(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

બાળકો માટેનું ગૂગલ – કિડલ

અનેક રીતે ઉપયોગી હોવા છતાં, ઇન્ટરનેટ બાળકો માટે સલામત નથી. તેની આ ખામીના ઉપાય તરીકે એક નવા પ્રકારનું સર્ચ એન્જિન વિક્સાવવામાં આવ્યું છે.

આગળ શું વાંચશો?

  • કિડલ શું છે?
  • કિડલ ખરેખર ઉપયોગી થાય?

સાયબરસફર‘માં વારંવાર એક વાત, ગાઇ વગાડીને કહેવામાં આવે છે કંઈક નવું શીખવું હોય, જિજ્ઞાસા સંતોષવી હોય કે કૂતુહલની ક્ષિતિજો વિસ્તારવી હોય તો ઇન્ટરનેટ જેવું અસરકારક માધ્યમ બીજું કોઈ નથી. ટીવી, રેડિયો અને અખબાર-સામયિક ઘણે અંશે એકપક્ષી છે. આ બધામાં કોઈ એકાદ શબ્દ કે દૃશ્ય આપણા આંખ-કાન વાટે મગજ સુધી અસર કરી જાય અને આપણે તેના વિશે વધુ જાણવું હોય તો એ કામ સૌથી વધુ ઝડપ અને સચોટ રીતે ઇન્ટરનેટ પર જ થઈ શકે.

ઇન્ટરનેટની આ તાકાત મોટેરાં કરતાંય હજી જેનાં મગજ વિકસી રહ્યાં છે, જેના મનમાં હજી ઘણું નવું જાણવા- સમજવાની તાલાવેલી છે એ બાળકો માટે વધુ ઉપયોગી છે.

પરંતુ તકલીફ એ છે કે જો તમે મમ્મી કે પપ્પા  તમારા સંતાનને સાથે લઈને ઇન્ટરનેટ પર વાયા ગૂગલ કે યુટ્યૂબ કશુંક નવું જોવા-જાણવાની કોશિશ કરો તો મનમાં સતત થડકાર તો રહે જ – બાળકે તેની ઉંમરે ન જોવા જેવું કંઈ દેખાઈ જશે તો? ઇન્ટરનેટની આ મોટી તકલીફ છે.

એના ઉપાય તરીકે જુદા જુદા પ્રયાસો થતા રહે છે. આવો એક પ્રયાસ થોડા સમય થઈ જરા વધુ ગાજ્યો છે. નામ છે ‘કિડલ’. (kiddle.co – સાઇટના એડ્રેસમાં કોઈ ટાઇપિંગ ભૂલ નથી, છેલ્લો એમ નથી જ).

કિડલ શું છે?

ગૂગલને મળતા આવતા નામને કારણે અને આ પણ એક સર્ચ એન્જિન હોવાના કારણે શરૂઆતમાં મોટાં અખબારોએ સુદ્ધાં, ગૂગલે આ નવી ભેટ આપી હોવાનું કહ્યું હતું, પણ પછી તેમણે ચોખવટ કરવી પડી કે આ સર્ચ એન્જિનને ગૂગલ સાથે કોઈ લેવા દેવા નથી.

અલબત્ત, કિડલ એ ગૂગલની ભેટ ન હોવા છતાં, તે ગૂગલના સર્ચ એન્જિનનો ઉપયોગ તો કરે જ છે. આ સર્ચ એન્જિન પર લખ્યા મુજબ, તેમાં આપણે કંઈ પણ સર્ચ કરીએ તો તેનાં સર્ચ રીઝલ્ટ કિડલના એટિટર્સે પોતે પસંદ કરેલાં હોય છે. ઉપરાંત આ સર્ચ એન્જિન ગૂગલની સેફ સર્ચ સુવિધાનો પણ લાભ લે છે.

આ સર્ચ એન્જિન પર લખ્યા મુજબ, તેમાં આપણે કંઈ પણ સર્ચ કરીએ તો તેનાં સર્ચ રીઝલ્ટ કિડલના એટિટર્સે પોતે પસંદ કરેલાં હોય છે. ઉપરાંત આ સર્ચ એન્જિન ગૂગલની સેફ સર્ચ સુવિધાનો પણ લાભ લે છે.

ટૂંકમાં, તમે પોતે બાળકોને લઈને ઇન્ટરનેટની ગલીઓમાં આંટા મારો કે બાળકને પોતાની રીતે સર્ચ કરવું હોય, જો કિડલ સર્ચ એન્જિનની મદદ લેવામાં આવે તો તેમાં જોવા મળતાં સર્ચ રીઝલ્ટ ફક્ત બાળકોને ધ્યાનમાં રાખીને ફિલ્ટર કરવામાં આવેલાં હોય છે.


સામાન્ય રીતે વાંધાજનક કહેવાય એવા સંખ્યાંબંધ શબ્દો આ સાઇટ પર પહેલેથી ફિલ્ટર કરેલા હોય છે એટલે તેના વિશે સર્ચ કરવામાં આવે તો કોઈ પરિણામ મળતાં જ નથી. મુલાકાતીઓ ફિલ્ડર કરવા જેવા વધુ શબ્દો પણ સૂચવી શકે છે.

કિડલ ખરેખર ઉપયોગી થાય?

ઇન્ટરનેટને બાળકો માટે સલામત બનાવવાનો આ પ્રયાસ નોંધપાત્ર ચોક્કસ કહી શકાય, પણ એ ખરેખર અસરકારક નીવડે કે નહીં એ સવાલ છે. જો તમે બાળકને ફક્ત આ સર્ચ એન્જિનનો ઉપયોગ કરવાનું કહો અને તમારી ગેરહાજરીમાં એ ગૂગલ ખોલે જ નહીં એટલાં તે ડાહ્યાં અને સમજદાર હોય તો તો એ ગૂગલ પર કંઈ પણ સર્ચ કરે, તમારે ચિંતા કરવાની જરૂર જ ક્યાં છે?!

ઉપરાંત, ટીનએજમાં પ્રવેશી રહેલાં બાળકો તેમની સાહજિક જિજ્ઞાસા સંતોષવા અને સાચી જાણકારી મેળવવા ઇન્ટરનેટનો આશરો લે તો તેમને કિડલમાં કોઈ જાણકારી મળે જ નહીં (સાચી પણ નહીં!).

એટલે ઇન્ટરનેટનો અસરકારક ઉપયોગ કરવાનો સલામત રસ્તો, બાળકો સાથે તેનાં જમા-ઉધાર પાસાંની ખુલ્લા દિલે ચર્ચા કરવાનો અને ગૂગલ સર્ચ એન્જિનમાં www.google.com/preferences સાઇટ પર જઈને સેફ સર્ચ ફિલ્ટર્સને ઓન કરવાનો છે.

ફક્ત આટલું કરશો અને બાળકની જિજ્ઞાસાને સંતોષવાની સાથોસાથ તેનામાં નવું નવું જાણવાની ખરી ભૂખ જાગે એવી સાઇટ્સ તમે પોતે તેને બતાવશો તો પછી તમારે કિડલ જેવા સર્ચ એન્જિનની મદદ લેવી નહીં પડે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!