(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એક્સેલમાં ‘રેપ ટેકસ્ટ’ વિશે જાણો

જ્યારે આપણે એક્સેલમાં કોઈ કોરી સ્પ્રેડશીટ ઓપન કરીએ ત્યારે તેમાં દરેક સેલની ઊંચાઈ અને પહોળાઈ નિશ્ચિત હોય છે. પછી તેમાં ટેક્સ્ટ કે નંબર્સ ઉમેરીએ એ મુજબ રોની ઊંચાઈ વધે અને કોલમની પહોળાઈ વધે.

જો તમે કોલમની પહોળાઈ નિશ્ચિત રાખવા માગતા હો પણ અમુક સેલમાં કોલમની પહોળાઈ કરતાં વધુ પ્રમાણમાં ટેક્સ્ટ હોય તો મથાળાની રીબનમાં હોમમાં એલાઇન્ટમેન્ટ ટેબમાં ‘રેપ ટેક્સ્ટ’નો વિકલ્પ મળે છે. તેને ક્લિક કરતાં કોલમની પહોળાઈ નિશ્ચિત રહે છે પણ રોની ઊંચાઈ વધે છે અને આખી ટેકસ્ટ એકથી વધુ લાઇનમાં ગોઠવાય છે.

જો આપણે કોલમની પહોળાઈ વધારીએ કે ઘટાડીએ તો સેલમાંની ટેકસ્ટની જરૂર મુજબ રોની ઊંચાઈ વધે કે ઘટે છે. હવે જો આપણે કોઈ કોલમની પહોળાઈ તેમાંના કોઈ પણ સેલમાંની સૌથી લાંબી ટેકસ્ટ જેટલી પહોળી કરવા ઇચ્છતા હોઇએ, જેથી સેલમાંની આખી ટેકસ્ટ એક જ લાઇનમાં દેખાય તો એ માટે એક કે વધુ કોલમ સિલેક્ટ કરો. હવે સિલેક્ટ કરેલી કોલમના મથાળાના નામની જમણી બાજુની લીટી ડબલ ક્લિક કરો. આથી કોલમ તેમાંની સૌથી લાંબી ટેકસ્ટ જેટલી પહોળી થઈ જશે. એ જ રીતે જુદી જુદી રોની ઊંચાઈ વધારી-ઘટાડી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!