(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

કી-બોર્ડની નજીવી ભૂલો સુધારો

પીસી કે લેપટોપમાં કામ કરતી વખતે ક્યારેક નાની નાની ભૂલો આપણને લાંબા સમય સુધી નડી શકે.

જેમ કે ક્યારેક એવું બને કે તમે બ્રાઉઝર ઓપન કરીને કોઈ વેબસસર્વિસમાં તમારા યૂઝરનેમ-પાસવર્ડ આપીને લોગ-ઇન થવાનો પ્રયાસ કરી રહ્યા હો, તમને તમારો પાસવર્ડ બરાબર યાદ હોય, તમને ખાતરી હોય કે તમે પાસવર્ડ બરાબર જ ટાઇપ કરી રહ્યા છો અને તેમ છતાં સિસ્ટમ સતત તમને કહે કે તમે આપેલો પાસવર્ડ ખોટો છે! આવું થવાનાં બે-ત્રણ કારણો હોઈ શકે છે.

પહેલું, તમે ભૂલથી કી-બોર્ડમાં કેપ્સ લોક ઓન કરી દીધું હોય. કી-બોર્ડ પર ડાબી તરફ આપેલી કેપ્સ લોક કી અજાણતાં પ્રેસ થઈ ગઈ હોય તો એ પછી આપણે જે પણ ટાઇપ કરીએ બધા લેટર્સ કેપિટલમાં લખાય છે. પાસવર્ડ કેસ સેન્સિટીવ હોવાથી આપણી દૃષ્ટિએ પાસવર્ડ સાચો હોય પરંતુ લેટર્સ કેપિટલમાં લખાતા હોવાથી સિસ્ટમ તેને ખોટો ગણાવે છે.

બીજું કારણ એ હોઈ શકે કે તમે પાસવર્ડમાંના આંકડા લખવા માટે જમણી તરફની ન્યૂમરિકની કીઝનો ઉપયોગ કરતા હો, પરંતુ જો ત્યાં ભૂલથી કી-પેડની ઉપર આપેલી ‘નમ લોક’ કી પ્રેસ થઈ ગઈ હોય તો નંબર્સનું કી-પેડ લોક થઈ જાય, પરિણામે આપણે આંકડા પ્રેસ કરીએ પરંતુ એ ટાઇપ થાય જ નહીં! તેના ઉપાય તરીકે નમ લોક કી ફરી પ્રેસ કરતાં નંબર્સ કી-પેડ ફરી એક્ટિવ થશે.

તમે ગુજરાતી કે હિન્દી કી-બોર્ડનો ઉપયોગ કરતા હો તો એ ભાષાનું કી-બોર્ડ એક્ટિવેટ હોવાથી આપણો પાસવર્ડ ઇંગ્લિશમાં ન લખાતો હોય એવું પણ બને.

આવી ભૂલો તપાસવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે એક કોરી નોટપેડ ફાઇલ ઓપન કરીને તેમાં પાસવર્ડ લખી જુઓ. બધી ભૂલો તરત જણાઈ આવશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!