વોટ્સએપમાં આપણા પર આવેલા મેસેજિસમાં કઈ ચેટ સ્ટોરેજમાં કેટલી જગ્યા રોકે છે તે જોવું છે?
એ માટે, ફોનમાં વોટ્સએપના સેટિંગ્સમાં ‘ડેટા એન્ડ સ્ટોરેજ યૂઝેજ’માં જાઓ. અહીં અલગ અલગ ગ્રૂપ અને વ્યક્તિઓ સાથેની ચેટને કારણે કેટલી જગ્યા રોકાય છે તે સૌથી વધુથી ઘટતા ક્રમમાં જોઈ શકાશે.
જે ચેટમાં વધુ જગ્યા રોકાયેલી હોય તેની સાફસૂફી માટે એ ચેટ પર ક્લિક કરો. આથી એ કોન્ટેક્ટ તરફથી આવેલ ટેકસ્ટ. ફોટોઝ, વીડિયો, ડોક્યુમેન્ટ વગેરેની સંખ્યા અને મીડિયાથી કેટલી જગ્યા રોકાય છે તે જોઈ શકાશે.
આ ચેટની સીધી સાફસૂફી કરવા માટે અહીં જ નીચે આપેલ ‘મેનેજ મેસેજિસ’ પર ક્લિક કરતાં તમે ઇચ્છો તે મીડિયા માટેનું ચેટબોક્સ ટીક રાખીને તેને એક સાથે દૂર કરી શકો છો.
પરંતુ દરેક મીડિયા પર નજર ફેરવીને તેને ડીલિટ કરવા માગતા હો તો એ કામ અહીંથી થશે નહીં.
એ માટે તમારે વોટ્સએના સેટિંગ્સમાંથી બહાર આવીને, જે તે ગ્રૂપ કે વ્યક્તિની ચેટ ઓપન કરવી પડશે. તેના મથાળે ગ્રૂપ કે વ્યક્તિના નામ પર ક્લિક કરતાં તેને સંબંધિત ઇન્ફર્મેશન જોવા મળશે.
અહીં મીડિયા વિભાગમાં એ ગ્રૂપ કે વ્યક્તિ તરફથી આવેલ અને ફોનમાં ડાઉનલોડ થયેલ ઓડિયો-વીડિયો, ડોક્યુમેન્ટસ અને લિન્કસ જોઈ શકાશે. અહીંથી તમને જે બિનજરૂરી લાગે તેને ડીલિટ કરી શકાય છે.
(‘સાયબરસફર’ તરફથી આવેલ મિનીગાઇડ પીડીએફ તમે ફોનમાં ડાઉનલોડ કરી હોય પરંતુ પછી એ પછી ફોનમાં શોધી જડતી ન હોય તો આ રીતે તેને વોટ્સએપમાં જ ફરી બહુ સહેલાઈથી શોધી શકાય છે!)

