(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ક્રોમ એપમાં એડ્સ અટકાવો

આ અંકમાં સ્માર્ટફોનમાં વિવિધ એપ્સને ઢાંકીને, આખો સ્ક્રીન રોકી લેતી કે નોટિફિકેશન શટરમાં ધરાર જાહેરાતો બતાવતી એપ્સ શોધીને કેવી રીતે દૂર કરી શકાય તેની વાત કરી છે.

એ ઉપરાંત, તમારો અનુભવ હશે કે ફોનમાં ક્રોમ બ્રાઉઝર એપમાં સર્ફિંગ કરતી વખતે પણ આપણે વિવિધ સાઇટ્સ પર અનેક પ્રકારની એડ્સનો સામનો કરવો પડે છે. તેનાથી છૂટકારો મેળવવાનો એક સૌથી સહેલો રસ્તો, ‘ડકડકગો’ કે ફાયરફોક્સ ‘ફોકસ’ જેવા, પ્રાઇવસી પર વધુ લક્ષ આપતી બ્રાઉઝર એપ્સનો ઉપયોગ કરવાનો છે.

પરંતુ જો તમને ક્રોમ બ્રાઉઝરમાં જ સર્ફિંગ કરવામાં મજા આવતી હોય તો, ક્રોમમાં પણ તમે જાહેરાતો પર સારો એવો અંકુશ મેળવી શકો છો. એ માટે, 

  • ફોનમાં ક્રોમ બ્રાઉઝર એપ ઓપન કરો.
  • તેમાં સેટિંગ્સમાં જાઓ. નીચેની તરફ સ્ક્રોલ કરીને ‘સાઇટ સેટિંગ્સ’માં જાઓ.
  • ‘ઓલ સાઇટ્સ’ પર ક્લિક કરી, વિવિધ સાઇટને સંબંધિત નિશ્ચિત સેટિંગ કરી શકો છો.
  • અથવા, નીચેની તરફ જઈને ‘એડ્સ’માં જાઓ.
  • તેમાં ‘આપણા સર્ફિંગમાં દખલ કરતી કે ગેરમાર્ગે દોરતી’ જાહેરાતો બ્લોક કરવાનો વિકલ્પ મળશે. તેનું બટન ઓન કરી દો.
  • એ ઉપરાંત, ‘પોપ-અપ્સ એન્ડ રીડાઇરેક્ટ્સ’માં જઈને તેને પણ બંધ કરી શકાય.

જોકે તેને કારણે અમુક સાઇટ્સ (જેમ કે સાયબરસફર!) પર લોગ-ઇન થવાની પોપ-અપ વિન્ડો બંધ થઈ જાય એવું બની શકે છે. તેના ઉપાય માટે ‘ઓલ સાઇટ્સ’માં જે તે સાઇટના સેટિંગમાં જઈને તેના પૂરતું પોપ-અપ ચાલુ રહે તેવું સેટિંગ કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!