(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફોટોગ્રાફ સાથે મજાની રમત!

તમારો કોઈ ગમતો ફોટોગ્રાફ પસંદ કરો અને તેમાં જુદાં જુદાં બેકગ્રાઉન્ડ બદલી જુઓ! તમે આ કામ સહેલાઈથી કરી શકો છો – કોઈ પ્રોગ્રામ ડાઉનલોડ કર્યા વિના.

દિવાળીના વેકેશનમાં ધારો કે તમે ભારતના કોઈ મજાના સ્થળે ફરવા ગયા. ત્યાં ખૂબ મજા કરી, ઘણા બધા ફોટોગ્રાફ લીધા અને પછી પરત આવ્યા. મોટા ભાગે બને છે એમ પ્રવાસ પૂરો થાય એટલે મજા પણ પૂરી થાય. એ મજાને લંબાવવી હોય તો?

તો તમે તમારા ફોટોગ્રાફ સાથે કેટલીક રમતની મજા માણી શકો છો. જેમ કે તમે ભલે નૈનિતાલ ગયા હો અને ત્યાં તળાવની પાળે ઊભા રહીને ફોટોગ્રાફ પડાવ્યા હોય, એ જ ફોટોગ્રાફમાંથી નૈનિતાલનું બેકગ્રાઉન્ડ દૂર કરી, તમે નાયગ્રા ફોલ્સનું બેકગ્રાઉન્ડ ઉમેરી શકો છો!

કમ્પ્યુટરમાં ફોટોશોપ જેવો કોઈ ઇમેજ એડિટિંગ પ્રોગ્રામ હોય તો આ કામ સહેલાઈથી કરી શકો છો (જોકે ફોટોટોશોપની આવડત જરૂરી છે). ફોટોશોપની સુવિધા ન હોય, તો પણ ઓનલાઇન ફ્રી પ્રોગ્રામની મદદથી પણ તમે આ કરામત કરી શકો છો.

સદનસીબે આપણે કોઈ નવા પ્રોગ્રામ ડાઉનલોડ કરવાની જુરૂર નથી કે નવાં એકાઉન્ટ ખોલવાની પણ જરૂર નથી (હાશકારો થયોને?!).

સૌથી પહેલાં, તમારા પસંદગીના ફોટોગ્રાફને કેમેરા કે મોબાઇલમાંથી તમારા કમ્પ્યુટરમાં લઈ લો. જે ફોટોગ્રાફનું બેકગ્રાઉન્ડ બદલવું પ્રમાણમાં સહેલું હોય એવો કોઈ ફોટોગ્રાફ પસંદ કરી રાખો. હવે clippingmagic.com સાઇટ પર પહોંચો. અહીં તમે જોશો તેમ કપ, ગ્લાસ જેવી કોઈ વસ્તુનું બેકગ્રાઉન્ડ દૂર કરવું સહેલું છે, પણ કોઈ વ્યક્તિનો ક્લોઝઅપ હોય અને તેના લહેરાતા વાળમાંથી અલપ-ઝલપ બેકગ્રાઉન્ડ દેખાતું હોય તો તેને દૂર કરવું એ થોડું મુશ્કેલ છે. આ સાઇટ પર બંને પ્રકારના ફોટોગ્રાફમાંથી બેકગ્રાઉન્ડમાં દૂર કરવા માટે સરળ ટ્યુટોરિયલ આપેલા છે, તેના પર એક નજર ફેરવી લો!

હવે મોબાઇલમાં પણ આવી સંખ્યાબંધ એપ મળે છે, એટલું ધ્યાન રાખશો કે આ બધી જ સર્વિસમાં આપણે આપેલા ફોટોગ્રાફ પર આપણો અંકુશ રહેતો નથી.

(‘સાયબરસફર’ના નવેમ્બર, ૨૦૧૩ અંકમાંથી  ટૂંકાવીને. મૂળ બેકગ્રાઉન્ડ દૂર કરી નવું બેકગ્રાઉન્ડ ઉમેરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પદ્ધતિ માટે વાંચો આખો લેખ, ‘સાયબરસફર’ની વેબસાઇટ પર) 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!