[vc_row][vc_column width=”2/3″][vc_column_text]આગળ શું વાંચશો?
- અંગ્રેજી અને ગુજરાતી ભાષાના ફોન્ટમાં તફાવત ક્યાં છે?
- યુનિકોડ ફોન્ટથી શું ફેર થયો?
- વિવિધ ફોન્ટને એકબીજામાં કન્વર્ટ કરી ન શકાય?
- તમારે કયા ફોન્ટ પસંદ કરવા જોઈએ?
સવાલ મોકલનાર : શાસ્ત્રી જિજ્ઞેશભાઈ પંડ્યા, મોરબી
વાચકમિત્ર જિજ્ઞેશભાઈનો મૂળ સવાલ એ છે કે તેમની પાસેની કેટલીક ફાઇલમાં, ગુજરાતી ચંદન, શ્રુતિ, ટેરા ફોન્ટ વગેરે જુદા જુદા ગુજરાતી ફોન્ટનો ઉપયોગ થયો છે, તો આ બધાને એક ફોન્ટમાં વાંચવાનો કે ટાઇપ કરવા માટે કોઈ વિકલ્પ હોય તો જણાવો.
આ સવાલનો વિસ્તૃત જવાબ જરૂરી છે, કેમ કે જે લોકોને ગુજરાતી ભાષાના ડિજિટલ સ્વરૂપ સાથે કોઈને કોઈ રીતે કામ કરવાનું થાય છે તેમને આ સવાલ વારંવાર ગૂંચવે છે.
ઇન્ટરનેટ પર અંગ્રેજી સિવાયની વિવિધ ભાષાઓ માટે યુનિકોડ ફોન્ટ હવે ખાસ્સા લોકપ્રિય થઈ ગયા છે. તેમ છતાં વિવિધ ભાષાના વિવિધ પ્રકારના ફોન્ટના ઉપયોગ અંગે મોટા ભાગના લોકોને ગૂંચવણ હોય છે. અહીં આપણે એ ગૂંચવણો ઉકેલવાનો પ્રયાસ કરીએ.[/vc_column_text][vc_toggle title=”અંગ્રેજી અને ગુજરાતી ભાષાના ફોન્ટમાં તફાવત ક્યાં છે?” style=”round” color=”green” custom_font_container=”tag:h3|text_align:left” custom_google_fonts=”font_family:Actor%3Aregular|font_style:400%20regular%3A400%3Anormal” use_custom_heading=”true”]સાદા શબ્દોમાં આપણે આ તફાવત સમજીએ. અંગ્રેજી ભાષામાં વિવિધ પ્રકારના ફોન્ટનો ઉપયોગ ઘણો સહેલો છે કારણ કે તેમાં ટાઇપ કરવા માટે એક જ પ્રકારની ઇનપૂટ મેથડનો ઉપયોગ થાય છે.
ટેકનિકલ શબ્દ બાજુએ રાખીએ તો એમ કહી શકાય કે અંગ્રેજી ભાષામાં કોઈ લખાણ આપણને એરિયલ ફોન્ટમાં ટાઇપ થયેલું મળે તો વર્ડ, નોટપેડ કે અન્ય કોઈ પણ, ટેકસ્ટ એડિટ થઈ શકે તેવા પ્રોગ્રામમાં ફોન્ટને એરિયલમાંથી બદલીને ટાઇમ્સ ન્યૂ રોમન કે અન્ય કોઈ પણ ફોન્ટ કરીએ એટલે આપણું લખાણ એ નવા ફોન્ટમાં દેખાવા લાગે.
અંગ્રેજી સિવાયની ભાષાઓમાં આ વાત આટલી સહેલી નથી. આપણી ગુજરાતી ભાષાની જ વાત કરીએ તો તેમાં જુદી જુદી અનેક કંપની, સંસ્થા અને વ્યક્તિઓએ કમ્પ્યુટરમાં ગુજરાતી ભાષાના જુદા જુદા ફોન્ટ અને ટાઇપ કરવા માટેની આગવી પદ્ધતિઓ વિકસાવી છે.
આ સૌએ આપણી ભાષાને ડિજિટલ સ્વરૂપ આપવાની મથામણમાં પોતપોતાની રીતે સફળતા મેળવી, પરંતુ તકલીફ એ થઈ કે ટાઇપિંગ માટે જુદી જુદી પદ્ધતિ અને સોફ્ટવેરનો ઉપયોગ થતો હોવાથી તેમની વચ્ચે લગભગ કોઈ સાંધામેળ નહોતો.
