બે ઘડી રિલેક્સ થવામાં મદદ કરતી એપ. એપનો કન્સેપ્ટ એકદમ સિમ્પલ છે.
એક તરફ એક કે તેથી વધુ એનર્જી સોર્સ આપવામાં આવ્યા છે અને બીજી તરફ બેટરી આપવામાં આવી છે. એનર્જી સોર્સને બેટરીથી ચાર્જ કરવા માટે આપણે બંને વચ્ચેની સર્કિટ પૂરી કરવાની છે. એ માટે સર્કિટના માર્ગમાં વિવિધ મિરર્સ આપેલા છે જેને આપણે યોગ્ય રીતે ફેરવવાના રહે છે.
મજાની વાત એ છે કે આ ગેમ કોઈ રીતે આપણો સ્ટ્રેસ વધારે તેવી નથી એટલે કે તેમાં અમુક નિશ્ચિત સમયમાં લેવલ પાર કરવાનું કોઈ દબાણ નથી.
ગેમની શરૂઆતમાં એ કેવી રીતે રમવી એ વિશે એક નાનો ટ્યુટોરિયલ આપવામાં આવેલો છે. ગેમમાં ૩૦૦થી વધુ લેવલ છે. ગેમ બિલકુલ ફ્રી છે. ખાસ તો તે ઓફલાઇન પણ રમી શકાય છે. એન્ડ્રોઇડ અને એપલ બંનેમાં આ ગેમ ઉપલબ્ધ છે.
એપ ડાઉનલોડ કરો

