(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ક્રોમમાં બીજાં સરખાં પેજ શોધો

ઇન્ટરનેટ માહિતીનો મહાસાગર છે અને એ જ તેની સૌથી મોટી તકલીફ છે. આપણને જોઇતી માહિતી શોધવામાં ગૂગલ ઘણે ઘણે અંશે મદદરૂપ થાય છે તેમ છતાં ઘણું બધું કન્ટેન્ટ, જે આપણને ઉપયોગી થઈ શકે તેમ હોય તે આપણી નજરથી દૂર રહી જાય છે. તેનું કારણ એ છે કે આપણે એ જ વસ્તુ સર્ચ કરી જ શકીએ છીએ જેના વિશે આપણા મગજમાં અમુક ચોક્કસ શબ્દો રમતા હોય. તેની આસપાસનું કન્ટેન્ટ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હોય તેમ છતાં આપણે સર્ચ ન કરી શકીએ એટલે નજરમાં આવતું ન હોય.

આના ઉપાય તરીકે તમે પીસી કે લેપટોપમાં ક્રોમ બ્રાઉઝરમાં ‘ગૂગલ સિમિલર પેજિસ’ નામનું એક એક્સટેન્શન ઉમેરી શકો છો.

તેનો લાભ લેવા માટે…

  1. ક્રોમ વેબસ્ટોર (https://chrome.google.com/webstore)માં જાઓ.
  2. તેમાં Google Similar Pages સર્ચ કરો.
  3. ‘એડ ટુ ક્રોમ’ બટન ક્લિક કરીને આ એક્સટેન્શન ક્રોમ બ્રાઉઝરમાં ઉમેરી દો.
  4. વે તમે જ્યારે ક્રોમમાં કોઈ પેજ જોઈ રહ્યા હો ત્યારે જમણી તરફ સિમિલર પેજિસના આઇકનને ક્લિક કરતાં આ સર્વિસ પોતે આપણા વતી, આપણે જોઈ રહ્યા હોઇએ તે પેજને સંબંધિત પેજિસ સર્ચ કરશે અને તેની લિંન્ક્સ આપણને બતાવશે.

આ એક્સટેન્શન ગૂગલે જ ડેવલપ કરેલું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!