(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મહાસાગરોમાં પ્લાસ્ટિક ઠાલવતી નદીઓ

નવી ટેક્નોલોજીના પ્રતાપે, હવે મહાસાગરોની સફાઈના પ્રયાસો પણ શક્ય બન્યા છે.

થોડા સમય પહેલાં ચીનના પ્રમુખની ભારતની મુલાકાત દરમિયાન, વહેલી સવારે દક્ષિણ ભારતના દરિયા કિનારે પ્લાસ્ટિકની બોટલ્સ વીણતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વીડિયો ખાસ્સો વાયરલ થયો હતો.

વડાપ્રધાનના આ પગલાંથી સમુદ્રકાંઠે અને સમુદ્રમાં ઠલવાતા પ્લાસ્ટિકના કચરા વિશે પણ સારી એવી ચર્ચા જાગી હતી. ‘સાયબરસફર’ના જૂન ૨૦૧૮ અંકમાં આપણે વિશ્વના મહાસાગરોમાં વધી રહેલા પ્લાસ્ટિકના પ્રદૂષણ વિશે વિગતવાર માહિતી મેળવી હતી.એ જ સંદર્ભમાં નેધરલેન્ડ્સની ‘ઓશન ક્લિન અપ’ નામની એક સંસ્થાએ મહાસાગરોની સફાઈ કરવાનું એક વિરાટ અભિયાન આરંભ્યું છે. રોજબરોજ આપણે જે કચરો પેદા કરીએ છીએ, તે લાંબા ગાળે, નદીઓ મારફત મહાસાગરોમાં ઠલવાય છે. મહાસાગરોમાં પાણીના પ્રવાહ સાથે વહીને અમુક અમુક જગ્યાએ આ કચરાના જંગી ગંજ ખડકાઈ રહ્યા છે, જેને દૂર કરવાનાં પગલાં લેવામાં નહીં આવે તો આપણી ઇકોસિસ્ટમ, સ્વાસ્થ્ય અને છેવટે અર્થતંત્રને મોટી અસર થશે.

એટલે આ સંસ્થાએ, જેમ ઘરમાં સાવરણીથી કચરો વાળીને એકઠો કરવામાં આવે, બરાબર એ જ રીતે મહાસાગરોમાંથી કચરો ‘વાળીઝૂડી’ને એકત્ર કરી, વીણી લેવાનું અભિયાન આરંભ્યું છે. આ સંસ્થાની સાઇટ પર જઈને તેના વીડિયો જોઈ શકાશે (https://theoceancleanup.com/).

તેની સાથોસાથ, સમગ્ર વિશ્વની કઈ કઈ નદીઓ વિશ્વના મહાસાગરોમાં કેટલા પ્રમાણમાં કચરો ઠાલવી રહી છે તેનો એક ઇન્ટરએક્ટિવ મેપ પણ આ સંસ્થાએ તૈયાર કર્યો છે (https://theoceancleanup.com/sources/).
આ સંસ્થાના અભ્યાસ મુજબ, મહાસાગરોમાં દર વર્ષે જેટલો કચરો ઠલવાય છે, તેમાંનો ૮૦ ટકા જેટલો કચરો પૃથ્વીની એક હજાર કેટલી નદીઓમાં વહીને આવે છે.

ઇન્ટરએક્ટિવ મેપ પર આ નદીઓને લાલ અને સફેદ વર્તુળમાં દર્શાવવામાં આવી છે. બાકીનું ૨૦ ટકા જેટલું પ્રદૂષણ અન્ય ૩૦,૦૦૦ જેટલી નદીઓથી થાય છે. નક્શા પર આ નદીઓને જરા નાનાં બ્લુ વર્તુળથી દર્શાવવામાં આવી છે.
નકશાને ભારત કે ગુજરાત પર ઝૂમ કર્યા પછી આપણે સાબરમતી કે તાપી, નર્મદા જેવી નદીના વર્તુળ પર ક્લિક કરતાં આ નદી કેટલા પ્રમાણમાં પ્લાસ્ટિક દરિયામાં ઠાલવી રહી છે તેની વિગતો જોઈ શકીએ છીએ.

મેપના પેજ પર પહોંચીને જુદા જુદા ખૂણે આપેલાં બટન પર ક્લિક કરીને, વધુ માહિતી દર્શાવતાં બોક્સ ઓપન કરી શકાશે.

ભારતની વાત કરીએ તો કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની મોટા ભાગની નદીઓ પ્રમાણમાં ઓછો કચરો દરિયામાં ઠાલવે છે, પણ મહારાષ્ટ્રથી કેરળ સુધીના દરિયાકિનારે સમુદ્રને મળતી લગભગ બધી જ નદી, સૌથી વધુ કચરો ઠાલવતી એક હજાર નદીઓમાં સામેલ છે! ભારતના પૂર્વ કિનારાની સ્થિતિ, પશ્ર્ચિમ કિનારા જેટલી ખરાબ નથી.

તમે વિવિધ નદીના બટનને ક્લિક કરીને તેને વિશે વધુ માહિતી મેળવી શકો છો અને તે પેજને અન્યો સાથે શેર પણ કરી શકો છો.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!