(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મ્યુઝિક એપ્સમાં ઘોંઘાટ વધ્યો

સ્પોટિફાય અને યુટ્યૂબ મ્યુઝિકના આગમનથી ઓનલાઇન મ્યુઝિક સ્ટ્રીમિંગમાં હરીફાઈ વધી

ભારતમાં મ્યુઝિક એપ્સના ફિલ્ડમાં ઘોંઘાટ વધી રહ્યો છે! હજી હમણા સુધી ગાના, વિંક, જિઓસાવન, કે હંગામા મ્યુઝિક જેવી મ્યુઝિક સ્ટ્રીમિંગ એપ્સનો દબદબો હતો, પણ હવે તેમને સ્પોટિફાય અને યુટ્યૂબ મ્યુઝિક જેવી ગ્લોબલ જાયન્ટ મ્યુઝિક સર્વિસીઝ તરફથી જબરી હરીફાઇ મળી રહી છે.

ભારતીય એપ્સ ઉપરાંત ગૂગલ પ્લે મ્યુઝિક, એમેઝોન પ્રાઇમ મ્યુઝિક અને આઇટ્યૂન્સ/એપલ મ્યુઝિક સર્વિસ પહેલેથી ભારતમાં એક્ટિવ હતી. હવે આ વર્ષે ફેબ્રુઆરીમાં સ્પોટિફાય ભારતમાં લોન્ચ થઈ અને ગયા અઠવાડિયે, માર્ચમાં યુટ્યૂબ મ્યુઝિક પણ લોન્ચ થઈ ગઈ.

સંગીત રસિયાઓ માટે આટલી એપ્સ ઓછી હોય તેમ યુટ્યૂબ એપ પોતે મ્યુઝિકનો બહુ મોટો સ્રોત છે જ. ભારતીયોનો સંગીતપ્રેમ વર્ષોજૂનો છે અને બદલાતા સમય સાથે ફક્ત સંગીત બદલાઈ રહ્યું છે, સંગીતપ્રેમ નહીં. બિઝનેસની દૃષ્ટિએ વાત કરીએ તો પાયરસીને કારણે પાછલાં થોડાં વર્ષો ભારતના સંગીત ઉદ્યોગ માટે નબળાં રહ્યાં, પણ હવે સ્માર્ટફોનમાં મ્યુઝિક સ્ટ્રીમિંગ સર્વિસીઝના આગમન સાથે આ ઉદ્યોગના સૂર ફરી બદલાયા છે.

આમ તો ઇન્ટરનેટ આધારિત લગભગ દરેક સર્વિસની જેમ મ્યુઝિક એપ્સ પણ ફ્રીમિયમ મોડેલ અપનાવી રહી છે. તમે ફક્ત ઓનલાઇન મ્યુઝિક સાંભળવા માગતા હો, વચ્ચે એડ્સનો અપરોધ ચલાવી લેવા માગતા હો, તો આ એપ્સનો ઉપયોગ મફત કરી શકો છો. જો એડ્સ-ફ્રી મ્યુઝિક જોઈતું હોય અને ડાઉનલોડ કરીને ઓફલાઇન પણ સાંભળવું હોય તો તમારે પ્રીમિયમ સર્વિસ માટે મહિને ૯૯ રૂપિયા જેટલી ફી ચૂકવવી પડે.

જોકે મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર્સે આ કામ પણ સહેલું બનાવી દીધું. એરટેલના યૂઝર્સ વિંક મ્યુઝિક સર્વિસના પ્રીમિયમ વર્ઝનનો લાભ લઈ શકે છે. એ જ રીતે જિઓ મ્યુઝિક અને સાવન મ્યુઝિક એક થઈ ગયા પછી તેનું પ્રીમિયમ વર્ઝન પણ, જિયો યૂઝર્સ માટે ફ્રી છે. આવી પ્રીમિયમ પણ ફ્રી સર્વિસમાં અમુક મર્યાદાઓ ખરી.

જોકે ભારતમાં ઇન્ટરનેટ ડેટા અત્યંત સસ્તો થયા પછી બધી મ્યુઝિક એપ્સે પોતાના બિઝનેસ ટ્રેક બદલવા પડે એવી સ્થિતિ સર્જાઈ રહી છે. થોડા સમય પહેલાં સુધી તો ડેટા પ્લાન મોંઘા હતા અને ડેટા સ્પીડ સારી નહોતી એટલે સંગીતનો ખરો શોખ હોય એવા લોકો ગમતાં ગીતો ડાઉનલોડ કરવા મળે એ માટે મહિને ૯૯ રૂપિયા ખર્ચી નાખતાં ખચકાતા નહોતા.

પછી ડેટા સોંઘો થયો અને ઝડપી થયો એટલે મ્યુઝિક એપ અને મોબાઇલ કંપનીઓએ હાથ મિલાવીને પ્રીમિયમ સર્વિસ સાવ ફ્રી આપવાનું શરૂ કર્યું, હવે પ્રીમિયમ સર્વિસમાં એક માત્ર આકર્ષણ એડ-ફ્રી હોવાનું રહ્યું છે.

ગીતોની પસંદગીની વાત કરીએ તો આ બધી એપ્સ લગભગ બરાબરીની છે. સ્પોટિફાય અને યુટ્યૂટબ મ્યુઝિકની લાઇબ્રેરી સૌથી મોટી ખરી. યુટ્યૂબ મ્યુઝિકને યુટ્યૂબના અપાર વીડિયો કલેક્શનનો પણ લાભ છે, એટલે આ એપમાં તમે ગીતોના વીડિયો પણ જોઈ શકો છો. જોકે આ ‘લાભ’ ધરાર લેવો પડે છે. જો તમે ફક્ત ગીત સાંભળવા માગતા હો, તો યુટ્યૂબ મ્યુઝિકમાં એ શક્ય તો છે, પણ પ્રીમિયમ સર્વિસમાં!

યુટ્યૂબ મ્યુઝિકની બીજી એક મોટી ઉણપ એ છે કે તેમાં એપ કે ફોન બંધ કર્યા પછી મ્યુઝિક ચાલુ રહેતું નથી. અન્ય મ્યુઝિક એપમાં તમે ગમતું પ્લેલિસ્ટ ઓન કરી, ફોન બંધ કરીને રોટલીની કણક ગૂંદવાનું કે એક્સેલમાં આંકડા ફેંદવાનું ચાલુ રાખી શકો, જ્યારે યુટ્યૂબ મ્યુઝિકમાં એપ અને સ્ક્રીન બંને ચાલુ રાખવાં પડે છે!


બાકી, સર્વિસ ગૂગલની છે એટલે તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો હોવાની જ. તમને ગમતાં ગીતો એપ થોડા સમયમાં સામેથી સૂચવવા લાગે… એવું બધું તો છે, પણ ભારતીય સંગીતપ્રેમીઓને સંગીત સાંભળવું હોય છે, જોવું નહીં, એટલે ફ્રી વર્ઝનમાં એ સુવિધા નહીં હોય તો યુટ્યૂબ મ્યુઝિકને મુશ્કેલી તો પડવાની!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!