(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જિઓ ફાયબર : ઠગોથી સાવધાન!

રિલાયન્સ જિઓના ચેરમેન મુકેશ અંબાણીએ મોબાઇલ નેટવર્ક સર્વિસમાં જિઓથી ધમાલ મચાવ્યા પછી હવે તેમણે જિઓ ફાયબરથી નવેસરથી કેબલ બ્રોડબેન્ડ કનેકશન અને સાથોસાથ ડાયરેક્ટ ટુ હોમ ટીવી ઇન્ડસ્ટ્રીને ઉપરતળે કરી નાખવાની તૈયારીઓ કરી લીધી છે.

તેમણે જિઓ ફાયબર સર્વિસને સપ્ટેમ્બર ૨૦૧૯થી કમર્શિયલી લોન્ચ કરવાની જાહેરાત કરતાં બે પ્રકારના લોકો એકદમ ઉત્સાહમાં આવી ગયા છે – ધમાકેદાર સ્પીડે ઇન્ટરનેટનો લાભ લેવા માગતા લોકો અને આવા લોકોને ઠગવા માગતા લોકો!

ભારતમાં (ખરેખર તો આખા વિશ્વમાં) જ્યારે પણ કોઈ પણ એવી બાબતની જાહેરાત થાય છે જેમાં બહુ મોટા પ્રમાણમાં લોકોને રસ પડે તેમ હોય ત્યારે અચૂકપણે લોકોના આ રસનો લાભ લેવા માગતા લોકો મેદાનમાં આવી જાય છે. અત્યારે જિઓ ફાયબરના રજિસ્ટ્રેશન અને તેના રિચાર્જ સંબંધિત વિવિધ ઓફર્સની લલચામણી ઓફર્સ થવા લાગી છે. રિલાયન્સ જિઓ ફાયબર સર્વિસ માટે ‘રજિસ્ટ્રેશન’ની ઓફર કરતી વેબસાઇટ્સ, સર્વિસનું ‘એક્ટિવેશન’ કરવા સંબંધિત મેઇલ્સ અને છેવટે તેમાં ત્રણ મહિના માટે ‘મફત રિચાર્જ’ની ઓફર કરતા એસએમએસ, વેબસાઇટ્સની લિન્ક્સ, યુટ્યૂબ વીડિયોઝ વગેરે ઇન્ટરનેટ પર મોટા પાયે દેખાવા લાગ્યાં છે (અને કમનસીબે લોકો આવું કન્ટેન્ટ વગર વિચાર્યે બીજાને શેર પણ કરી રહ્યા છે).

હાલમાં સત્તાવાર માહિતી મુજબ, માત્ર https://gigafiber.jio.com સાઇટ પર જઇને આપણે ત્રણ સ્ટેપમાં આ સર્વિસ માટે રજિસ્ટ્રેશન કરવાનું છે. એ પછી આપણા એડ્રેસ પર આ સર્વિસ ઉપલબ્ધ થાય ત્યારે કંપનીના પ્રતિનિધિ આપણી મુલાકાત લેશે અને જરૂરી પ્રક્રિયા પૂરી કર્યા પછી સર્વિસનું ઇન્સ્ટોલેશન કરી આપશે. હાલમાં ઇન્સ્ટોલેશન માટે કોઈ ચાર્જ નથી.

આ સિવાય રજિસ્ટ્રેશન, એક્ટિવેશન કે રિચાર્જ સંબંધિત કોઈ પણ વેબસાઇટ કે મેસેજ કે વીડિયો ધ્યાને લેશો નહીં. આવા કન્ટેન્ટનો હેતુ માત્ર લોકોની જિજ્ઞાસાનો લાભ લઇને પોતાની વેબસાઇટ પર ટ્રાફિક વધારવાનો હોય છે. એ ઉપરાંત, ઘણા કિસ્સામાં લોકોની માહિતી ચોરવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે. જેનો આગળ જતાં ઓનલાઇન બેન્કિંગ કે ક્રેડિટ/ડેબિટ કાર્ડ સંબંધિત ફ્રોડમાં ઉપયોગ થઈ શકે છે.

આ પ્રકારના એસએમએસની ભાષા, વેબસાઇટની ડિઝાઇન વગેરે પરથી તે બનાવટી હોવાનું સહેલાઇથી પરખાઈ આવે છે. આવું કન્ટેન્ટ ધ્યાને લેશો નહીં તેમજ અન્યો સાથે શેર પણ કરશો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!