મોટી કંપનીઓએ વિકસાવેલ અને વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતા ગુજરાતી ફોન્ટ ફેમિલીઝની વાત કરીએ તો શ્રીલિપિ, ઇન્ડિકા, ભાષાભારતી, સીડેક-આઇએસએમ વગેરે ઘણાં જાણીતાં નામ છે. આ ઉપરાંત ગુજરાતી સરલ, ટેરા ફોન્ટ, સૌમિલ વગેરે પણ વિકસ્યા છે.
આ બધી પદ્ધતિઓ એકમેકને સાનુકૂળ ન હોવાથી મુશ્કેલીઓ સર્જાય છે.
શ્રીલિપિ, ઇન્ડિકા, ભાષાભારતી વગેરે સોફ્ટવેર ડેવલપ કરનારી કંપનીઓએ પોતપોતાના સોફ્ટવેર માટે અનેક પ્રકારના મરોડ ધરાવતા સુંદર ફોન્ટસ તૈયાર કર્યા છે પરંતુ આ દરેક સોફ્ટવેરની અલગ અલગ વાડા બંધી છે, જે તે સોફ્ટવેરના ફોન્ટમાંનું લખાણ આપણે અંગ્રેજીની જેમ જ, જે તે સોફ્ટવેરના બીજા ફોન્ટમાં બહુ સહેલાઇથી ફેરવી શકીએ. જેમ કે શ્રી-ગુજ-૩૩૧૨ ફોન્ટનું લખાણ, શ્રી-ગુજ-૧૧૨૦માં સહેલાઈથી ફેરવી શકાય પરંતુ અન્ય કોઈ સોફ્ટવેરના ફોન્ટમાં તેને સહેલાઇથી ફેરવી શકાય નહીં.
શ્રીલિપિ સોફ્ટવેરનો ઉપયોગ કરીને શ્રી-ગુજ-૩૩૧૩ જેવા કોઈ શ્રીલિપિ ફોન્ટમાં તૈયાર કરવામાં આવેલું લખાણ આપણે અંગ્રેજીની જેમ ફોન્ટ બદલીને ઇન્ડિકાના ક્રિશ્ના કે ચિત્રા નામના ફોન્ટમાં ફેરવી શકતા નથી. ખાનગી કંપનીઓના ફોન્ટમાં આ તકલીફ છે તેમ વ્યક્તિગત પ્રયાસોથી વિકસેલા ફોન્ટમાં પણ આ પ્રકારની મુશ્કેલીઓ છે.
ખાસ કરીને પબ્લિશિંગ કે ડિઝાઇનીંગ કે એડવર્ટાઇઝિંગના ક્ષેત્રે કાર્યરત વ્યક્તિઓ અને એજન્સીઝને ફોન્ટની આ ધરાર વિવિધતાને કારણે ઘણી મુસીબતનો સામનો કરવો પડે છે.
તેમણે તૈયાર કરેલા પબ્લિકેશન કે આર્ટવર્કમાં કોઈ એક ગુજરાતી સોફ્ટવેરના ફોન્ટનો ઉપયોગ થયો હોય અને તે પ્રિન્ટર કે બીજી કોઈ કંપનીને મોકલવામાં આવે તે પછી એ ફાઇલ ઓપન રાખી હોય અને લખાણમાં કોઈ નજીવો ફેરફાર કરવાનો હોય તો પણ જે તે ફોન્ટ સોફ્ટવેર વિના તે લખાણ એડિટ થઈ શકતું નથી.
