(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એક્સેલમાં ફટાફટ સરવાળો કરો

એક્સેલમાં કામ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં વિવિધ પ્રકારની ગણતરી બહુ ઝડપથી થઈ શકે છે. વાત સાદા સરવાળાની હોય કે પછી  અત્યંત જટિલ ગણતરીઓની, એક્સેલ બધું કામ આંખના પલકારામાં કરી શકે છે.

એમાં પણ જો આપણે કેટલાક શોર્ટકટ બરાબર જાણતા હોઇએ તો આપણું કામ હજી વધુ ઝડપી બની શકે છે. એક્સેલમાં તમારે લગભગ રોજેરોજ સરવાળા તો કરવાના થતા જ હશે. તમે જાણતા હશો તેમ એ માટે એક્સેલમાં ઓટોસમ ફોર્મ્યુલા છે. આપણે હોમ ટેબમાંથી કે ફોર્મ્યુલાઝ ટેબમાંથી ઓટોસમના વિકલ્પ પર ક્લિક કરીને તેનો લાભ લઈ શકીએ છીએ.

અહીં તેનો હજી વધુ સહેલો રસ્તો જાણીએ. માની લો કે તમે કોઈ કોલમમાં પહેલી રોમાં કોલમનું શીર્ષક લખ્યું છે અને ત્યાર પછી બેથી આઠ રોના સેલમાં જુદા જુદા આંકડા લખ્યા છે. નવમી રોમાં તમારે બે થી આઠ રોના સેલમાં લખેલા આંકડાનો સરવાળો મેળવવો છે.

આ માટે એ કોલમમાં નવમી રોમાંના ખાલી સેલમાં કર્સર મૂકો અને Alt+= કી પ્રેસ કરો. આટલું કરતાં એક્સેલ સમજી જશે કે આપણે એ સેલની ઉપરની બધી રોમાંના આંકડાનો સરવાળો મેળવવો છે. આથી એ સેલમાં એ માટેની ફોર્મ્યુલા લખાશે. હવે આપણે એન્ટર પ્રેસ કરતાં આપણને જોઈતા સેલમાં સરવાળો ઉમેરાઈ જશે.

આ જ શોર્ટકટનો ઉપયોગ કરવાનો બીજો એક સહેલો રસ્તો પણ છે. આ પદ્ધતિમાં આપણે જે કોલમમાં વિવિધ રોમાંના આંકડાનો સરવાળો કરવો હોય તેને સિલેક્ટ કરીને Alt+= કી પ્રેસ કરી એન્ટર પ્રેસ કરતાં આપણે સિલેક્ટ કરેલાં સેલ્સ નીચેના ખાલી સેલમાં એ સેલ્સમાંના આંકડાનો સરવાળો ઉમેરાઈ જશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!