(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સોફ્ટવેર ડેવલપમેન્ટનાં સાત પગલાં

આગળ શું વાંચશો?

૧ : પ્લાનિંગ


૨ : નીડ ડોક્યુમેન્ટેશન


૩ : ડિઝાઇન અને પ્રોટોટાઇપિંગ


૪ : સોફ્ટવેર ડેવલપમેન્ટ


૫ : ટેસ્ટિંગ


૬ : ડિપ્લોયમેન્ટ


૭ : ઓપરેશન્સ એન્ડ મેઇન્ટેનન્સ

એકાઉન્ટિંગ, સેલ્સ, બિઝનેસ મેનેજમેન્ટ વગેરેથી માંડીને ટિકિટ બુકિંગ, એન્ટરટેઇન્મેન્ટ કે મેન્યુફેક્ચરિંગ જેવાં તમામ ક્ષેત્રોમાં સોફ્ટવેર હવે બહુ અગત્યની ભૂમિકા ભજવે છે. સોફ્ટવેરની જરૂરિયાત અને તેનું આખરી સ્વરૂપ કોઈ પણ હોય, ‘સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઇફ સાઇકલ’ વધતે-ઓછે અંશે એક સરખી હોય છે.  જો આ દરેક તબક્કાની ઊંડી સમજ અને તૈયારી સાથે સોફ્ટવેર ડેવલપમેન્ટ કરવામાં આવે તો જ સોફ્ટવેર ધાર્યાં પરિણામે આપે છે!

૧ : પ્લાનિંગ


દરેક મહત્ત્વની બાબતની જેમ, સોફ્ટવેર ડેવલપમેન્ટમાં શરૂઆત પ્લાનિંગથી થાય છે. સોફ્ટવેર શા માટે ડેવલપ કરવાનો છે, કેવી સ્કિલ્સ અને ટીમની જરૂર પડશે, કેટલો ખર્ચ થશે, કેટલો સમય લાગશે, ડેવલપમેન્ટ માટે અન્ય કયા કયા સોફ્ટવેર અને રિસોર્સની જરૂર પડશે વગેરેનું પરફેક્ટ પ્લાનિંગ એ પહેલું  અને બહુ મહત્ત્વનું સ્ટેપ છે.

૨ : નીડ ડોક્યુમેન્ટેશન

સોફ્ટેવર ડેવલપમેન્ટ માટે ડેવલપમેન્ટ એક્સપર્ટ ઉપરાંત સબ્જેક્ટ મેટર એક્સપર્ટસની ભૂમિકા પણ અગત્યની છે. બંને સાથે મળીને, પ્રારંભિક પ્લાનિંગના આધારે, સોફ્ટવેર શા માટે છે અને કેવા રિસોર્સ જોઈશે તેનું તથા સમગ્ર રોડમેપનું ડોક્યુમેન્ટેશન તૈયાર કરે છે. આવી તૈયારી વિનાનું ડેવલમેન્ટ મુશ્કેલ બની શકે છે.

૩ : ડિઝાઇન અને પ્રોટોટાઇપિંગ

સોફ્ટવેર સંબંધિત પરફેક્ટ પ્લાનિંગ થયા પછી, એક્ચ્યુઅલ ડિઝાઇનનું કામ શરૂ થાય છે, તેમાં ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ  એટલે કે યૂઝરને સ્ક્રીન પર જે દેખાય તે ડિઝાઇન અને તેની પાછળની કરામત પર કામ શરૂ થાય છે. સમગ્ર સોફ્ટવેર કેવી પેટર્ન પર કામ કરશે તેનો ફ્લો પણ આ તબક્કે નક્કી થાય છે અને તેના પ્રોટોટાઇપ્સ – નમૂના તૈયાર કરવામાં આવે છે. આ માટે આર્કિટેક્ચર ફ્રેમવર્ક્સનો ઉપયોગ કરવામાં આવે છે.

