(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઓળખો ‘લાખોમાં એક’ તર્જ

સરસ મજાનો ઝરમર વરસાદ વરસતો હોય, તમે બાલ્કનીમાં મસાલા ચાની ચૂસકી લઈ રહ્યા હો અને બાજુમાં કોઈના ઘરમાંથી, રેડિયો પર તમારા કોઈ મનગમતા ગીતની આછી ટ્યૂન સાંભળવા મળે, તો એ આખું ગીત સાંભળવાની મનમાં કેવી કસક ઊઠે? આજના સમયમાં, સ્માર્ટફોન ઉઠાવો અને યુટ્યૂબ કે સાવન, ગાના જેવી કોઈ પણ મ્યુઝિક એપમાં સર્ચ કરો એટલી વાર, પળવારમાં એ ગીત તમારા સ્માર્ટફોનમાં ગૂંજતું થાય.

તકલીફ ત્યારે થાય, જ્યારે એ ગીતની ટ્યૂન હૈયે હોય, પણ શબ્દો હોઠે ન હોય! શબ્દો જ યાદ આવતા ન હોય તો તમે એ ગીત સર્ચ કેવી રીતે કરો?

ઇન્ટરનેટ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી એનો પણ ઉપાય આપે છે!

ફરી સ્માર્ટફોન ઉઠાવો, તેમાં એક એપ ઇન્સ્ટોલ કરી લો. હવે જ્યારે પણ તમારા કોઈ ગમતા ગીતની ટ્યૂન સાંભળવા મળે અને તમે એ ગીત વિશે વધુ મહિતી મેળવવા માગતા હો તો ફોનમાં એ એપ ઓપન કરી, તેનું બટન ક્લિક કરો. એપ પોતાના ‘કાન’ સરવા કરીને પેલી ટ્યૂન ધ્યાનથી સાંભળશે અને ગણતરીની સેકન્ડમાં એ ગીતની વિગતો તમારી સામે હાજર થશે.

વિગતોમાં એ ગીતનું મુખડું, તેના ગાયક/ગાયિકા, સંગીતકાર, ફિલ્મ કે આલબમ, રીલિઝ થયાનું વર્ષ, ઇન્ટરનેટ પર તે ગીત સાંભળતું હોય તો ઓડિયોની લિંક, જોવું હોય તો વીડિયોની લિંક, ગીત ખરીદવું હોય તો તેની લિંક, કલાકારનો પરિચય, તેમનાં અન્ય લોકપ્રિય ગીતો, નજીકમાં તેમનો કોઈ કોન્સર્ટ થવાનો હોય તો તેની ટિકિટ્સ ખરીદવાની લિંક્સ… આ બધું જ સામેલ હશે!

આ એપ છે શઝામ (/www.shazam.com/)

૨૦૦૮માં એપલે તેનો નવો નવો એપ સ્ટોર લોન્ચ કર્યો, ત્યારે તેમાંની ગણી ગાંઠી એપ્સમાંની એક હતી આ શઝામ. આગળ જતાં, ૨૦૧૧માં આ કંપનીએ પોતાની સર્વિસમાં મ્યુઝિક ઉપરાંત ટીવી પ્રોગ્રામ્સ અને ટીવી એડ્સને પણ સામેલ કરી લીધી. પરિણામે, તમે કોઈ એડ જુઓ અને તેમાં જે સ્પેશિયલ ઓફર્સની વાત કરવામાં આવી હોય, તેની વધુ માહિતી જોઈતી હોય તો ફોનને એ જાહેરાત સંભળાવી દેવાની!

શઝામ એપ એટલી જ ઝડપથી હની સિંહથી લઈને લતા મંગેશકર અને તેમનાથી પણ આગળ કે. એલ. સાયગલનાં ગીતો પણ ફટાક દઈને ઓળખી બતાવે છે! હદ તો એ કે આ એપ ‘ઝાંઝરાવાળી તારા ભજનાનો…’ જેવો પાક્કો ગુજરાતી ગરબો કે રુદ્રાષ્ટકમ અને વિશ્વંભરી સ્તુતિ પણ આ એપ પારખી બતાવે છે!

કારણ એ છે કે ૨૦૧૩માં શઝામ કંપનીએ ભારતની લોકપ્રિય મ્યુઝિક સ્ટ્રીમિંગ સર્વિસ સાવન સાથે જોડાણ કર્યું હતું. પરિણામે સાવનના ડેટાબેઝમાંનાં લાખો હિન્દી, પંજાબી, ગુજરાતી, તમિલ, તેલુગુ, મરાઠી, બંગાળી, કન્નડ અને ભોજપૂરી ફિલ્મી-બિનફિલ્મ ગીતો, ગઝલ, ભજન વગેરે બધું શઝામના ડેટાબેઝમાં ઉમેરાઈ ગયું.

હવે આવી સુવિધા ગૂગલ આસિસ્ટન્ટ જેવા વર્ચ્યુઅલ આસિસ્ટન્ટમાં પણ ઉમેરાઈ ગઈ છે, પણ શઝામની મજા જુદી જ છે!


(‘સાયબરસફર’ના ઓગસ્ટ, ૨૦૧૬ અંકમાંથી  ટૂંકાવીને)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!