(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જાણો મરોડદાર, મજાના અક્ષરોનાં મજેદાર રહસ્યો

પ્રિન્ટ કમ્યુનિકેશનમાં ટાઇપોગ્રાફી એક બહુ મહત્ત્વનું પાસુ છે. કોઈ પણ ડિઝાઇન કે લખાણમાં વપરાયેલા શબ્દો કે અક્ષરોના મરોડ ઘણું બધું કહી જતા હોય છે. ટાઇપોગ્રાફી માત્ર ડિઝાઇનર કે આર્ટિસ્ટનો વિષય છે એવું માનવાની ભૂલ કરશો નહીં.

નોકરી મેળવવા માટે બાયોડેટા મોકલનાર ઉમેદવાર જો કોમિક સાન્સ ફોન્ટમાં પોતાનું લખાણ ટાઇપ કરીને મોકલે તો તેને લગભગ કોઈ કંપની ઇન્ટરવ્યૂ માટે બોલાવે નહીં કેમ કે આ ફોન્ટ સામાન્ય રીતે બાળકો માટેની ડિઝાઇન્સમાં ઉપયોગમાં લેવાય છે!

આપણે ટાઇપોગ્રાફી સંબંધિત વિવિધ પાસાં સમજીએ.

આગળ શું વાંચશો?

  • ટાઇપફેસ અને ફોન્ટ

  • સેરિફ, સાન્સ-સેરિફ

  • એલાઇનમેન્ટ

  • ટ્રેકિંગ, લીડિંગ અને કર્નિંગ

ટાઇપફેસ અને ફોન્ટ

મોટા ભાગના લોકો આ બંને બાબતને એક ગણે છે પણ તે અલગ અલગ છે. ટાઇપફેસ ‘ફોન્ટ ફેમિલી’ તરીકે પણ ઓળખાય છે અને એ ફેમિલીમાંના જુદી જુદી ખાસિયત ધરાવતા વર્ઝન ‘ફોન્ટ’ કહેવાય છે. જેમ કે એરિયલ અને ટાઇમ્સ ન્યૂ રોમનને આપણે ફોન્ટ ગણીએ છીએ, પરંતુ હકીકતમાં તે ટાઇપફેસ છે.

આ ટાઇપફેસના વેઇટ (એટલે કે બોલ્ડ, મીડિયમ કે રેગ્યુલર), ઇટાલિક (જમણી તરફ ઢળતા અક્ષરો), કન્ડેન્સેશન અને વિડ્થ (ફોન્ટ કેટલા પહોળા કે સાંકડા છે તે), સ્ટાઇલ (જેમ કે માત્ર આઉટલાઇન) વગેરે ખાસિયત મુજબ જુદા જુદા ફોન્ટ હોય છે.

ગુજરાતી જેવી ભાષાની વાત કરીએ તો તેમાં શ્રીલિપી, ઇન્ડિકા, ભાષાભારતી વગેરે ટાઇપફેસ કે ફોન્ટ ફેમિલી છે, તેમાં જુદા જુદા ફોન્ટ હોય છે. જેમ કે શ્રીલિપીમાં Shree-Guj7-001, Shree-Guj7-3312 વગેરે નામ ધરાવતા સંખ્યાબંધ ફોન્ટ હોય છે તો ઇન્ડિકામાં ક્રિશ્ર્ના, ચિત્રા વગેરે નામના ફોન્ટ હોય છે.

સેરિફ, સાન્સ-સેરિફ

ડિઝાઇનર જ્યારે પણ કોઈ ડિઝાઇન કે લેઆઉટનો વિચાર કરે ત્યારે ટાઇપોગ્રાફીના મુદ્દે તેમના મનમાં લગભગ પહેલો સવાલ આ જ હોય – સેરિફ ટાઇપફેસ યૂઝ કરવા કે પછી સાન્સ-સેરિફ?


જો તમને જુદી જુદી ડિઝાઇન્સ જરા ઝીણી નજરે જોવાની ટેવ હશે તો તમે ક્યારેક નોંધ્યું હશે કે અમુક ફોન્ટમાં અક્ષરોના જુદા જુદા ખૂણે છેડા લંબાયેલા હોય છે. જ્યારે અમુક ફોન્ટમાં આવો કોઈ લંબાયેલો ભાગ હોતો નથી.

