(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફેસબુક એપમાં ડેટા બચાવો

જો તમને સ્માર્ટફોનમાં ફેસબુક એપનો જબરજસ્ત ઉપયોગ કરવાની ટેવ હોય તો તેની અસર બે રીતે વર્તાતી હશેઃ

એક, તમારા ફોનની બેટરી ઝડપથી ઉતરી હશે અને બીજું, ફોનમાં મોબાઇલ ડેટાનું બિલ વધુ આવતું હશે!

ફેસબુક એપમાં કેટલાંક સેટિંગ્સ કરીને આ બંને અસર ઘટાડી શકાય છે. 

એ માટે…

  • ફેસબુક એપના સેટિંગ્સમાં ‘સેટિંગ્સ એન્ડ પ્રાઈવસી’ના સેટિંગ્સમાં જાઓ.
  • અહીં નીચેની તરફ સ્ક્રોલ કરો અને ‘મીડિયા એન્ડ કોન્ટેક્સ’ વિકલ્પમાં જાઓ.
  • અહીં જનરલ સેટિંગ્સમાં ‘વીડિયોઝ ઇન ન્યૂઝફીડ સ્ટાર્ટ વીથ સાઉન્ડ’નું બટન બંધ કરી દો. 
  • એ જ રીતે ‘સાઉન્ડ ઇન ધ એપ’નું બટન પણ બંધ કરી શકાય.
  • તમે જે ફોટોઝ અને વીડિયોઝ યુટ્યૂબ પર અપલોડ કરતા હો તેની ક્વોલિટી ઘટાડવા માટે ‘અપલોડ ફોટોઝ ઇન એચડી’ અને ‘અપલોડ વીડિયોઝ ઇન એચડી’નાં બટન પણ બંધ કરી શકાય.
  • ‘રિડ્યુસ મોશન ફોર થ્રીડી ફોટોઝ’નું બટન પણ બંધ રાખી શકાય.
  • આપણે ન્યૂઝ ફીડ સ્ક્રોલ કરતા રહીએ ત્યારે તેમાં દેખાતા વીડિયો આપોઆપ પ્લે થતા હોય છે. તેને સદંતર બંધ કરવાનું અથવા માત્ર વાઇ-ફાઈ કનેકશન ઉપલબ્ધ હોય ત્યારે જ વીડિયો ઓટોમેટીકલી પ્લે થાય તેવું સેટિંગ અહીંથી કરી શકાય છે. એ માટે ‘ઓટો પ્લે’ પર ટેપ કરીને તેના સેટિંગ્સમાં જઇ શકાશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!