો તમે નિયમિત રીતે માઇક્રોસોફ્ટ વર્ડમાં ટેકસ્ટ ટાઇપ કરીને ડોક્યુમેન્ટસ તૈયાર કરતા હો અને તમારી ટેકસ્ટ કે ડોક્યુમેન્ટનું વિવિધ રીતે ફોર્મેટિંગ કરતા હો તો વર્ડની સરખામણીમાં વર્ડપેડ તમને તદ્દન અપૂરતી સુવિધાઓ આપશે.

વર્ડપેડને નોટપેડ અને માઇક્રોસોફ્ટ વર્ડ વચ્ચેનો પ્રોગ્રામ ગણી શકાય. જો તમારી પાસે માઇક્રોસોફ્ટ વર્ડ હોય તો તમારે વર્ડપેડનો ઉપયોગ કરવાની જરૂર રહેતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!