લેટિન ભાષામાં ‘સેરિફ’નો અર્થ થાય છે પૂંછડી અને ‘સાન્સ’નો અર્થ થાય છે ‘વગર’. આથી જે ફોન્ટમાં અક્ષરોના ખૂણે લંબાયેલા હોય તે ‘સેરિફ ટાઇપફેસ’ કહેવાય છે અને જેમાં કોઈ ભાગ લંબાતો ન હોય તે ‘સાન્સ-સેરિફ’ કહેવાય છે.

ઇંગ્લિશ ટાઇપફેસની વાત કરીએ તો ટાઇમ્સ ન્યૂ રોમન અને ગેરેમોન્ડ જાણીતા સેરિફ ટાઇપફેસ છે, જ્યારે એરિયલ, હેલ્વેટિકા, કેલિબ્રી વગેરે જાણીતા સાન્સ-સેરિફ ટાઇપફેસ છે.

સેરિફ અને સાન્સ-સેરિફ ઉપરાંત વળાંકદાર, હાથે લખાયેલા જેવા કે કેલિગ્રાફી જેવા મરોડદાર ટાઇપફેસ સામાન્ય રીતે ‘સ્ક્રીપ્ટ’ તરીકે ઓળખાય છે. લગ્ન કે રિસેપ્શનના આમંત્રણ કે લક્ઝુરિયસ હોટેલ્સના મેનૂમાં સામાન્ય રીતે સ્ક્રીપ્ટ ટાઇપફેસનો ઉપયોગ થતો હોય છે. તમારા કમ્પ્યુટરમાં લ્યુસિડા હેન્ડરાઇટિંગ કે બ્રશ સ્ક્રીપ્ટ ટાઇપફેસ મળી આવે તો એ સ્ક્રીપ્ટ ટાઇપફેસનાં ઉદાહરણ છે.

એલાઇનમેન્ટ

ડિઝાઇનમાં ટેક્સ્ટની વાત આવે ત્યારે ટેકસ્ટનું એલાઇનમેન્ટ એક મહત્વનો મુદ્દો બને છે. માઇક્રોસોફ્ટ ઓફિસના પ્રોગ્રામ્સ કે વિવિધ ડીટીપી સોફ્ટવેરમાં લખાણને ડાબી તરફ, મધ્યમાં કે જમણી તરફ એલાઇન કરવાની (ગોઠવવાની) સગવડ હોય છે. સામાન્ય રીતે સૌને ડાબેથી જમણી તરફ વાંચવાની ટેવ હોવાથી મોટા ભાગે લખાણ લેફ્ટ એલાઇન્ડ કે સેન્ટર એલાઇન્ડ રાખવામાં આવે છે.

અલબત્ત ડિઝાઇનર્સ પોતપોતાની રીતે ક્રિએટિવ છૂટછાટ લેતા હોય છે.

આ ત્રણ પ્રકારના એલાઇનમેન્ટ ઉપરાંત ‘જસ્ટીફાઇડ’નો એક ચોથો વિકલ્પ પણ હોય છે. તેમાં લખાણ નિશ્ચિત પહોળાઈમાં, બંને છેડા સુધી પહોંચે એવી રીતે ગોઠવાય છે. આ પ્રકારની જસ્ટીફાઇડ ટેક્સ્ટને લેફ્ટ, સેન્ટર, રાઇટ અને ફૂલ એમ ચાર જુદા જુદા પ્રકારમાં સેટ કરી શકાય છે.

ટ્રેકિંગ, લીડિંગ અને કર્નિંગ

એક શબ્દમાંના તમામ અક્ષરો વચ્ચેની જગ્યાને ટ્રેકિંગ કહે છે, બે લીટી વચ્ચેની જગ્યાને લીડિંગ કહે છે. લીડિંગ ‘લાઇન સ્પેસિંગ’ તરીકે પણ ઓળખાય છે.

માઇક્રોસોફ્ટ વર્ડ જેવા પ્રોગ્રામમાં આપણે બે લીટી વચ્ચેની જગ્યા ૧.૫ કે ડબલ તરીકે સેટ કરીએ તે લીડિંગ કે લાઇન સ્પેસિંગને લગતું સેટિંગ છે. જ્યારે એક શબ્દમાંના જુદા જુદા અક્ષરો વચ્ચેની જગ્યાને ‘કર્નિંગ’ કહે છે. ડિઝાઇનર પોતાની મરજી મુજબ ટ્રેકિંગ, લીડિંગ અને કર્નિંગમાં ફેરફાર કરી શકે છે.


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!