(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આસપાસની દુનિયા ‘જોવા’માં મદદ કરતી એપ

માઇક્રોસોફ્ટ કંપનીએ એક એવી એપ વિક્સાવી છે જે દૃષ્ટિની તકલીફ ધરાવતી વ્યક્તિને જુદી જુદી અનેક રીતે મદદરૂપ થઈ શકે છે, અલબત્ત અત્યારે આ એપ પ્રાયોગિક ધોરણે ઉપલબ્ધ છે

તમે અત્યારે આ લેખ વાંચી શકો છો, એનો અર્થ એવો છે કે આ લેખમાં જેની વાત કરી છે એ એપની તમને જરૂર નથી! તેમ છતાં જેમને જરૂર છે એમને ટેકનોલોજી કેવી રીતે મદદરૂપ થઈ શકે છે એ સમજવા આગળ વાંચો!

અહીં આપણે જે એપની વાત કરવી છે એની અમુક ખાસ લોકોને કેટલી જરૂર છે તેનો જાતઅનુભવ કરવો હોય તો તમારા સ્માર્ટફોનમાં કોઈ પણ ફોટોગ્રાફ ઓપન કરો અને એ ઓપન થાય તે પહેલાં તમારી આંખો બંધ કરી દો. હવે સમજવાનો પ્રયાસ કરો કે એ ફોટોગ્રાફમાં શું જોઈ શકાય તેમ છે?

માઈક્રોસોફ્ટ કંપની સપ્ટેમ્બર ૨૦૧૬થી એક ખાસ પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી અને ગયા મહિને (માર્ચ ૨૦૧૯માં) કંપનીએ પહેલી વાર તેની આ નવી એપનો પ્રોટોટાઇપ (નમૂનો) જગત સમક્ષ રજૂ કર્યો છે. સેલ્ફ ડ્રાઇવિંગ કારમાં ઉપયોગમાં લેવાતી ટેકનોલોજીની જેમ આ એપ કમ્પ્યુટર વિઝન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ન્યૂરલ નેટવર્ક્સનો ઉપયોગ કરે છે અને એપને જે કાંઈ દેખાય છે તે વિશે તે બોલીને જાણ કરે છે!

આ એપ એક્ઝેટલી શું કરી શકે છે તે જાણવા નીચેનાં ઉદાહરણો જુઓ (સ્પષ્ટપણે જોઈ ન શકતી વ્યક્તિને ધ્યાનમાં રાખીને વાંચજો).

  • કોઈ વ્યક્તિ આ એપ ઓપન કરીને  ફોનના કેમેરાને મિત્રના ચહેરા સામે ધરશે, તો એપ જણાવશે કે એ મિત્ર કોણ છે.
  • કોઈ નામના બેજ કે રૂમ નંબર જેવી ટૂંકી ટેક્સ્ટ સામે ફોન ધરવામાં આવશે તો એપ એ બેજમાં લખેલું વ્યક્તિનું નામ કે રૂમ નંબર બોલી બતાવશે.

એ દેખીતું છે કે આ એપ કમ્પ્યુટર વિઝન ટેકનોલોજીની મદદથી તેને જે કાંઈ દેખાઈ રહ્યું છે તે સમજી શકે છે. એ જ રીતે ઓપ્ટિકલ કેરેકટર રેકગ્નિશન (ઓસીઆર) ટેકનોલોજી એટલે કે છપાયેલા અક્ષરો વાંચીને સમજી શકતી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. એથી આગળ વધીને આ એપ કેમેરામાં જે કંઈ દેખાઈ રહ્યું હોય તે વધુ સારી રીતે ઝીલવા માટે કેમેરાને ડાબી કે જમણી તરફ ખસેડવાની પણ સૂચના આપે છે.

મતલબ કે જે રીતે આપણી આંખો તેને જે દેખાય તેની સૂચના મગજ સુધી પહોંચાડે છે અને પછી મગજ તેના અર્થ તારવીને નક્કી કરે છે કે આપણને શું દેખાઈ રહ્યું છે, કંઈક એવી જ રીતે આ એપ કામ કરી શકે છે.

આ એપ ચલણી નોટો ઓળખી શકે છે, જુદી જુદી પ્રોડક્ટને તેના બારકોડની મદદથી પારખી શકે છે. એટલું જ નહીં, કેમેરા સામે જે કંઈ બની રહ્યું હોય તેનું પ્રાથમિક વર્ણન પણ આ એપ કરી શકે છે. અલબત્ત આ હજી પ્રાયોગિક ધોરણે છે, પરંતુ કોઈ વ્યક્તિ બગીચામાં કૂતરા સાથે વોક લઈ રહી હોય કે રસોડામાં ગેસ સ્ટવ પર કંઈક રંધાઈ રહ્યું હોય તો તે વિશે પણ આ એપ બોલીને સમજાવી શકે છે! આ એપ પ્રાથમિક બાબતો ઇન્ટરનેટ વિના પણ કરી શકે છે.

