તમે જો મેથ્સ કે એન્જિનિયરિંગના વિદ્યાર્થી હો તો તમારે કેલ્ક્યુલેટર અને એમાં પણ સાયન્ટિફિક કેલ્કયુલેટરનો ખાસ ઉપયોગ કરવાનો થતો હશે. સાયન્ટિફિક કેલ્ક્યુલેટર મેથ્સ ઉપરાંત કેમેસ્ટ્રી અને ફિઝિક્સના દાખલા ઉકેલવામાં પણ મદદરૂપ થઈ શકે છે. આ પ્રકારના કેલ્ક્યુલેટરની મુશ્કેલી એ છે કે આપણને મેથ્સની બધી ફોર્મ્યુલા આવડતી હોય પણ સાયન્ટિફિક કેલ્ક્યુલેટરમાં તેને ટાઈપ કેવી રીતે કરવી એની પાકી સમજ ન હોય તો કામ ઘણું મુશ્કેલ બની શકે છે.
બીજી તકલીફ એ છે કે જુદી જુદી કંપનીનાં કેલ્ક્યુલેટર્સ સાવ સાદી ગણતરી પણ જુદા જુદા ક્રમમાં કરી શકે છે. પરિણામે એક જ દાખલાનો જુદા જુદા કેલ્ક્યુલેટરમાં ખોટો જવાબ આવી શકે છે.
જેમ કે ૩+૫x૪ આ દાખલાનો જવાબ મેળવવો હોય તો પહેલાં પાંચ અને ૪નો ગુણાકાર કરીને અને પછી જવાબમાં ૩નો ઉમેરો કરવો પડે. પરંતુ કેટલાંક કેલ્ક્યુલેટરમાં (ખાસ કરીને પીસીના કેલ્ક્યુલેટરમાં) આ જ ક્રમમાં દાખલો લખતાં પહેલાં ૩+૫નો જવાબ ૮ ગણીને તેને ૪ સાથે ગુણતાં ૩૨ જવાબ આવે છે, જે ગણિતની રીતે ખોટો જવાબ છે.
આવી સાદી બાબતો તેમ જ સાયન્ટિફિક કેલ્કયુલેટરમાં સાચી ગણતરી કેવી રીતે કરી શકાય એ જણાવતી કેટલીક સરળ ટીપ્સ માટે પહોંચો આ પેજ પર https://www.thoughtco.com/how-to-use-a-scientific-calculator-4088420
