પેટીએમનાં હવે એટીએમ પણ શરૂ થાય એવી શક્યતા છે.
મોબાઇલ વોલેટ તરીકે ભારતમાં સૌથી વધુ સફળ પેટીએમ યુપીઆઈ પેમેન્ટ અને પેમેન્ટ્સ બેન્કથી પોતાનો વ્યાપ વધારી રહી છે અને હવે પેટીએમ કંપની ટાટા કમ્યુનિકેશન્સ પેમેન્ટ સોલ્યુશન્સ લિમિટેડ કંપનીના સાથમાં દેશભરમાં ૧૦૦૦ જેટલાં એટીએમ સ્થાપશે તેવા સમાચાર છે.
આ પહેલાં કંપનીએ વાસ્તવિક જગતમાં લોકો સુધી પહોંચવા માટે નાના દુકાનદારોને પેટીએમના એજન્ટ બનાવીને ‘પેટીએમ કા એટીએમ’ નામની વ્યવસ્થા વિકસાવી છે, જેની મદદથી લોકો પેટીએમ પેમેન્ટ્સ બેન્કનો લાભ લઈ શકે છે.

