(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

બેન્કિંગ એપ્સ : સલામતીનાં પગલાં : કોઈ અજાણી-જોખમી એપ્સને તમારા ઓટીપી વાંચવાની મંજૂરી આપી નથીને?

ફોનમાંની ઘણી એપ્સ માટે આપણા ફોનમાં આવતા મેસેજ વાંચવા જરૂરી હોય છે, પણ અમુક એપને આવી મંજૂરી અજાણતાં આપી દીધી હોય તો તે જોખમી બની શકે.

આ અંકમાં આગળના લેખમાં આપણે જાણ્યું કે હેકર્સ કોઈક રીતે આપણી બેન્કિંગ એપ્સના આઇડી-પાસવર્ડ મેળવ્યા પછી, આપણા ફોનમાં આવતા ઓટીપી જાણવાની વિવિધ રીતે કોશિશ કરે છે.

આવો એક રસ્તો, રિમોટ એક્સેસ સોફ્ટવેરનો ઉપયોગ કરવાનો છે. જો તમારી ઓફિસમાં તમારા કમ્પ્યુટરના મેઇન્ટેનન્સની જવાબદારી કંપનીની હેડઓફિસમાં બેઠેલી આઇટી ટીમ સંભાળતી હશે તો તમે રિમોટ એક્સેસ સોફ્ટવેર વિશે જાણતા હશો. તમે કોઈ એકાઉન્ટિંગ કે અન્ય સોફ્ટવેરનો ઉપયોગ કરતા હશો તો એ માટેના ઓનલાઇન સપોર્ટ માટે તમે રિમોટ એક્સેસ સોફ્ટવેરથી પરિચિત હશો.

રિમોટ એક્સેસ સોફ્ટવેરની મદદથી આપણા કમ્પ્યુટરથી દૂર બેઠેલી કોઈ વ્યક્તિ, આપણી મંજૂરી પછી આપણા કમ્પ્યુટરની એક્સેસ મેળવીને તેમાં જે કંઈ ફેરફાર કરવાના હોય તે કરી શકે છે. ઝડપથી ટેકનિકલ મદદ મેળવવાનો આ એક બહુ સરસ રસ્તો છે. વ્યસ્ત એક્ઝિક્યુટીવ્સ પોતાના અલગ અલગ પીસી, લેપટોપ વગેરે ગમે ત્યાંથી એક્સેસ કરવા માટે પણ રિમોટ એક્સેસ સોફ્ટવેરનો ઉપયોગ કરતા હોય છે.

હવે સ્માર્ટફોન અને ટેબલેટ માટે પણ રિમોટ એક્સેસ એપ્સ આવી ગઈ છે.

પરંતુ આ વર્ષે (૨૦૧૯માં) રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ચેતવણી આપતાં કહ્યું છે કે આ પ્રકારની એપ્સની મદદથી ઠગાઈ કરનારા લોકો આપણા સ્માર્ટફોનનો કંટ્રોલ મેળવીને આપણા બેન્કિંગ એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી શકે છે! રિમોટ એક્સેસ ટેકનોલોજી ખરાબ નથી પણ છેતરપિંડી કરનારા લોકોએ તેનો દુરુપયોગ કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે.

રિઝર્વ બેન્ક પહેલાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)એ આ જ પ્રકારની ચેતવણી આપી હતી. ભારતમાં યુપીઆઈ આધારિત પેમેન્ટનો ઉપયોગ સતત વધી રહ્યો છે ત્યારે આ વ્યવસ્થા સંભાળતા એનપીસીઆઈના ધ્યાનમાં આવ્યું કે જો કોઈ વ્યક્તિએ ‘એની ડેસ્ક’ જેવી રિમોટ એક્સેસ એપ પોતાના સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરી હોય તો છેતરપિંડી કરનાર વ્યક્તિ આ એપની મદદથી યુપીઆઈ સંબંધિત એડ્રેસ, ઓટીપી વગેરે મેળવી શકે છે અને આપણા ખાતામાંથી રકમ સેરવી શકે છે કે આપણે ખર્ચે ઓનલાઇન શોપિંગ કરી શકે છે.

ફોનના સેટિંગ્સમાં ‘એપ પરમિશન્સ’ના ઓપ્શન સર્ચ કરો. તેમાં એ જુઓ કે તમે કઈ કઈ એપને તમારા એસએમસએસ એક્સેસ કરવાની છૂટ આપી છે.

આમાં ભૂલ આ એપનો ઉપયોગ કરનાર વ્યક્તિની હોય છે. જો એ બેધ્યાનપણે તેના સ્માર્ટફોનની એક્સેસ મંજૂર કરી દે તો પછી છેતરપિંડી કરનાર ફાવી જાય છે. જો તમારા સ્માર્ટફોનમાં કોઈ રિમોટ એક્સેસ એપ ન હોય તો તમારે ખાસ ચિંતા કરવા જેવું નથી. તેમ છતાં એ જરૂર તપાસવા જેવું છે કે તમે કોઈ અજાણી-જોખમી એપ્સને તમારા એસએમએસ વાંચવાની મંજૂરી આપી નથીને?

ગૂગલે વર્ષ ૨૦૧૮થી એસએમએસ કે કોલ લોગ્સ વાંચવાની મંજૂરી માગતી એપ્સ માટેનાં ધોરણો અત્યંત કડક બનાવ્યાં છે, તેમ છતાં બની શકે કે તમે વિના કારણ જુદી જુદી એપ્સને તમારા એસએમએસ વાંચવાની મંજૂરી આપી હોય.

એન્ડ્રોઇડમાં વિવિધ એપને આપેલી મંજૂરી તપાસવાનું અને પાછી ખેંચવાનું હવે પ્રમાણમાં સરળ બન્યું છે.


તમારી પરિમિશન્સ તપાસવા માટે, ફોનના સેટિંગ્સમાં ‘એપ પરમિશન્સ’ના ઓપ્શન સર્ચ કરો. તેમાં એ જુઓ કે તમે કઈ કઈ એપને તમારા એસએમસએસ એક્સેસ કરવાની છૂટ આપી છે. ભીમ, પેટીએમ કે ગૂગલ પે જેવી નાણાકીય સર્વિસ કે ગૂગલ પ્લે સ્ટોર અને મેસેજિસ જેવી જાણીતી સર્વિસ કે તમારી પોતાની મોબાઇલ કંપનીની એપને એસએમએસ એક્સેસની મંજૂરી આપી હોય તો વાંધો નથી પરંતુ એ સિવાય કોઈ તદ્દન અજાણી એપને એસએમએસ રીડ કરવાની મંજૂરી આપી હોય તો એ પાછી ખેંચી લો.


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!