(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

પર્સ્પેક્ટિવ ડેવલપ કરતી ગેમ – પોલીસ્ફિયર

તમે કોઈ એક વાતને જુદા જુદા કેટલા દૃષ્ટિકોણથી જોઈ તપાસી શકો છો? અથવા કોઈ એક મુદ્દાના તમે કેટલાં પાસાં કલ્પી શકો છો? રોજિંદી જિંદગીમાં આપણો દૃષ્ટિકોણ જેટલો વ્યાપક એટલો આપણને વધુ લાભ.

તમારે એક જ વાતને અનેક રીતે  જોવા સમજવાની ક્ષમતા વિકસાવવી હોય તો ફોનમાં ઇન્સ્ટોલ કરો પોલીસ્ફિયર નામની એપ.

નાનપણમાં આપણે સૌ ઘણી જિગ્સો પઝલ રમ્યા છીએ, જેમાં કોઈ એક ચિત્રના સંખ્યાબંધ ટુકડા કરી નાખવામાં આવે અને પછી આપણે એ ટુકડાઓને બરાબર જોડીને એ ચિત્ર ફરી તૈયાર કરવાનું હોય. આ જ રમત સ્માર્ટફોનની એપ સ્વરૂપે ખરેખર નવું અને સ્માર્ટ સ્વરૂપ લે છે.

પોલીસ્ફિયર એપ ઇન્સ્ટોલ કરીને ઓપન કરતાં આપણને જુદાં જુદાં ચિત્રો બતાવવામાં આવે છે. આ દરેક ચિત્ર સંખ્યાબંધ ટુકડાઓમાંથી બનેલું હોય છે. કોઈ પણ એક ચિત્રને ક્લિક કરતાં આ તમામ ટુકડાઓ જાણે હવામાં તરતા હોય એ રીતે સ્ક્રીન પર દેખાવા લાગે છે. આપણે આંગળીની મદદથી આ ટુકડાઓને  એવી રીતે ફેરવીને ગોઠવવાના છે જેથી એ ચિત્ર બની જાય.

ટુકડાઓની સંખ્યા પાર વગરની છે અને તેમને ૩૬૦ ડિગ્રીએ ફેરવી શકાતા હોવાથી આ ગેમ ખાસ્સી કસરત કરાવે તેવી છે. પરંતુ એક વાર તમે તેની પેટર્ન સમજવા લાગશો એ પછી બહુ વેરવિખેર પાસાંને એકમેક સાથે જોડીને સમગ્ર વાતનો સાર કેવી રીતે મેળવવો એ તમારે માટે રમત વાત બની જશે!


એપ ડાઉનલોડઃ

એન્ડ્રોઇડ પ્લે સ્ટોર

એપલ એપ સ્ટોર

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!