જો ઓપન ફાઇલ મોકલવામાં આવી હોય તો તેમાંનું લખાણ જોઈ શકાય એ માટે પણ તેમાં ઉપયોગમાં લીધેલા બધા ફોન્ટ સાથે મોકલવા પડે છે અથવા ‘કન્વર્ટ ટુ કર્વ’ નામે ઓળખાતી એક પદ્ધતિથી ફોન્ટને આઉટલાઇનમાં ફેરવીને છી ફાઇલ મોકલવી પડે છે. આમ કરવા જતાં લખાણ બિલકુલ એડિટેબેલ રહેતું નથી.[/vc_toggle][vc_toggle title=”યુનિકોડ ફોન્ટથી શું ફેર થયો?” style=”round” color=”green” custom_font_container=”tag:h3|text_align:left” custom_google_fonts=”font_family:Actor%3Aregular|font_style:400%20regular%3A400%3Anormal” use_custom_heading=”true”]ફોન્ટની આ વિવિધતા ઇન્ટરનેટ પર પણ ઘણી મુશ્કેલી સર્જતી હતી. ઇન્ટરનેટ પર તથા માઇક્રોસોફ્ટ ઓફિસના વિવિધ પ્રોગ્રામ્સમાં યુનિકોડ ફોન્ટનો ઉપયોગ શરૂ થયો તે પહેલાં જુદી જુદી વેબસાઇટમાં સ્થાનિક ભાષા માટે જુદા જુદા ફોન્ટનો ઉપયોગ થતો હોવાથી એ વેબસાઇટમાંનું લખાણ અન્ય લોકો જોઈ શકે એ માટે તેમાં ઉપયોગમાં લીધેલા ફોન્ટ ડાઉનલોડ કરવાની સગવડ આપવી પડતી હતી.
યુનિકોડ ફોન્ટ ચલણમાં આવ્યા પછી આ તકલીફ રહી નથી.
યુનિકોડ એ ઇન્ટરનેટ સાથે સંકળાયેલી વિવિધ કંપનીઓએ સાથે મળીને રચેલું એક સંગઠન છે. આ સંગઠને નક્કી કરેલાં ધોરણો મુજબ, વિવિધ ભાષા માટે યુનિફોર્ડ કોડ ધરાવતા ફોન્ટ વિક્સાવવામાં આવે છે. પરિણામે, ઓફિસ સોફ્ટવેરમાં અને ઇન્ટરનેટ પર ભાષાકીય મુશ્કેલીઓ ઘણી ઘટી છે.
પરંતુ યુનિકોડની મુશ્કેલી એ છે કે તે પેજમેકર, કોરલ ડ્રો, ઇનડિઝાઇન વગેરે જેવા મોટા ભાગના લોકપ્રિય ડેસ્કટોપ પબ્લિશિંગ (ડીટીપી) સોફ્ટવેરમાં ચાલતા નથી (અમુક લેટેસ્ટ વર્ઝનના અપવાદ સિવાય). આથી ડીટીપી સોફ્ટવેરમાં સ્થાનિક ભાષાઓમાં કામ કરવાનું થાય ત્યારે ઉપર કહ્યા મુજબના વિવિધ પ્રોપ્રાઇટરી સોફ્ટવેર કે ફ્રી ફોન્ટનો ઉપયોગ કર્યા વગર છૂટતો નથી.[/vc_toggle][vc_toggle title=”વિવિધ ફોન્ટને એકબીજામાં કન્વર્ટ કરી ન શકાય?” style=”round” color=”green” custom_font_container=”tag:h3|text_align:left” custom_google_fonts=”font_family:Actor%3Aregular|font_style:400%20regular%3A400%3Anormal” use_custom_heading=”true”]સામાન્ય રીતે યુનિકોડના ફોન્ટને અન્ય પ્રકારના ગુજરાતી ફોન્ટમાં કન્વર્ટ કરવાની હવે ઘણી સારી સુવિધાઓ વિકસી છે.
ઇન્ટરનેટ પર Gujarati font converter સર્ચ કરતાં આવી ઘણી ફ્રી સર્વિસ મળી આવશે.
એ જ રીતે, ગુજરાતી ફોન્ટ સોફ્ટવેર બનાવતી મોટી કંપની યુનિકોડ કે અન્ય સોફ્ટવેરના ફોન્ટમાંના લખાણને પોતાની પદ્ધતિના ફોન્ટમાં (કે એક બીજામાં) ફેરવવાની સગવડ પણ આપે છે.
શ્રીલિપિ જેવા સોફ્ટવેરમાં એવી પણ સગવડ છે કે તમે શ્રીલિપિ ઉપરાંત ઇન્ડિકા કે ભાષાભારતી કે અન્ય પ્રકારના ફોન્ટના કીબોર્ડ લેઆઉટ મુજબ એ જ ફોન્ટમાં ટાઇપિંગ પણ કરી શકો છો. અલબત્ત, એ માટે તમારે શ્રીલિપીનું ગુજરાતી ફોન્ટ માટેનું સોફ્ટવેર ખરીદવું પડે.
હવે આપણા મૂળ પ્રશ્ન પર આવીએ તો, ખરી મુશ્કેલી ત્યારે સર્જાય જ્યારે એક જ લખાણમાં જુદા જુદા પ્રકારના ફોન્ટનો ઉપયોગ થયો હોય.