અત્યારે આ એપ માત્ર યુએસમાં આઇઓએસ પર ડાઉનલોડ કરી શકાય છે. અન્ય દેશો અને એન્ડ્રોઇડ જેવા પ્લેટફોર્મ પર એ ક્યારે રજૂ થશે એ વિશે હજુ કોઈ સ્પષ્ટતા નથી.

‘સાયબરસફર’ના એપ્રિલ ૨૦૧૮ અંકમાં આપણે ગૂગલ લેન્સ સુવિધા વિશે વિગતવાર વાત કરી હતી. માઇક્રોસોફ્ટની એપ અને ગૂગલની લેન્સ સુવિધા કંઈક અંશે સરખી છે, પરંતુ ગૂગલની એપ મુખ્યત્વે ટેકસ્ટ, લોકેશન, ફોન નંબર, વેબસાઇટ એડ્રેસ, ઇમેઇલ એડ્રેસ વગેરે પારખી શકે છે તથા જુદી જુદી ચીજવસ્તુ કે ઇમારતના ફોટોગ્રાફ પરથી તેના વિશે ઇન્ટરનેટ પરથી માહિતી તારવી શકે છે.


હમણાં ટીવી પર નોકિયા કંપનીના એક ફોનની જાહેરખબરમાં ટીશર્ટ પર ચાઇનીઝ ભાષામાં લખેલા લખાણનો ફોનની મદદથી મૂળ અર્થ તારવવામાં આવતો હોવાનું બતાવવામાં આવે છે. તેમાં ગૂગલ લેન્સ સુવિધાનો જ ઉપયોગ દર્શાવાયો છે.

જ્યારે માઈક્રોસોફ્ટની એપ એક ડગલું આગળ વધીને તેને જે કાંઈ દેખાઈ રહ્યું હોય તે વિશે બોલીને જાણ કરી શકે છે. માઇક્રોસોફ્ટ કંપનીના એઆઈ એન્ડ રીસર્ચ ગ્રૂપના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટે આ એપ વિશેની એક બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે “આ તો હજી બિલકુલ શરૂઆત છે! તેમના મતે મશીન લર્નિંગ, પર્સેપ્શન અને નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગના ક્ષેત્રમાં ખાસ્સી પ્રગતિ થઈ ગઈ છે, પણ જ્યારે આ બધી બાબતોને એકમેક સાથે સાંકળવામાં વધુ ને વધુ સફળતા મળશે ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવ જાતને ઘણી વધુ મદદરૂપ થઈ શકશે.

આ નવી એપ શું શું ‘જોવા’માં મદદ કરે છે?

શોર્ટ ટેક્સ્ટ

કેમેરા સામે કોઈ પણ ટેક્સ્ટ દેખાતાંવેંત એપ એ લખાણ વાંચી સંભળાવે છે.


ડોક્યુમેન્ટ્સ

પ્રિન્ટેડ પેજ કેપ્ચર કરવા ઓડિયો ગાઇડન્સ આપે છે અને પછી ટેક્સ્ટ ઓળખી બતાવે છે.


પ્રોડક્ટ્સ

પ્રોડકટ પરના બારકોડ લોકેટ કરવા ઓડિયો ગાઇડન્સ આપે છે એ પછી પ્રોડક્ટ્સ ઓળખી બતાવે છે.


પર્સન

મિત્રોને ઓળખી બતાવે છે અને આસપાસના લોકો વિશે તેમની લાગણીઓ સહિત વર્ણન આપે છે.


સીન

એક પ્રાયોગિત સુવિધા રૂપે, એપ આસપાસના દૃશ્યનું વર્ણન કરી શકે છે.


કરન્સી

કેશથી રકમ ચૂકવવાની હોય ત્યારે ચલણી નોટ કેમેરા સામે ધરતાં તે કેટલા મૂલ્યની છે તે કહે છે.


લાઇટ

આસપાસ જેટલો પ્રકાશ હોય તેને ધ્યામાં રાખીને એક ઓડિબલ ટોન જનરેટ કરી આપે છે.


કલર

રંગ ઓળખીને તેનું વર્ણન આપી શકે છે.


હેન્ડરાઇટિંગ

હાથેથી લખેલી ટેક્સ્ટ પણ વાંચી શકે છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!