દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઇ શહેર અને મહારાષ્ટ્ર રાજ્ય એટીએમ ફ્રોડની દૃષ્ટિએ પણ દેશમાં પહેલા નંબરે છે. ૨૦૧૮-૧૯ના આંકડા અનુસાર એટીએમ ફ્રોડના કુલ ૯૮૦ કિસ્સાઓમાંથી સૌથી વધુ ૨૩૩ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા હતા.
દિલ્હી અને તમિલનાડુ ત્યાર પછી ૧૭૯ અને ૧૪૭ કેસ સાથે બીજા અને ત્રીજા ક્રમે રહ્યા છે. માત્ર આસામ, અરૂણાચલ પ્રદેશ અને ત્રિપુરામાં એટીએમ ફ્રોડના કોઈ પણ કેસ નોંધાયા નથી.
મહારાષ્ટ્રમાં આ પ્રકારના ફ્રોડને કારણે લોકોએ કુલ રૂા.૪.૮ કરોડ ગુમાવ્યા. ગયા વર્ષની સરખામણીમાં કેસની સંખ્યા વધી છે પરંતુ ગુમાવેલી રકમનો આંકડો ઘટ્યો છે. અલબત્ત આ કિસ્સાઓ માત્ર રૂપિયા એક લાખથી વધુ રકમ માટેના ફ્રોડ માટેના છે.

