(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

પેનડ્રાઇવ ફટ દઇને ખેંચી કાઢી શકાશે

અત્યાર સુધી આપણે પીસીમાં પેનડ્રાઇવ એટેચ કરી હોય તો કામ પૂરું થયા પછી તેને અનપ્લગ કરતી વખતે એક ચોક્કસ પ્રક્રિયાનું પાલન કરવું પડતું હતું. એ માટે આપણે સ્ક્રીન જમણી તરફ નીચેની બાજુએ પેનડ્રાઇવની નિશાની પર ક્લિક કરીએ, પછી સિસ્ટમ આપણને કહે કે પેનડ્રાઇવ પીસીમાંથી દૂર કરવી સલામત છે, એ પછી જ આપણે પેનડ્રાઇવ બહાર કાઢતા હતા.
આમ તો ઘણા લોકો સલામતીની આ પ્રક્રિયાને અનુસર્યા વિના સીધે સીધી પેનડ્રાઇવ ખેંચી કાઢતા હોય છે, પરંતુ તેમાં ક્યારેક પેનડ્રાઇવમાંનો ડેટા કરપ્ટ થવાની શક્યતા રહે છે.

માઇક્રોસોફ્ટે વિન્ડોઝ-૧૦માં આવા લોકોનું કામ સહેલું કરી દીધું છે. વિન્ડોઝ-૧૦માં આવેલા ૧૮૦૯ અપડેટથી એવી સુવિધા ઉમેરાઈ છે જેને કારણે પેનડ્રાઇવને પેલી ‘સેફ્લી રીમૂવ હાર્ડવેર’ની પ્રક્રિયાનું પાલન કર્યા વિના સીધે સીધી બહાર ખેંચી શકાય છે. અલબત આપણે પેનડ્રાઇવ બહાર ખેંચીએ એ સમયે તેમાં કોઈ ડેટા રાઇટ થતો ન હોવો જોઇએ.

જો તમારા પીસી કે લેપટોપમાં વિન્ડોઝ-૧૦ ઓપરેટિંગ સિસ્ટમ હોય તો તમને આ સગવડનો લાભ મળી શકે છે પરંતુ તેમાં ૧૮૦૯ અપડેટ ઇન્સ્ટોલ થઈ ગયું છે તેની ખાતરી કર્યા પછી જ આંખ મીંચીને પેનડ્રાઇવ ખેંચશો, બાકી તમારો ડેટા કરપ્ટ થઈ શકે છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!