(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એમેઝોન દાવાનળની અસર જુઓ

દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં એમેઝોનનાં જંગલોમાં દાવાનળની સંખ્યા અને વ્યાપ વધી રહ્યાં છે અને આખા વિશ્વને તેની દૂરગામી અસરોની ચિંતા થવા લાગી છે. સેલિબ્રિટિઝ સોશિયલ મીડિયા પર દાવાનળની તસવીરો સાથે ક્લાઇમેટ ચેન્જ સામે આક્રોષ ઠાલવી રહ્યા છે, પણ આ તસવીરો બહુ જૂની હોવાનું બહાર આવી રહ્યું છે!

હવે એમ પણ બહાર આવી રહ્યું છે કે એમેઝોનનાં જંગલોમાં આગ, કહેવાય છે એટલી અભૂતપૂર્વ નથી અને તેનું મુખ્ય કારણ ક્લાઇમેટ ચેન્જ પણ નથી.

તેમ છતાં એમેઝોનનાં જંગલોમાં વિસ્તરતી આગ ચિંતાનો વિષય જરૂર છે. તેની અસર ખરેખર કેટલી ગંભીર છે એ દર્શાવવા માટે અમેરિકન સંસ્થા નાસાએ એક વિઝ્યુઅલાઇઝેશન તૈયાર કર્યું છે. તેમાં તેના એક્વા સેટેલાઇટ પરના એટ્મોસ્ફરિક ઇન્ફ્રારેડ સાઉન્ડર નામના સાધને મેળવેલા ડેટાથી, જંગલોમાં આગને કારણે વાતાવરણમાં કેટલો કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાઈ રહ્યો છે તે દર્શાવાયું છે.

આ વિઝ્યુઅલાઇઝેશનમાં, ઓગસ્ટ ૮ થી ૨૨, ૨૦૧૯ સુધી આગવાળા વિસ્તારોથી ૧૮,૦૦૦ ફૂટની ઊંચાઈએ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ માપીને ઘેરા લાલ રંગથી દર્શાવવામાં આવ્યું છે. નાસાના જણાવ્યા અનુસાર, લાંબા ગાળે તેનાથી હવાનું પ્રદૂષણ અને ક્લાઇમેટ ચેન્જ બંને પર અસર થઈ શકે છે.

આ વિઝ્યુઅલાઇઝેશન જુઓ અહીં : https://www.nasa.gov/feature/jpl/nasas-airs-maps-carbon-monoxide-from-brazil-fires

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!