(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વોઇસ કમાન્ડમાં વધુ પ્રાઇવસી

વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ આપણો પડ્યો બોલ ઝીલે છે, પણ એ બધા વોઇસ કમાન્ડ રેકોર્ડ કરે છે અને અન્યને સંભળાવે પણ છે! અલબત્ત, ગૂગલ આસિસ્ટન્ટમાં હવે આપણને ડેટા પર વધુ અંકુશ મળશે.

‘‘હેલ્લો ગૂગલ, ઓપન કેમેરા…’’, ‘‘હેલો ગૂગલ, વોટ્સએપ ફલાણાં ધેટ આઇ વિલ બી લેટ ફોર મીટિંગ…’’, ‘‘એલેક્સા, પ્લે દિલ ચાહતા ફોર મી…’’ આવા વોઇસ કમાન્ડ હવે આપણે પોતે આપવા લાગ્યા છીએ અથવા તો ટીવીની જાહેરાતોમાં જોઇએ છીએ!

આપણે અવારનવાર વાત કરી છે, તેમ ઇન્ટરનેટ કંપનીઝ ધીમે ધીમે સ્માર્ટ ડિવાઇસીસમાંથી કીબોર્ડની બાદબાકી કરવાની દિશામાં આગળ વધી રહી છે. ગૂગલ હોમ અને એમેઝોન એલેક્સા જેવા ડિવાઈસીસ ફક્ત વોઈસ કમાન્ડથી જ ચાલે છે. સ્માર્ટફોન અને કમ્પ્યુટરમાં પણ ગૂગલ આસિસ્ટન્ટ, એપલ સિરી, માઇક્રોસોફ્ટ કોર્ટના વગેરેની મદદથી, વોઇસ કમાન્ડથી ઘણું બધું કામ કરી શકાય છે. 

જો તમારી કારની ઇન્ફોટેઇન્મેન્ટ સિસ્ટમ એન્ડ્રોઇડ ઓટો કે એપલ ઓટો સાથે કનેક્ટ કરી શકાતી હોય તો ચાલતી કારે પણ તમે વોઇસ કમાન્ડ આપીને મનગમતાં ગીત સાંભળી શકો છો, કોઈ વ્યક્તિને કોલ જોડી શકો છો, વોટ્સએપ કે એસએમએસ મોકલી શકો છો કે મેપમાં કોઈ લોકેશન માટે નેવિગેશન ચાલુ કરી શકો છો. ચાલુ કારે મોબાઇલ કે ઇન્ફોટેઇન્મેન્ટના ટચ સ્ક્રીન પર આંગળીથી આ બધા કમાન્ડ આપવામાં સહેજ પણ સલામતી નથી, પણ વોઇસ કમાન્ડથી આ બધાં જ કામ ખાસ્સાં સહેલાં બની જાય છે. 

પરંતુ દરેક બાબતમાં સિક્કાની બીજી બાજુ હોય તો વોઇસ આસિસ્ટન્ટમાં કેમ નહીં?

ગૂગલ, એપલ, એમેઝોન વગેરે કંપનીએ ‘આપણો પડ્યો બોલ ઝીલતા’ એટલે કે વોઇસ કમાન્ડથી કામ કરતા વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ ડેવલપ કર્યા ત્યારથી પ્રાઇવસીનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. સૌને શંકા હતી અને પછી ખાતરી થઈ કે બધા વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ આપણે જે કંઈ બોલીએ તે રેકોર્ડ કરી લે છે! એટલું જ નહીં રેકોર્ડ કરવામાં આવેલો વોઇસ ડેટા ફક્ત મશીન કે કમ્પ્યુટર નહીં પરંતુ કેટલાક જીવતા જાગતા માણસોને પણ સંભળાવવામાં આવતો હોવાનું બહાર આવ્યું હતું. 

હવે ગૂગલે તેના બ્લોગમાં સ્પષ્ટપણે આ વાત સ્વીકારીને લખ્યું છે કે કંપની આસિસ્ટન્ટમાં આપણી પ્રાઇવસી જાળવવા માટે વધુ પગલાં લઈ રહી છે. 

ગૂગલના કહેવા મુજબ ગૂગલ વિવિધ ભાષાઓ માટેની તેની સ્પીચ ટેકનોલોજીને સુધારવા માટે ગૂગલ આસિસ્ટન્ટની મદદથી રેકોર્ડ કરવામાં આવેલા ઓડિયો ડેટાને વિવિધ ભાષાના નિષ્ણાતોને સાંભળવા માટે તથા ટ્રાન્સસ્ક્રાઇબ કરવા એટલે કે લેખિત સ્વરૂપમાં ફેરવવા માટે આપે છે. પરંતુ આ વિશે લોકોએ ચિંતા જતાવ્યા પછી, ગૂગલના દાવા મુજબ તેણે સમગ્ર વિશ્વમાં ઓડિયો ડેટાના હ્યુમન ટ્રાન્સ્ક્રિપ્શનની પદ્ધતિ અટકાવી દીધી છે. 

હવે ગૂગલ કહે છે કે આપણાં ઓડિયો રેકોર્ડિંગ્સને બાય ડિફોલ્ટ જાળવી રાખવામાં આવતું નથી. જો આપણે પોતે ઇચ્છીએ કે ગૂગલ આસિસ્ટન્ટ સમય સાથે આપણા અવાજને વધુ સારી રીતે ઓળખી શકે અને જો આપણે પોતે ઇચ્છીએ કે ગૂગલ સૌ માટે, વિવિધ ભાષામાં બોલાતા શબ્દોને વધુ સારી રીતે ઓળખી શકે તો આપણે પોતાના ઓડિયોના નાના સેમ્પલ્સનો ઉપયોગ કરવાની ગૂગલને છૂટ આપી શકીએ છીએ. 

આપણે ઇચ્છીએ ત્યારે આપણા સેમ્પલ્સ ડીલિટ પણ કરી શકીએ છીએ. 


ફોનમાં ગૂગલ આસિસ્ટન્ટ ઓપન કરી, તમારા પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરો અને પછી ‘યોર ડેટા ઇન ધ આસિસ્ટન્ટ’માં જાઓ.

તમે જે વોઇસ કમાન્ડ્સ આપ્યા હશે તેનાં રેકોર્ડિંગ્સ જોઈ શકાશે. તેને મેનેજ કરવા નીચેની તરફ, ‘વોઇસ એન્ડ ઓડિયો એક્ટિવિટી’માં જાઓ.

અહીં ‘મેનેજ એક્ટિવિટી’માં જઈ ગમે તે રેકોર્ડિંગ સિલેક્ટ કરી ડિલીટ કરો અથવા રેકોર્ડિંગ થાય જ નહીં એવું સેટિંગ કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!