૪ : સોફ્ટવેર ડેવલપમેન્ટ

આ તબક્કે સોફ્ટવેર નક્કર આકાર લેવાનું શરૂ થાય છે. છેક શરૂઆતથી સોફ્ટવેરની જે જરૂરિયાતો નક્કી કરવામાં આવી હોય તે વધુમાં વધુ કાર્યક્ષમ રીતે પૂરી થાય તે જોવામાં આવે છે અને સોફ્ટવેર મૂળ જે વિષયનો હોય તેના નિષ્ણાતના સાથમાં, તેનું ડેવલપમેન્ટ આગળ ધપાવવામાં આવે છે. છેવટે તૈયાર થાય છે, ટેસ્ટ કરી શકાય એવો રફ સોફ્ટવેર!

૫ : ટેસ્ટિંગ

સોફ્ટવેર ડેવલમેન્ટ લાઇફ સાઇકલનો સૌથી મહત્ત્વનો તબક્કો. પૂરતા ટેસ્ટિંગ વગર બેસ્ટ સોફ્ટવેર ડેવલપમેન્ટ શક્ય જ નથી. ટેસ્ટિંગમાં સોફ્ટવેરનો કોડ, તે મૂળ જરૂરિયાતો પૂરી કરી શકે છે કે નહીં, તેનું અન્ય સોફ્ટવેર, રિસોર્સ સાથેનું ઇન્ટિગ્રેશન, પર્ફોર્મન્સ, સ્પીડ, સિક્યોરિટી વગેરે બધી રીતે ઝીણવટભર્યું ટેસ્ટિંગ થાય છે.છે. આ તબક્કા પછી સોફ્ટવેર પ્રોડક્શન માટે તૈયાર હોય છે. 

૬ : ડિપ્લોયમેન્ટ

સોફ્ટવેરના સંતોષજનક ઇન્ટર્નલ ટેસ્ટિંગ પછી, તે જે ક્લાયન્ટ કે ઇન્ડસ્ટ્રી માટે ડેવલપ કરાયેલ હોય તેના લોકો, પોતાની જરૂરિયાતની દૃષ્ટિએ સોફ્ટવેરનો ઉપયોગ તપાસે છે, તેમાં જરૂરી સુધારા સૂચવે છે અે પછી વધુ ને વધુ લોકોને આ સોફ્ટવેર ઉપલબ્ધ કરવાનું શરૂ થાય છે. 

મોટા ઉદ્યોગોમાં ફેઝવાઇઝ સોફ્ટવેરનો ઉપયોગ વધારવામાં આવે છે. તેને અન્ય સિસ્ટમ સાથે સાંકળવાનું પણ શરૂ થાય છે. 

૭ : ઓપરેશન્સ એન્ડ મેઇન્ટેનન્સ

આ તબક્કાને ‘શરૂઆતનો અંત’ ગણી શકાય. સોફ્ટવેર ડેવલપમેન્ટમાં સામાન્ય રીતે ક્યારેય પૂર્ણવિરામ આવતું નથી. ઉપયોગ સાથે તેનું વધુ ડેવલમેન્ટ ચાલતું રહે છે. સોફ્ટવેર બરાબર કામ કરે છે કે નહીં તેનું  સતત મોનિટરિંગ થવું જરૂરી છે. ડેવલપમેન્ટમાં જણાયેલી બગ્સ-ખામી રહી ગઈ હોય તો તે ડેવલપમેન્ટ ટીમના ધ્યાનમાં આવવી જોઈએ અને તેનો ઉકેલ લાવવો જરૂરી છે. 

સોફ્ટવેરનો જેમ જેમ વધુ લોકો ઉપયોગ કરતા થાય છે તેમ તેમ નવી જરૂરિયાતો પણ  બહાર આવે છે અને એ મુજબ વધુ ડેવલપમેન્ટ થતું રહે છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!