(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

પ્લે સ્ટોરમાંથી જ સ્પેસ મેનેજ કરો

અત્યાર સુધી સ્માર્ટફોનમાં એ ઇન્સ્ટોલ કરતી વખતે ફોનમાંની સ્પેસ ઓછી પડે તો આપણે ફોનના સેટિંગ્સમાં જઇને ફોનમાં કેટલી સ્પેસ ભરાઈ ગઈ છે એ તપાસવું પડતું હતું અને પછી એપ્સમાં જઇને બિનજરૂરી એપ્સ દૂર કરીને જગ્યા કરવી પડતી હતી.

હવે આ બધું ગૂગલ પ્લે સ્ટોરમાં જ ઉમેરાઈ ગયું છે. તેનો લાભ લેવા સ્માર્ટફોનમાં ગૂગલ પ્લે સ્ટોર ઓપન કરો અને તેમાં ડાબી તરફની મેનૂ પેનલ ઓપન કરી ‘માય એપ્સ એન્ડ ગેમ્સ’ પર ક્લિક કરો. અહીં ત્રણ ટેબ જોવા મળશે. પહેલી ‘અપડેટ્સ’ ટેબમાં તમે ઇન્સ્ટોલ કરેલી પરંતુ અપડેટ ન કરેલી એપ્સની યાદી જોવા મળશે. બીજી ‘ઇન્સ્ટોલ્ડ’ ટેબમાં તમે ઇન્સ્ટોલ કરેલી તમામ એપ્સની યાદી જોવા મળશે. તેમાં મથાળે ‘સ્ટોરેજ’ કાર્ડ જોવા મળશે. તેમાં ફોનમાં કેટલા ટકા સ્પેસ ભરાઈ ગઈ છે અને હવે કેટલી જીબી સ્પેસ ખાલી છે તે જોઈ શકાશે.

આ ‘સ્ટોરેજ’ કાર્ડ ક્લિક કરશો તો ફોનમાંની, ડિલીટ થઈ શકે તેવી તમામ એપ્સની યાદી જોવા મળશે. તમે જે એપનો સૌથી ઓછો ઉપયોગ કરતા હો તેને સૌથી ઉપર રાખીને તે એપ્સ ડિલીટ કરવાની ભલામણ કરવામાં આવશે. આ યાદીને તમે સાઇઝ કે ડેટાઉપયોગ કે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં સોર્ટ કરી શકો છો. ન જોઇતી એપ્સ ટીક કરી, અહીંથી જ તેને અનઇન્સ્ટોલ કરો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!