કેરળ સરકારના શિક્ષણ વિભાગ હેઠળ રચાયેલી એક કંપનીએ હમણાં એક મોટો નિર્ણય લઇને કેરળની શાળાઓના કમ્પ્યુટર્સમાં પ્રોપ્રાઇટરી એપ્લિકેશન્સ અને ઓપરેટિંગ સિસ્ટમ્સ (સાદા શબ્દોમાં માઇક્રોસોફ્ટના પ્રોગ્રામ્સ અને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ્સ!)ને સ્થાને લિનક્સ આધારિત ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે.
આ માટે ઉબન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ આધારિત એક ખાસ ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવવામાં આવી છે. આ કારણે હવે કેરળની શાળાઓમાં બે લાખથી વધુ કમ્પ્યુટર્સમાં લિનક્સ આધારિત ફ્રી ઓપરેટિંગ સિસ્ટમ હશે અને તેના ઉપયોગ માટે દોઢ લાખ પ્રાથમિક શિક્ષકોને તાલીમ આપવામાં આવશે. એવો અંદાજ છે કે આ પગલાંથી કેરળ સરકાર રૂા.૩૦૦૦ કરોડ બચાવી શકશે.
