(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઉબરમાં ટ્રસ્ટેડ કોન્ટેક્ટસ ઉમેરો

શહેરમાં કોઈ પણ સ્થળે આવનજાવન માટે ઉબર કે ઓલા જેવી એપ કેબ હવે અત્યંત અનુકૂળ અને સગવડભર્યો રસ્તો છે.

આંગળીના ઇશારે ઘરઆંગણે આવી પહોંચતી કેબ સર્વિસમાં મુસાફરીને વધુ સલામત બનાવતા વિકલ્પો પણ ઉમેરાય છે. પરિવારના વડીલોને એકલા રેલવે સ્ટેશને મોકલવા કે સંતાનોને ટ્યૂશન ક્લાસમાં મોકલવા પણ આવી સર્વિસનો ઉપયોગ સામાન્ય થવા લાગ્યો છે.

આવે સમયે તમને એમની ચિંતા રહેતી હોય તો એમના ઉબર એકાઉન્ટમાં તમારો ફોન નંબર આપણા ટ્રસ્ટેડ કોન્ટેક્ટ તરીકે ઉમેરી શકાય છે.

એ માટે ઉબર એપના મેનૂમાં સેટિંગ્સમાં જાઓ. મેનેજ ટ્રસ્ટેડ કોન્ટેક્ટસ પર ટેપ કરો. હવે તમારે ઉબરને તમારા કોન્ટેક્ટસ એક્સેસ કરવાની છૂટ આપવી પડશે પરંતુ ઉબર કહે છે કે માત્ર આપણે સિલેક્ટ કરેલા કોન્ટેક્ટસ તેના સર્વર પર અપલોડ થશે.

અહીં તમે જે નંબર ટ્રસ્ટેડ કોન્ટેક્ટ તરીકે ઉમેરશો તેની સાથે તમારી ટ્રીપ શેર કરી શકશો.

આ રીતે સ્વજન જ્યારે ઉબરમાં મુસાફરી કરી રહ્યા હશે ત્યારે તેમની કેબ કેટલે પહોંચી એ તમે તમારા ફોનમાં ઉબરમાં નકશા પર જોઈ શકશો. ઉબરમાં પાંચ ટ્રસ્ટેડ કોન્ટેક્ટ્સ ઉમેરી શકાય છે.

દરેક ટ્રીપ પહેલાં આ ટ્રસ્ટેડ કોન્ટેક્ટસ ને કોન્ટેક્ટ સાથે મુસાફરી શેર કરવાનું યાદ આપવામાં આવે તેવું સેટિંગ પણ કરી શકાય છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!