(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એક્સેલમાં ઉપયોગી ઓટોફિલ સુવિધા

એક્સેલમાં જ્યારે આપણે કોઈ પણ રો કે કોલમમાં એકસરખી પેટર્ન મુજબ ડેટા ફિલ કરવાનો હોય ત્યારે ઓટોફિલ સુવિધા બહુ કામ લાગી શકે છે, જે ફોર્મેટ અને ફોર્મ્યુલા કોપી કરવા તથા લિસ્ટ, તારીખ, નંબર્સ વગેરે ઝડપથી એન્ટર કરવા માટે ખાસ ઉપયોગી છે.

ઓટોફિલ જાણીતી, નિશ્ચિત પેટર્નને આપોઆપ અનુસરે છે. જેમ કે, કોઈ સેલમાં જાન્યુઆરી લખીને એ સેલ સિલેક્ટ કરશો તો તેના નીચલા જમણા ખૂણે નાનું ચોરસ દેખાશે. તેના પર કર્સર લઈ જતાં કર્સર બદલાઈને + નિશાનીમાં ફેરવાય છે. તેને ‘ફિલ હેન્ડલ’ કહે છે.

આ ફિલ હેન્ડલને માઉસથી રોમાં કે કોલમમાં ડ્રેગ કરતાં જાન્યુઆરી પછીના સેલ્સમાં ક્રમબદ્ધ મહિનાઓનાં નામ આપોઆપ ઉમેરાશે (આ સુવિધા ઇંગ્લિશમાં કામ કરે છે). ડિસેમ્બરથી માઉસને હજી વધુ ડ્રેગ કરશો તો નવેસરથી જાન્યુઆરી અને પછીના મહિનાઓનાં નામ લખાતાં જશે. આ જ રીતે અઠવાડિયાના વારનાં નામ પણ આપોઆપ લખી શકાય.

ઓટોફિલની સુવિધા ત્યારે જ કામ કરે છે જ્યારે એક્સેલને એ સમજાય કે આપણે કઈ પેટર્ન મુજબ ઓટોફિલ કરવા માગીએ છીએ. મહિના કે વારની પેટર્ન ખબર તેને છે, અન્ય બાબતોની પેટર્ન આપણે સમજાવવી પડે! એટલે જ્યારે ક્રમબદ્ધ આંકડા લખવા હોય ત્યારે બે સેલમાં ૧ અને ૨ લખ્યા પછી બંનેને સાથે સિલેક્ટ કરીને ફિલ હેન્ડલ ડ્રેગ કરો તો એક્સેલને આંકડાના ક્રમની પેટર્ન સમજાશે અને તે એ મુજબ ઓટોફિલ કરશે!

એક સેલમાં કોઈ ફોર્મ્યુલા લખ્યા પછી તેને કોલમમાં ડ્રેગ કરતાં, ફોર્મ્યુલા યથાવત રહેશે, પણ તેમાંના સેલ રેફરન્સ આપોઆપ બદલાતા જાય છે, જેથી આપણને જોઈતી ગણતરી મળતી રહે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!