(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એકથી વધુ ટેબ્સ એક સાથે ખસેડો

પીસીમાં બ્રાઉઝરમાં ટેબની સગવડ મળવાને કારણે આપણું બ્રાઉઝિંગ બિલકુલ બદલાઈ ગયું છે. હવે આપણે અલગ અલગ વેબસાઇટ અલગ અલગ વિન્ડોમાં ખોલવાની જરૂર રહી નથી.

પરંતુ ઘણી વાર એવું બની શકે કે આપણે કોઈ ચોક્કસ વિષય ધ્યાનમાં રાખીને સર્ફિંગ કરી રહ્યા હોઇએ ત્યારે તેના પેટા વિષયો મુજબ આપણે અલગ અલગ વેબસાઇટ્સને અલગ અલગ વિન્ડોમાં રાખવી જરૂરી બને, જેથી આપણે જે તે પેટા વિષય પર ફોકસ્ડ રહી શકીએ.

આમ તો આપણે બ્રાઉઝરમાં એક વિન્ડોને સ્ક્રીન પર અડધી રાખીને તેમાંની ટેબને માઉસથી ખેંચીને બહાર લઈ જઇએ એટલે બ્રાઉઝરની નવી વિન્ડો ઓપન થઇ જાય, પરંતુ એકથી વધુ ટેબ બીજી વિન્ડોમાં લઈ જવાની હોય ત્યારે સામાન્ય રીતે આપણે એક એક ટેબને માઉસથી ખેંચીને લઈ જતા હોઇએ છીએ.

એવી લાંબી કસરત કરવાની જરૂર નથી.

માની લો કે તમે ક્રોમ બ્રાઉઝરમાં ચાર ટેબ ઓપન કરી છે જેમાંની ત્રણ તમારે નવી વિન્ડોમાં લઈ જવી છે.

એ માટે, જેને ખસેડવાની હોય તેવી કોઈ પણ એક ટેબ ઓપન કરો અને કંટ્રોલ બટન દબાવીને, ખસેડવી હોય તે બાકીની ટેબ માઉસથી લેફ્ટ ક્લિક કરો. આથી આપણે ખસેડવાની તમામ ટેબ્ઝ સિલેક્ટ થશે. હવે કંટ્રોલ બટન છોડી દો અને કોઈ પણ ટેબને માઉસથી ડ્રેગ કરીને એ વિન્ડોની બહાર લઇ જાઓ. સિલેક્ટ કરેલી તમામ ટેબ્ઝ એક સાથે નવી વિન્ડોમાં જતી રહેશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!