ભારત સરકાર અને વિદેશની ટેક્નોલોજી કંપનીઝ વચ્ચે, ડેટા સ્ટોરેજની બાબતે રીતસર જંગ ચાલી રહ્યો છે. ભારત સરકારનો આગ્રહ છે કે તમામ કંપનીઝે ભારતીય યૂઝર્સનો ડેટા ભારતમાંના ડેટા સેન્ટર્સમાં જ સ્ટોર કરવો જરૂરી છે.
આ જંગમાં, ટ્રુકોલર કંપનીએ નમતું જોખ્યું હોવાના ખબર છે.
આ સ્વીડિશ કંપની, કોલરની ઓળખ કરી આપે છે. અલબત્ત, તેની રીતરસમ સતત વિવાદાસ્પદ રહ છે. તેની સર્વિસનો લાભ લેતી કોઈ પણ વ્યક્તિ જાણે-અજાણે પોતાના તમામ કોન્ટેક્ટ્સને આ એપ પર અપલોડ કરી દે છે. અલબત્ત, સોશિયલ મીડિયા કે ઓનલાઇન બુકિંગની સર્વિસ આપતી ઘણી કંપની આવું કરી રહી છે.
કંપનીએ હમણાં જાહેર કર્યું છે કે તેના ભારતીય યૂઝર્સનો તમામ ડેટા હવે ભારતમાં જ હોસ્ટ કરવામાં આવ્યો છે.
ટ્રુકોલર સર્વિસ પણ ‘ટ્રુકોલર’ એપ નામે યુપીઆઇ આધારિત પેમેન્ટ સર્વિસ આપે છે. એ કારણે પણ, રિઝર્વ બેન્કના આદેશ મુજબ તેણે યૂઝરનો ડેટા ભારતમાં સ્ટોર કરવો જરૂરી હતો.
ટ્રુકોલર એપ/સર્વિસ જોખમી છે કે ઉપયોગી એ વિશે વધુ જાણો આ લેખમાંઃ ટ્રુકોલર : ઉપયોગી કે જોખમી?