આવી સ્થિતિમાં તમારી પાસે ફોન્ટ કન્વર્ટ કરવાનું સારું ટૂલ હોવું જરૂરી છે અને દરેક અલગ અલગ પ્રકારના ફોન્ટમાંના લખાણને વારાફરતી કોઈ એક જ પ્રકારના ફોન્ટમાં ફેરવવાની કસરત કર્યા વિના હાલ પૂરતો કોઈ રસ્તો નથી.
આ દિશામાં માઇક્રોસોફ્ટ કંપની દ્વારા નોંધપાત્ર પ્રયાસો થયા છે. તેની ભાષાઇન્ડિયા.કોમ (હવે https://www.microsoft.com/en-in/bhashaindia/) વેબસાઇટ પર વિવિધ ભારતીય ભાષાઓમાં કમ્પ્યુટર અને ઇન્ટરનેટના ઉપયોગ સંબંધિત સંખ્યાબંધ સામગ્રી ઉપલબ્ધ છે. તેમાંની એક, વેબદુનિયા.કોમ કંપનીએ વિક્સાવેલ ટીબીઆઇએલ (ટ્રાન્સલિટરેશ બિટવી ઇન્ડિય લેંગ્વેજીસ) ફોન્ટ કન્વર્ટર પણ છે, જેની મદદથી તમે વિવિધ ફોન્ટને એકબીજામાં કન્વર્ટ કરી શકો છો.[/vc_toggle][vc_toggle title=”તમારે કયા ફોન્ટ પસંદ કરવા જોઈએ?” style=”round” color=”green” custom_font_container=”tag:h3|text_align:left” custom_google_fonts=”font_family:Actor%3Aregular|font_style:400%20regular%3A400%3Anormal” use_custom_heading=”true”]આ મુશ્કેલીઓ ધ્યાનમાં લેતાં, ફોન્ટની સંદગીમાં કાળજી જરૂરી છે.
જે સરકારી વિભાગ કે ખાનગી કંપનીઝમાં મોટા ભાગે માઇક્રોસોફ્ટ ઓફિસ કે ઓપન ઓફિસ જેવા ઓફિસ સોફ્ટવેરમાં જ ગુજરાતી કે હિન્દી જેવી ભાષામાં કામ કરવાનું થતું હોય તેમણે ડેટા એન્ટ્રી ઓપરેટર કહે તેવા કે તેને ફાવતા હોય તેવા ફોન્ટમાં કન્ટેન્ટ ટાઇપ કરવાને બદલે યુનિકોડ ફોન્ટ (ગુજરાતીમાં શ્રુતિ અને હિન્દીમાં મંગલ ફોન્ટ સૌથી વધુ લોકપ્રિય છે)નો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો જોઈએ.
યુનિકોડ ફોન્ટનો ઉપયોગ કરવાથી ઓફિસ ફ્રોગ્રામ્સમાં ફાઇન્ડ એન્ડ રિપ્લેસ, સોર્ટિંગ વગેરે સુવિધાનો ઇંગ્લિશ ફોન્ટ જેટલી જ સહેલાઈથી ઉપયોગ કરી શકાય છે તેમજ યુનિકોડ ફોન્ટ ધરાવતી ફાઇલ કોઈ પણ અન્ય વ્યક્તિને મોકલવાથી તેમના કમ્પ્યુટરમાં એ ફોન્ટ હશે કે નહીં તેની ચિંતા પણ રહેતી નથી.
જ્યારે યુનિકોડ ફોન્ટમાંના લખાણને ડીટીપી સોફ્ટવેરમાં ડિઝાઇન કરવાની સ્થિતિ ઊભી થાય ત્યારે મોટી એજન્સીઝ કે પબ્લિશિંગ હાઉસ આ લખાણને ઉપર કહ્યા મુજબના જાણીતી કંપનીના પ્રોપ્રાઇટરી ફોન્ટમાં કન્વર્ટ કરવા માટે સક્ષમ હોવાથી ખાસ કોઈ મુશ્કેલી પડતી નથી.[/vc_toggle][vc_message]તમે ગુજરાતી ફોન્ટના ઉપયોગ સંબંધિત કોઈ ગૂંચવણ અનુભવી રહ્યા છો? તમારો પ્રશ્ન himanshu@duplics.cybersafar.in પર મોકલી આપો.[/vc_message][/vc_column][vc_column width=”1/3″][/vc_column][/vc_row]

